________________
૪
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
સવળયાપ, તેં બહા- આરંભે સેવ, સ્જિદે ચેવ ।
दो ठाणाई अपरियाणेत्ता आया णो केवलं बोहिं बुज्झेज्जा, तं जहाआरंभे चेव, परिग्गहे चेव ।
दो ठाणाइं अपरियाणेत्ता आया णो केवलं मुंडे भवित्ता अगाराओ અળયિ પદ્મબ્બા, તેં નહા- આરંભે સેવ, શિરે ચેવ ।
एवं णो केवलं बंभचेरवासमावसेज्जा । जो केवलेणं संजमेणं संजज्जा | णो केवलेणं संवरेणं संवरेज्जा । जो केवलमाभिणिबोहियणाणं उप्पाडेज्जा । णो केवलं सुयणाणं उप्पाडेज्जा । णो केवलं ओहिणाणं उप्पाडेज्जा । णो केवलं मण पज्जवणाणं उप्पाडेज्जा । जो केवलं केवलणाणं उप्पाडेज्जा ।
ભાવાર્થ :- (૧) આરંભ અને પરિગ્રહ, આ બે સ્થાનનો ત્યાગ કર્યા વિના આત્મા કેવલી–પ્રજ્ઞપ્ત ધર્મને સાંભળી શકતો નથી. (૨) આરંભ અને પરિગ્રહ આ બે સ્થાનનો ત્યાગ કર્યા વિના આત્મા વિશુદ્ધ બોધિને પ્રાપ્ત કરી શકતો નથી. (૩) આરંભ અને પરિગ્રહ આ બે સ્થાનનો ત્યાગ કર્યા વિના આત્મા મુંડિત થઈ ગૃહસ્થ અવસ્થા છોડી,વિશુદ્ધ અણગારપણું પામી શકતો નથી.
(૪) તે જ રીતે આરંભ અને પરિગ્રહ આ બે સ્થાનનો ત્યાગ કર્યા વિના આત્મા બ્રહ્મચર્યવાસને પ્રાપ્ત કરી શકતો નથી. (૫) સંપૂર્ણ સંયમથી આત્માને સંયમિત કરી શકતો નથી. (૬) સંપૂર્ણ સંવરથી સંવૃત થઈ શકતો નથી. (૭) વિશુદ્ધ (સંપૂર્ણ) આભિનિબોધિક જ્ઞાન. (૮) વિશુદ્ધ શ્રુતજ્ઞાન. (૯) વિશુદ્ધ અવધિજ્ઞાન. (૧૦) વિશુદ્ધ મન:પર્યવજ્ઞાન. (૧૧) વિશુદ્ધ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી શકતો નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે આરંભ અને પરિગ્રહના સેવનનું ફળ નિદર્શિત કર્યું છે. છકાય જીવની હિંસા થાય તેવી પ્રવૃત્તિ આરંભ કહેવાય છે. ધન–ધાન્યાદિ વસ્તુઓનો સંગ્રહ અને સંગ્રહ કરવાની વૃત્તિ તથા મૂર્છાભાવ પરિગ્રહ કહેવાય છે.
અરિયાખેત્તા :- અપરિજ્ઞાન એટલે જ્ઞ પરિજ્ઞાથી આરંભ–પરિગ્રહને જાણે નહીં અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ ન કરે, તે જીવ ધર્મશ્રવણ, સમ્યગ્દર્શન, અણગારત્વ, બ્રહ્મચર્યવાસ, સંયમત્વ, સંવરત્વ, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. આરંભ અને પરિગ્રહના ભાવો બહિર્મુખી પ્રવૃત્તિ છે અને ધર્મશ્રવણ, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વગે૨ે અંતર્મુખી પ્રવૃત્તિ છે. તે બંનેનો સદ્ભાવ એક સાથે સંભવિત નથી. તેથી જ પ્રસ્તુત સૂત્રમાં કહ્યું છે કે આરંભપરિગ્રહના સ્વરૂપને જાણી, તેનો ત્યાગ ન કરે તે વ્યક્તિ ધર્મ શ્રવણથી કૈવલ્ય પર્યંતના ભાવોને પ્રાપ્ત કરી શકતા નથી.