________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
दुविहा णेरइया पण्णत्ता, तं जहा- कण्हपक्खिया चेव, सुक्कपक्खिया चेव एवं जाव वेमाणिया ।
दुविहा रइया पण्णत्ता, तं जहा- चरिमा चेव, अचरिमा चेव एवं जाव वेमाणिया ।
હર
ભાવાર્થ :- નારકી જીવો બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) સંખ્યાત કાળની સ્થિતિવાળા (૨) અસંખ્યાત કાળની સ્થિતિવાળા. એકેન્દ્રિય, વિકલેન્દ્રિયને છોડીને વાણવ્યંતર સુધીના પંચેન્દ્રિય જીવોમાં આ પ્રમાણે બે ભેદ જાણવા.
નારકી જીવો બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) સુલભબોધિ (૨) દુર્લભબોધિ. આ રીતે વૈમાનિકપર્યંત બે ભેદ જાણવા.
નારકી જીવો બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) કૃષ્ણપાક્ષિક (૨) શુક્લપાક્ષિક. આ રીતે વૈમાનિકપર્યંત બે ભેદ જાણવા.
નારકી જીવો બે પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) ચરમ (૨) અચરમ. વૈમાનિક પર્યંત આ પ્રમાણે બે ભેદ જાણવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભવ્ય આદિ ૧૬ દ્વારોથી નરકાદિ દંડકોમાં બે—બે ભેદનો વિચાર કરવામાં આવ્યો છે. નારકી જીવો પર આ દ્વારોને ઘટાવી સૂત્રકારે અન્યદંડકોમાં તે જ પ્રમાણે જાણવાનો અતિદેશ કર્યો છે. તે બે–બે ભેદોનું તાત્પર્ય આ પ્રમાણે છે—
આહારક–અનાહારક :– આહાર પર્યાપ્તિથી યુક્ત નારકી આહારક અને આહાર પર્યાપ્તિથી યુક્ત ન હોય તેવા વક્રગતિ–વિગ્રહગતિવાળા નારકી અનાહારક કહેવાય છે.
ઉચ્છ્વાસક–નોઉચ્છ્વાસક :– શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી પર્યાપ્ત હોય તે ઉચ્છ્વાસક અને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ ન થઈ હોય તે નોઉચ્છ્વાસક કહેવાય છે.
સઈન્દ્રિય—અનિન્દ્રિય ઃ– ઈન્દ્રિય પર્યાપ્તિથી પર્યાપ્તા જીવ સઈન્દ્રિય અને ઈન્દ્રિય પર્યાપ્તથી અપર્યાપ્તા અનિન્દ્રિય કહેવાય. ૧૩મા–૧૪મા ગુણસ્થાનવાળા જીવ અને સિદ્ઘ અનિન્દ્રિય કહેવાય છે. પરંતુ અહીં નારકી આદિમાં ઈન્દ્રિય આધારિત બે ભેદ કરવામાં આવ્યા છે તેથી તેનું અહીં ગ્રહણ નથી.
પર્યાપ્તક—અપર્યાપ્તક :– સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ થઈ ગઈ હોય તે પર્યાપ્તક અને સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અપર્યાપ્તક કહેવાય છે.
ચરમ—અચરમ :– જેઓનો નરકાદિ ભવ અંતિમ હોય, જે જીવ હવે પછી નરકમાં કયારે ય ઉત્પન્ન થવાના જ ન હોય એટલે કેટલાક ભવ કરી મોક્ષે જવાના હોય તે ચરમ નારક કહેવાય અને જે નારકીઓને