________________
સ્થાન-૨: ઉદ્દેશક-૨
[ ૬૯ ]
નારકી (૧) મનુષ્ય અથવા (૨) પંચેન્દ્રિય તિર્યંચ યોનિમાંથી આવી ઉત્પન્ન થાય છે. તે જ રીતે તે નારકી નરકાવસ્થા છોડી (૧) મનુષ્ય અથવા (૨) તિર્યંચ પંચેન્દ્રિય યોનિમાં ઉત્પન્ન થાય છે.
આ રીતે અસુરકુમાર—ભવનપતિદેવ પણ બે ગતિ અને બે આગતિવાળા છે. વિશેષતા એ કે અસુરકુમારપણાને છોડીને તે (૧) મનુષ્ય પર્યાયમાં અથવા (૨) તિર્યંચયોનિમાં જાય છે. આ જ રીતે સર્વ દેવોની ગતિ–આગતિ વિષે જાણવું.
પુથ્વીકાયિક જીવો બે ગતિ અને બે આગતિવાળા છે, તે આ પ્રમાણે છે– પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થતાં પૃથ્વીકાયિક જીવો (૧) પૃથ્વીકાયિક અને (૨) નોપૃથ્વીકાયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તે જ રીતે પૃથ્વીકાયિક જીવો પૃથ્વીકાયિકપણાને છોડી (૧) પૃથ્વીકાયિક અને (૨) નોપૃથ્વીકાયિકોમાં જાય છે. આ રીતે મનુષ્ય સુધીના સર્વ દંડકમાં જાણવું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ૨૪ દંડકના જીવોની બે પ્રકારની ગતિ અને બે પ્રકારની આગતિ કહી છે. નરકાદિ જીવો આયુષ્ય પૂર્ણ કરી જે-જે ગતિમાં જાય છે તે 'ગતિ' કહેવાય છે અને નરકાદિ ગતિમાં જીવ જે-જે ગતિમાંથી આવી ઉત્પન્ન થાય છે તે 'આગતિ' કહેવાય છે. નારકી મરીને મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય બે ગતિમાં જાય છે અને તે જ બે ગતિમાંથી આવે છે.
સામાન્ય રૂપે દેવો, મનુષ્ય અને તિર્યંચ આ બે ગતિમાં જાય છે અને તે બે ગતિમાંથી આવે છે.
ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને આઠ દેવલોક સુધીના દેવો મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયમાંથી આવીને ઉત્પન્ન થાય છે અને બે ગતિમાં જાય છે. તેમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને બે દેવલોક સુધીના દેવો પૃથ્વી, પાણી, વનસ્પતિ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં જાય છે. પરંતુ ગતિની અપેક્ષાએ તિર્યંચ અને મનુષ્યની બે ગતિ થાય છે. નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન પર્યંતના દેવો એક મનુષ્ય ગતિમાંથી જ આવે છે અને તે દેવો એક મનુષ્ય ગતિમાં જ જાય છે પરંતુ અહીં સૂત્રમાં વૈમાનિક જાતિના દેવોનું સામાન્ય કથન છે, તેથી બે ગતિમાં જાય છે તેમ કહ્યું છે.
પૃથ્વીથી લઈ મનુષ્ય સુધીના ઔદારિકના દશ દંડકોમાં બે, ત્રણ અને ચાર ગતિ તથા આગતિ હોય છે. જેમ કે પૃથ્વીકાયના જીવોની આગતિ ત્રણ પ્રકારની છે. મનુષ્ય, તિર્યચ, દેવ. પરંતુ સૂત્રકારે દ્વિતીય સ્થાન હોવાથી પૃથ્વીકાયિક અને નોપૃથ્વીકાયિક રૂપે બે પ્રકારની આગતિ કહી છે. નોપૃથ્વીકાયિકમાં પૃથ્વીકાયિક સિવાયના સર્વ જીવોનો સમાવેશ થાય છે. આ રીતે ઔદારિકના દશે દંડકમાં ગતિ અને આગતિની દ્વિવિધતા સમજવી જોઈએ. દંડકગત જીવોના બે-બે પ્રકાર :| ३ दुविहा णेरइया पण्णत्ता, तं जहा- भवसिद्धिया चेव, अभवसिद्धिया