________________
| સ્થાન-૨: ઉદ્દેશક-૧
[
1 ]
અનંતર પરંપર અવગાઢ સ્થાવર જીવો :|३६ दुविहा पुढविकाइया पण्णत्ता, तं जहा- अणंतरोगाढा चेव, परंपरोगाढा चेव जाव दुविहा वणस्सइकाइया पण्णत्ता, तं जहा- अणंतरोगाढा चेव, परंपरोगाढा चेव ।
ભાવાર્થ :- પૃથ્વીકાયિક જીવોના બે પ્રકાર છે, યથા– (૧) અનંતરાવગાઢ (૨) પરમ્પરાવગાઢ. તે જ પ્રમાણે વનસ્પતિકાય પર્યતના સર્વના બે બે પ્રકાર છે, યથા– (૧) અનંતરાવગાઢ (૨) પરમ્પરાવગાઢ.
વિવેચન :
આકાશ દ્રવ્ય સર્વ દ્રવ્યને અવગાહના–સ્થાન આપે છે. આકાશપ્રદેશ ઉપર સ્થાન પામેલ દ્રવ્ય અવગાઢ કહેવાય છે. અનંતર પરંપરાવગાઢ - અનન્તર–અંતર વિના, સમયના વ્યવધાન વિના વર્તમાન સમયમાં જીવ જે સ્થાનપર (જે આકાશપ્રદેશ પર) અવગાઢ થયા હોય તે અનંતરાવગાઢ કહેવાય છે. જેને કોઈ સ્થાનપર અવગાઢ થયાને બે, ત્રણ આદિ સમય વ્યતીત થઈ ગયા હોય તેને પરંપરાવગાઢ કહે છે.
અનંત પરંપર અવગાઢ દ્રવ્ય :३७ दुविहा दव्वा पण्णत्ता, तं जहा- अणंतरोगाढा चेव, परंपरोगाढा चेव । ભાવાર્થ :- દ્રવ્યના બે પ્રકાર છે, યથા– (૧) અનંતરાવગાઢ (૨) પરમ્પરાવગાઢ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દ્રવ્યની અવગાઢતાના આધારે તેના બે ભેદનું કથન છે. છ દ્રવ્યમાંથી જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં જ અનંતરાવગાઢ અને પરંપરાવગાઢ ભેદ ઘટી શકે છે. ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય એક, અંખડ, નિત્ય દ્રવ્ય છે અને ગતિ આદિ ક્રિયાથી રહિત છે. તેથી તેમાં ઉપરોક્ત ભેદ સંભવિત નથી. અનંતરપરંપર અવગાઢનો અર્થ પૂર્વ સૂત્ર પ્રમાણે જાણવો. કાળના બે ભેદ :| ३८ दुविहे काले पण्णत्ते, तं जहा- ओसप्पिणीकाले चेव, उस्सप्पिणीकाले વેવ I
ભાવાર્થ :- કાળના બે પ્રકાર છે, યથા– (૧) અવસર્પિણી કાળ (૨) ઉત્સર્પિણી કાળ.