________________
[
s ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
સાધકે પોતાના સાધના કાલની સૂત્રોક્ત વિશિષ્ટ ક્રિયાઓ પૂર્વ તથા ઉત્તર દિશા સન્મુખ જ કરવી જોઈએ.
દીક્ષા દીધાં પછી અને ઉપસ્થાપના કર્યા પહેલાં શિષ્યનું મુંડન લોન્ચ કરવામાં આવે છે, તેને બે પ્રકારની શિક્ષા આપવામાં આવે છે– (૧) ગ્રહણ શિક્ષા-સુત્ર અને અર્થ ગ્રહણ કરવાની શિક્ષા (૨) આસેવન શિક્ષા-પ્રતિલેખન આદિ સાધ્વાચારની શિક્ષા.
નવદીક્ષિત સાધુને વડી દીક્ષા આપતાં મહાવ્રતોનું આરોપણ કરાય છે. વડીદીક્ષા આપ્યા પછી આહારના માંડલામાં સંમિલિત કરવામાં આવે છે. તે આહારાદિ કાર્ય પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખી કરવા જોઈએ. પ્રથમ સમ્મિલિત આહારની અપેક્ષાએ આ વિધાન સમજવું જોઈએ. તે પછી આહાર કરવામાં દિશાનો આગ્રહ આવશ્યક નથી. ઉદ્દેશ વગેરે શબ્દોનું વિશ્લેષણ અન્ય સૂત્રથી જાણવું. સલેબના:- કષાયો કૂશ કરવાની સાથે કાયાને કૂશ કરવી તે સંલેખના કહેવાય છે. માનસિક નિર્મલતા માટે કષાયોને કૂશ કરવા અને શારીરિક વાત-પિત્તાદિ જનિત વિકારોની શુદ્ધિ માટે ભક્તપાનનો ત્યાગ કરી કાયાને કૃશ કરવી તે સંલેખના કહેવાય. તે સંલેખના જઘન્ય છ માસ ઉત્કૃષ્ટ બાર વર્ષની હોય છે.
પાદપોપગમન અનશનનો સ્વીકાર પૂર્વ અથવા ઉત્તર દિશાભિમુખ રહીને કરવો જોઈએ. આ રીતે પ્રસ્તુત સૂત્રમાં સાધક જીવનના પ્રારંભથી જીવનના અંત સુધીની વિશિષ્ટ સાધનાઓ પૂર્વ તથા ઉત્તર દિશાભિમુખ કરવી તેવું સૂચન છે, જે તે દિશાના મહત્ત્વને પ્રગટ કરે છે.
8ા
સ્થાન-ર ઉદ્દેશક-૧ સંપૂર્ણ