________________
[ ૬૮]
શ્રી ઠાણાગ સુત્ર-૧
ઈન્દ્ર, સામાનિક દેવ આદિ સ્વામી તથા સેવકના ભેદ હોય, તેવા બાર દેવલોકના દેવો કલ્પોત્પન્નક કહેવાય છે. વિમાનોત્પન્નક- જ્યાં સ્વામી તથા સેવકના ભેદ નથી પરંતુ બધા જ દેવો અહમેન્દ્ર હોય તેવા રૈવેયકવાસી અને અનુત્તરવિમાનવાસી દેવો કલ્પાતીત (વિમાનોત્પન્નક) કહેવાય છે.
ચારોત્પનક– ચારોત્પન્નક દેવ એટલે જયોતિષ્ક દેવો. તેના બે ભેદ છે. ચારસ્થિતિક અને ગતિરતિક. ચારસ્થિતિક- સમયક્ષેત્ર-અઢી દ્વીપની બહાર સ્થિત-સ્થિર એવા જ્યોતિષ્કદેવો ચારસ્થિતિક કહેવાય છે. ગતિરતિક- સમય ક્ષેત્રમાં રહેલ જ્યોતિષ્ક દેવો મેરુ પર્વતની નિરંતર પ્રદક્ષિણા કરવા રૂપ ગતિ–ક્રિયામાં પ્રવૃત રહે છે. તે ગતિરતિક કહેવાય છે. સામવિ - 'ગતિસમાપન્નક' પદ દ્વારા ભવનપતિ અને વાણવ્યંતર દેવોનું ગ્રહણ કર્યું છે.
૨૪ દંડકના જીવો નિરંતર કર્મબંધ કરે જ છે પરંતુ બંધાયેલા કર્મો પોતાનો અબાધાકાલ પૂર્ણ થયા પછી પોતાનું ફળ આપે છે. તેથી કેટલાક જીવો તે જ ભવમાં અને કેટલાક જીવો અન્ય ભવમાં કર્મફળને ભોગવાય છે. અલ્પ સ્થિતિવાળા કર્મોનું ફળ તે જ ભવમાં ભોગવાય છે અને દીર્ઘ સ્થિતિવાળા કર્મોનું ફળ અન્યભવમાં ભોગવાય છે.
દયા તત્થા :- સૂત્રકાર, વાચક અને પાઠક આ ત્રણે ય મનુષ્યગતિવાળા હોય છે, તેથી મનુષ્ય માટે દાવ વિ = આ ભવમાં રહેતાં, શબ્દનો પ્રયોગ સૂત્રકારે કર્યો છે, અન્ય દંડક માટે તત્થા વિ = તે ભવમાં રહેતાં, તેવો શબ્દ પ્રયોગ કર્યો છે.
દંડકગત જીવોની ગતિ-આગતિ :
| २ णेरइया दुगइया दुआगइया पण्णत्ता, तं जहा- रइए णेरइएसु उववज्जमाणे मणुस्सेहिंतो वा पंचिंदियतिरिक्खजोणिएहिंतो वा उववज्जेज्जा । से चेव णं से णे रइए णे रइयत्तं विप्पजहमाणे मणुस्सत्ताए वा पंचिंदियतिरिक्खजोणियत्ताए वा गच्छेज्जा ।
एवं असुरकुमारा वि, णवरं से चेव णं से असुरकुमारे असुरकुमारत्तं विप्प- जहमाणे मणुस्सत्ताए वा तिरिक्खजोणियत्ताए, वा गच्छेज्जा । एवं सव्वदेवा ।
पुढविकाइया दुगइया दुआगइया पण्णत्ता तं जहा- पुढविकाइए पुढविकाइए सु उववज्जमाणे पुढविकाइएहिंतो वा णो पुढविकाइएहिंतो वा उववज्जेज्जा । से चेव णं से पुढविकाइए पुढविकाइयत्तं विप्पज्जहमाणे पुढविकाइयत्ताए वा णो पुढविकाइयत्ताए वा गच्छेज्जा । एवं जाव मणुस्सा । ભાવાર્થ :- નારકી જીવ બે ગતિ અને બે આગતિવાળા કહ્યા છે, તે આ પ્રમાણે છે– નરકમાં ઉત્પન્ન થતાં