________________
[ ૧૮ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
છે. અહિંસાદિ પંચમહાવ્રત, ઈર્યાસમિતિ આદિ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, કષાયોનો નિગ્રહ, આ સર્વ પ્રવૃત્તિને સંયમ કહેવાય છે. આગમમાં અન્યત્ર સંયમના સામાયિક, છેદોપસ્થાપનીય આદિ પાંચ ભેદ કહ્યાં છે. પરંતુ અહીં બે સ્થાનનું વર્ણન છે તેથી તેના મૂળ બે ભેદ કહ્યા છે સરાગ સંયમ અને વીતરાગ સંયમ. તેના ઉત્તરભેદોમાં પણ બે—બે ભેદ કરીને વર્ણન કર્યું છે.
બાદર સંપરાય સરાગ સંયમ– ૬ થી ૯ ગુણસ્થાનવર્તી જીવોનો સંયમ. સૂકમ સં૫રાય સરાગ સંયમ-૧૦માં ગુણસ્થાનવર્તી જીવોનો સંયમ.
વિશભમાન સંયમ = ઉપશમ કે ક્ષપક શ્રેણી પર ચઢતાં જીવોનો સંયમ. સંક્ષિશ્યમાન સંયમ = ઉપશમ શ્રેણીથી પડતાં જીવોનો સંયમ.
' ઉપશાંત કષાય છઘસ્થ વીતરાગ સંયમ–૧૧માં ગુણસ્થાનવર્તી જીવોનો સંયમ.ક્ષીણકષાય છવાસ્થ વીતરાગ સંયમ–૧૨માં ગુણસ્થાનવ જીવોનો સંયમ. સયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ સંયમ-૧૩માં ગુણસ્થાનવર્તી જીવોનો સંયમ. અયોગી કેવળી ક્ષીણકષાય વીતરાગ સંયમ-૧૪મા ગુણસ્થાનવર્તી જીવોનો સંયમ.
સ્વયબદ્ધ સંયમ = સ્વયં બોધ પામીને સંયમ સ્વીકાર કરનારનો સંયમ. બદ્રબોધિત સંયમ = અન્યના નિમિત્તે બોધ પામીને સંયમ સ્વીકારનારનો સંયમ.
કોઈપણ સંયમના પ્રથમ સમયને પ્રથમ સમય સંયમ અને પ્રથમ સમયને છોડીને શેષ સમયના સંયમને અપ્રથમ સમય સંયમ કહે છે. કોઈપણ સંયમના અંતિમ સમયને ચરમ સમય સંયમ અને ચરમ સમયને છોડીને શેષ સમયના સંયમને અચરમ સમય સંયમ કહે છે. પ્રથમ, અપ્રથમ, ચરમ, અચરમ, આ ચારે ભેદના અર્થ સર્વત્ર આ જ પ્રમાણે જાણવા.
પાંચ સ્થાવરના સૂક્ષ્મ આદિ બે બે ભેદ :३२ दुविहा पुढविकाइया पण्णत्ता, तं जहा- सुहुमा चेव, बायरा चेव । एव जाव वणस्सइकाइया ।
दुविहा पुढविकाइया पण्णत्ता, तं जहा- पज्जत्तगा चेव, अपज्जत्तगा चेव । एवं जाव वणस्सकाइया ।।
दुविहा पुढविकाइया पण्णत्ता, तं जहा- परिणया चेव, अपरिणया चेव । एवं जाव वणस्सकाइया । ભાવાર્થ :-પૃથ્વીકાયિક જીવોના બે પ્રકાર છે, યથા- (૧) સૂક્ષ્મ (૨) બાદર. તે જ પ્રમાણે વનસ્પતિકાય પર્યત સર્વ એકેન્દ્રિયના બે બે પ્રકાર છે.