________________
સ્થાન-૨: ઉદ્દેશક-૧
|| ૪૫]
સાધન અપેક્ષાએ ગહના પ્રકાર - મન, વચન તે ગહના સાધન છે. તેથી તેના બે પ્રકાર છેમાનસિક ગહ અને વાચિક ગહ. કેટલાક સાધક મનથી ગહ કરે છે. કેટલાક સાધક વચનથી ગહ કરે છે. મનથી ગહ કરનાર મુનિ કૈવલ્ય પ્રાપ્તિ પર્યત પહોંચી શકે છે. યથા– પ્રસન્નચંદ્ર રાજર્ષિ. વચનથી ગહ કરનાર સાધક પ્રાયઃ મનથી ગહ કરતા જ હોય અને તે ગહ જ કાર્યકારી બની શકે. જે માત્ર વચનથી ગહ કરે પરંતુ મનથી ન કરે તો તેની તે ગહ દ્રવ્ય ગહ જ કહેવાય. યથા– અંગારમર્દન આચાર્ય.
કાળની અપેક્ષાએ ગહના બે પ્રકાર :- (૧) દીર્ઘકાલીન ગહ (૨) અલ્પકાલીન ગહ. કેટલાક સાધક દીર્ઘકાળ સુધી કે જીવનપર્યત અમુક પાપની ગહ કરે છે. કેટલાક સાધક કોઈ દોષની અલ્પકાળ સુધી ગહ કરે છે. દીર્ઘતા–અલ્પતા સાપેક્ષ છે. એક માસની અપેક્ષાએ બે માસ દીર્ઘ અને બે માસની અપેક્ષાએ એક માસ અલ્પ કહેવાય.
પ્રત્યાખ્યાન - ગુરુની સાક્ષી પૂર્વક પાપ પ્રવૃત્તિની નિવૃત્તિનો સંકલ્પ કરવો અથવા પ્રમાદનો ત્યાગ કરી, સ્વેચ્છાથી પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ ગુરુ સમક્ષ જાહેર કરવો, તેને પ્રત્યાખ્યાન કહે છે. ગહ કર્યા પછી સાધક તે પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરે છે, પ્રત્યાખ્યાન કરે છે. તેના સૂત્રોક્ત પ્રકારે બે ભેદ ગહની સમાન જાણવો.
ત્રીજા સ્થાનમાં ત્રણ પ્રકારની ગહ અને ત્રણ પ્રકારના પ્રત્યાખ્યાન કહ્યા છે.
જ્ઞાન-ક્રિયાથી સંસાર પારગામી :१६ दोहिं ठाणेहिं संपण्णे अणगारे अणादीयं अणवदग्गं दीहमद्धं चाउरतं संसार कतारं वीईवएज्जा, तं जहा- विज्जाए चेव चरणेण चेव ।। ભાવાર્થ :- આ બે સ્થાનથી સંપન્ન અણગાર અનાદિ અનંત દીર્ઘ માર્ગવાળા એવં ચતુર્ગતિરૂપ વિભાગવાળા સંસારરૂપી ગહન વનને પાર કરે છે અર્થાતુ મુક્ત થાય છે, તે આ પ્રમાણે છે– (૧) વિદ્યા(જ્ઞાન) (૨) ચરણ(ચારિત્ર) વિવેચન :
જ્ઞાન ક્રિયાળાં મોક્ષદ = જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આ કથનની સિદ્ધિ પ્રસ્તુત સૂત્ર દ્વારા થાય છે. એકાંત જ્ઞાન કે એકાંત ક્રિયાપાલન મોક્ષમાર્ગ બની શકતા નથી. જ્ઞાન અને ક્રિયાનો સુયોગ્ય સમન્વય હોય અર્થાત્ જ્ઞાનપૂર્વકની ક્રિયા–ચારિત્રાચાર, તે જ મોક્ષમાર્ગ છે.
આરંભ અને પરિગ્રહથી ધર્મની દુર્લભતા :१७ दो ठाणाई अपरियाणेत्ता आया णो केवलिपण्णत्तं धम्म लभेज्ज