________________
સ્થાન-૨: ઉદેશક-૨
_.
[ ૬૭ ]
૬૭
સ્થાન-ર
ઉદ્દેશક-ર
2
2
ભવ-ભવાંતરમાં કર્મ વેદના :| १ जे देवा उड्डोववण्णगा कप्पोववण्णगा विमाणोववण्णगा चारोववण्णगा चारट्ठिइया गइरइया गइसमावण्णगा, तेसि णं देवाणं सया समियं जे पावे कम्मे कज्जइ, तत्थगयावि एगइया वेयणं वेदेति, अण्णत्थगयावि एगइया वेयणं वेदेति । __णेरइयाणं सया समियं जे पावे कम्मे कज्जइ, तत्थगयावि एगइया वेयणं वेदेति, अण्णत्थगयावि एगइया वेदणं वेदेति जावपंचिंदियतिरिक्खजोणियाणं ।
मणुस्साणं सया समियं जे पावे कम्मे कज्जइ, इहगयावि एगइया वेयणं वेदेति, अण्णत्थगयावि एगइया वेयणं वेदेति । मणुस्सवज्जा सेसा एक्कगमा । ભાવાર્થ :- ઉદ્ગલોકમાં કલ્પોત્પન્નક દેવ, વિમાનોત્પન્નક, ચારોત્પન્નક દેવના ભેદ રૂપ ચાર સ્થિતિક દેવ, ગતિરતિક દેવ અને ગતિસમાપન્નક દેવ છે. તે દેવો ઉત્પન્ન થઈ નિરંતર પાપકર્મનો બંધ કરે છે. તે પાપકર્મોના ફળનું વેદન (૧) કેટલાક દેવો તે જ ભવમાં કરે છે, (૨) કેટલાક દેવો તે કર્મોનું વેદના અન્ય ભવમાં કરે છે.
નારકી જીવો જે પાપકર્મનો બંધ સદા-સર્વદા કરે છે, તેમાંથી (૧) કેટલાક નારકી જીવો તે જ ભવમાં પાપકર્મોના ફળનું વેદન કરે છે, (૨) કેટલાક નારકી જીવો અન્યગતિમાં જઈને તેનું વેદન કરે છે.
મનુષ્ય નિરંતર જે પાપકર્મનો બંધ કરે છે, તેમાંથી (૧) કેટલાક મનુષ્ય આ જ ભવમાં તેના ફળનું વેદન કરે છે. (૨) કેટલાક ભવાન્તરમાં તેનું વેદન કરે છે. મનુષ્યને છોડીને શેષ દંડકોનું કથન સમાન છે અર્થાતુ સંચિત કર્મના ફળનું વદન તે ભવમાં અથવા ભવાન્તરમાં કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જીવ કર્મનો બંધ ક્યાં કરે છે અને બાંધેલા કર્મોને ક્યાં ભોગવે છે તે વિષયને સ્પષ્ટ કર્યો છે.
ઉર્ધ્વલોકમાં ઉત્પન્ન દેવો બે પ્રકારના છે– કલ્પોત્પન્નક અને વિમાનોત્પન્નક. કલ્પોત્પન્નક- જ્યાં