________________
[ ૪૪]
શ્રી ઠાણાગ સુત્ર-૧
(૨) સામુદાનિકી ક્રિયા. તે ક્રિયાઓના બે ભેદ ન થાય તેથી આ બીજા સ્થાનમાં તેનું કથન નથી અર્થાત્ પ્રસિદ્ધ પચ્ચીસ ક્રિયાઓનું વર્ણન પાંચમા સ્થાનમાં છે. પ્રસ્તુતમાં તેમાંથી ત્રેવીસ ક્રિયાનું વર્ણન છે.
પ્રસ્તુત સુત્રોક્ત જીવ અજીવ અને સાંપરાયિક ક્રિયામાં અનેક ક્રિયાઓનો સમાવેશ થાય છે. તેથી તે સામાન્ય ક્રિયા છે, અનેક ક્રિયાઓની સમૂહરૂપ ક્રિયા છે માટે પાંચમા સ્થાનમાં કહેલી પચ્ચીસ ક્રિયામાં તેની ગણતરી નથી.
તત્વાર્થ સૂત્ર વગેરેમાં પણ ર૫ ક્રિયા બતાવી છે. તે પાંચમા સ્થાન અનુસાર છે.
ગહ અને પ્રત્યાખ્યાન :१४ दुविहा गरहा पण्णत्ता, तं जहा- मणसा वेगे गरहइ, वयसा वेगे गरहइ । अहवा-गरहा दुविहा पण्णत्ता, तं जहा- दीहं वेगे अद्धं गरहइ, रहस्सं वेगे अद्ध गरहइ । ભાવાર્થ :- ગહ બે પ્રકારે કહી છે, યથા– (૧) કેટલાક લોકો મનથી ગર્તા(પોતાના પાપોની નિંદા) કરે છે. (૨) કેટલાક વચનથી ગહ કરે છે. ગહ બે પ્રકારની છે, યથા– (૧) કેટલાક લોકો દીર્ઘકાળ સુધી ગહ કરે છે (૨) કેટલાક લોકો અલ્પકાળ સુધી ગહ કરે છે. १५ दुविहे पच्चक्खाणे पण्णत्ते, तं जहा- मणसा वेगे पच्चक्खाइ, वयसा वेगे पच्चक्खाइ । अहवा पच्चक्खाणे दुविहे पण्णत्ते, तं जहा- दीहं वेगे अद्धं पच्चक्खाइ, रहस्सं वेगे अद्धं पच्चक्खाइ ।
ભાવાર્થ :- પ્રત્યાખ્યાનના બે પ્રકાર છે, યથા– (૧) કેટલાક લોકો મનથી પ્રત્યાખ્યાન(અશુભ કાર્યોનો ત્યાગ) કરે છે. (૨) કેટલાક લોકો વચનથી પ્રત્યાખ્યાન કરે છે અથવા પ્રત્યાખ્યાનના બે પ્રકાર છે, યથા(૧) કેટલાક લોકો લાંબા કાળના પ્રત્યાખ્યાન કરે છે. (૨) કેટલાક અલ્પકાળના પ્રત્યાખ્યાન કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અતીત આત્મદોષોની ગર્તા–નિંદા(પશ્ચાત્તાપ)નું અને ભવિષ્ય માટે પાપનું કે પ્રમાદનું પ્રત્યાખ્યાન કરવા સંબંધી નિરૂપણ છે. ગર્તા પ્રાયશ્ચિત્તના એક પ્રકાર રૂપ છે અને પ્રત્યાખ્યાન સંવરના શ્રેષ્ઠ સાધનરૂપ છે.
ગહ :- પોતાની ભૂલ કે પાપનો સ્વીકાર કરવો, પાપનું પ્રકાશન કરવું, તેને ગર્તા કહે છે. ગહ એટલે જુગુપ્સા. જુગુપ્સનીય પાપની જુગુપ્સા તે ગહ. ઉપયોગ શુન્ય ગહ કરે તો તે દ્રવ્ય ગહ કહેવાય છે. જ્યારે સમ્યગ્દષ્ટિ જીવ ઉપયોગપૂર્વક ગહ કરે તો તે ભાવગહ કહેવાય છે. આ સૂત્રમાં ભાવગહની વાત છે.