________________
સ્થાન–૨ ઃ ઉદ્દેશક-૧
આરંભ અને પરિગ્રહ ત્યાગથી ધર્મ સુલભતા :
१८ दो ठाणाई परियाणेत्ता आया केवलिपण्णत्तं धम्मं लभेज्ज सवणयाए, तं जहा- आरंभे चेव, परिग्गहे चेव । एवं जाव केवलणाणमुप्पाडेज्जा । ભાવાર્થ :- આરંભ અને પરિગ્રહ, આ બે સ્થાનનો પરિજ્ઞાત(જાણીને ત્યાગનાર) આત્મા કેવલીપ્રજ્ઞપ્ત ધર્મનું શ્રવણ કરે છે. તે જ રીતે વિશુદ્ધ બોધિ પ્રાપ્ત કરવાથી કેવળજ્ઞાન પર્યંતના સર્વ સ્થાનોને પ્રાપ્ત કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આરંભ–પરિગ્રહના ત્યાગની મહત્તાનું નિરૂપણ છે. આરંભ અને પરિગ્રહના ત્યાગથી વ્યક્તિ અંતર્મુખી બની જાય છે. ત્યાર પછી તેનો ક્રમિક ગુણ વિકાસ થાય છે. તે ધર્મશ્રવણ, બોધિની પ્રાપ્તિ, અણગારત્વ, બ્રહ્મચર્યવાસ, સંયમ, સંવર, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને અંતે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.
૪૭
શ્રવણ અને અવધારણથી થતી ઉપલબ્ધિ :
१९ दोहिं ठाणेहिं आया केवलिपण्णत्तं धम्मं लभेज्ज सवणयाए, तं ગહાसोच्चा चेव, अभिसमेच्चा चेव । एवं जाव केवलणाणमुप्पाडेज्जा ।
ભાવાર્થ :– બે સ્થાનથી આત્મા કેવળી પ્રજ્ઞપ્ત ધર્મશ્રવણને પ્રાપ્ત કરે છે, તે આ પ્રમાણે છે– (૧) સાંભળવાથી (૨) અવધારણ કરવાથી. તે જ પ્રમાણે વિશુદ્ધ બોધિથી લઈ કેવળજ્ઞાન સુધીના સર્વ સ્થાનોને પ્રાપ્ત કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ધર્મશ્રવણના અચિંત્ય માહત્મ્યને પ્રગટ કર્યું છે. કેવળી પ્રરૂપિત ધર્મ ઉપાદેય છે. આ વાક્યના શ્રવણ માત્રથી જીવ ધર્મને ગ્રહણ કરી શકતો નથી. તે શ્રવણ કરેલ વાક્યને અવધારણ કરે, આત્મસાત્ કરે તો જ અણગારત્વ વગેરે પ્રાપ્ત થાય છે. તેથી જ સૂત્રકારે શ્રવણ અને અવધારણથી યુક્ત થવારૂપ બે સ્થાન દ્વારા બોધિ વગેરે કૈવલ્ય સુધીની પ્રાપ્તિ બતાવી છે. આ રીતે 'ધર્મશ્રવણ સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે.' તે ઉક્તિની સૂત્રકારે પુષ્ટિ કરી છે.
સમા(કાળ)ના બે પ્રકાર :
२० दो समाओ पण्णत्ताओ, तं जहा - ओसप्पिणी समा चेव, उस्सप्पिणी समा चेव ।