________________
| ૬૦ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
પ્રાપ્ત થાય તેને પરિણત કહે છે. વર્તમાન પર્યાયમાં જ રહે તેને અપરિણત કહે છે. છ દ્રવ્યમાંથી વ્યવહારનયની અપેક્ષાએ જીવ અને પુદગલ બે દ્રવ્ય પરિણત–બાહ્ય કારણોથી રૂપાંતરણ પામી શકે છે. તે તેની વૈભાવિક પર્યાય કહેવાય છે. નિશ્ચયનયથી સર્વ દ્રવ્ય અપરિણત જ છે.
ગતિ-અગતિ સમાપનક સ્થાવર જીવ :३४ दुविहा पुढविकाइया पण्णत्ता, तं जहा- गतिसमावण्णगा चेव, अगतिसमा- वण्णगा चेव जाव दुविहा वणस्सइकाइया पण्णत्ता, तं जहागतिसमावण्णगा चेव, अगतिसमावण्गा चेव । ભાવાર્થ :- પુથ્વીકાયિક જીવોના બે પ્રકાર છે, યથા– (૧) ગતિ સમાપન્નક- એક ભવમાંથી બીજા ભવમાં જતાં સમયે અંતરાલગતિમાં વર્તતા જીવો. (૨) અગતિ સમાપન્નક- વર્તમાન ભવમાં અવસ્થિત જીવો. તે જ પ્રમાણે વનસ્પતિકાય પર્વતના સર્વના બે બે પ્રકાર છે, યથા– (૧) ગતિ સમાપત્રક (૨) અગતિસમાપત્રક. વિવેચન :ગતિસમાપનક - જીવ એક ભવમાંથી બીજા ભવમાં ઉત્પત્તિ સ્થાન સુધી પહોંચે તેના એક, બે કે ત્રણ સમય દરમ્યાન જીવ જે ગતિ કરે તે ગતિ સમાપન્નક કહેવાય છે. અગતિસમાપનક - વિગ્રહગતિ દ્વારા જે જીવે ઉત્પત્તિસ્થાનને પ્રાપ્ત કરી લીધું હોય, તે તે ભવમાં જે સ્થિત થઈ ગયા હોય તેને અગતિસમાપન્નક કહે છે. પ્રસ્તુતમાં પાંચ સ્થાવર જીવોના બે બે પ્રકાર દર્શાવ્યા છે. તેમજ અન્ય ત્રસ જીવો પણ બે બે પ્રકારના સંભવિત છે. તેને અહીં ઉપલક્ષણથી સમજી લેવા જોઈએ. ગતિ-અગતિ સમાપનક દ્રવ્ય :|३५ दुविहा दव्वा पण्णत्ता, तं जहा- गतिसमावण्णगा चेव, अगतिसमावण्णगा चेव । ભાવાર્થ :- દ્રવ્યના બે પ્રકાર છે, યથા– (૧) ગતિ સમાપન્નક(ગમનમાં પ્રવૃત્ત) (૨) અગતિસમાપન્નક (અવસ્થિત).
વિવેચન :
છ દ્રવ્યમાંથી જીવ અને પુગલ એ બે દ્રવ્ય ગતિ કરે છે. જીવમાં પણ સિદ્ધ જીવ, સિદ્ધ ક્ષેત્રમાં પહોંચી ગયા પછી ગતિ કરતાં નથી. આ બે દ્રવ્યમાં ગતિસમાપન્નક અને અગતિસમાપત્રક બને અવસ્થા હોય છે. જ્યારે શેષ ચાર દ્રવ્ય અવસ્થિત જ છે તેથી તેમાં અગતિસમાપન્નક એક જ અવસ્થા હોય છે.