________________
સ્થાન-૨: ઉદ્દેશક-૧
[૫૯]
પૃથ્વીકાયિક જીવોના બે પ્રકાર છે, યથા– (૧) પર્યાપ્ત (૨) અપર્યાપ્ત. તે જ પ્રમાણે વનસ્પતિકાય પર્યત સર્વ એકેન્દ્રિયના બે બે પ્રકાર છે.
પૃથ્વીકાયિક જીવોના બે પ્રકાર છે, યથા– (૧) પરિણત(અચિત્ત) (૨) અપરિણત(સચિત્ત). તે જ પ્રમાણે વનસ્પતિકાય પર્યત સર્વ એકેન્દ્રિયના બે બે પ્રકાર છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પૃથ્યાદિ સ્થાવરો માટે સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત અને અચિત્ત, સચિત્ત; આ છ ભેદોનું નિરૂપણ છે. સૂક્ષ્મ :- સૂમ નામ કર્મના ઉદયથી જે જીવોનું શરીર અત્યંત સૂક્ષ્મ છે, જે દષ્ટિગોચર થતા નથી, શસ્ત્રથી વ્યાઘાત પામતાં નથી, અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને સ્વયં મૃત્યુ પામે છે. તે આખા લોકમાં ભરેલા છે તેને સૂક્ષ્મ જીવ કહે છે. બાદર – બાદર નામ કર્મના ઉદયથી જે જીવોનું શરીર કંઈક સ્કૂલ છે, જે દષ્ટિગોચર થાય અથવા ન થાય. શસ્ત્રથી વ્યાઘાત પામે, જે લોકના દેશભાગમાં જ હોય તેને બાદર જીવ કહે છે. પર્યાપ્ત:- પર્યાપ્ત નામ કર્મના ઉદયથી જે સ્વયોગ્ય પર્યાપ્તિને પૂર્ણ કરે તેને પર્યાપ્ત કહે છે. અપર્યાપ્ત - અપર્યાપ્તા નામ કર્મના ઉદયથી જેણે સ્વયોગ્ય પર્યાપ્તિને પૂર્ણ કરી નથી તેને અપર્યાપ્ત કહે છે. પર્યાપ્તિ -જન્મના પ્રારંભમાં પ્રાપ્ત થતી પૌલિક શક્તિને પર્યાપ્તિ કહે છે અથવા આહારાદિ પુગલોને ગ્રહણ કરવાની અને તેને શરીરાદિ રૂપે પરિણાવવાની શક્તિને પર્યાપ્તિ કહે છે. પરિણત :- સ્વકાય, પરકાય અથવા ઉભયકાય શસ્ત્રથી જે પૃથ્વી, પાણી વગેરેના જીવો પર્યાયાન્તરને પ્રાપ્ત કરે અર્થાત્ અચિત્ત થઈ જાય, તેને પરિણત કહે છે. અપરિણત – કોઈ પણ શસ્ત્રથી જે જીવો પર્યાયાન્તરને પ્રાપ્ત ન થયા હોય તેને અપરિણત કહે છે. તે જીવસહિત-સચિત્ત હોય છે.
પરિણત-અપરિણત દ્રવ્ય :|३३ दुविहा दव्वा पण्णत्ता, तं जहा- परिणया चेव, अपरिणया चेव । ભાવાર્થ :- દ્રવ્યના બે પ્રકાર છે, યથા– (૧) પરિણત (૨) અપરિણત. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં છ દ્રવ્યની પરિણતતા દર્શાવી છે. વર્તમાન પરિણતિ(પર્યાય)થી ભિન્ન પરિણતિને