________________
સ્થાન-૨: ઉદ્દેશક-૧
[ ૪૩ ]
(૧૭) સ્વસ્તિકી ક્રિયા:- પોતાના હાથે થનારી ક્રિયા. તેના બે ભેદ છે– (૧) જીવસ્વસ્તિક ક્રિયાપોતાના હાથે કોઈ જીવને પકડી, બીજા જીવને મારવારૂપ ક્રિયા. જેમ કોઈ વ્યક્તિના માથાને પકડી બીજા જીવના માથા સાથે અફળાવવું. (૨) અજીવ સ્વસ્તિકી ક્રિયા- પોતાના હાથે તલવાર વગેરે(અજીવ) શસ્ત્ર પકડી અન્ય જીવને મારવારૂપ ક્રિયા. (૧૮) નૈસૃષ્ટિકી ક્રિયા - કોઈ વસ્તુના નિક્ષેપણ–ફેંકવાથી થતી ક્રિયા. તેના બે ભેદ છે– (૧) જીવ નૈસૃષ્ટિકી ક્રિયા- જીવને ફેંકવાથી થતી ક્રિયા. (૨) અજીવ નૈસૃષ્ટિકી ક્રિયા- અજીવને ફેંકવાથી થતી ક્રિયા. (૧૯) આશાપની કિયા - આજ્ઞા આપવાથી જે ક્રિયા થાય છે. તેના બે પ્રકાર છે– (૧) જીવ આજ્ઞાપની ક્રિયા- જીવના વિષયમાં આજ્ઞા દેવાથી થતી ક્રિયા. (૨) અજીવ આજ્ઞાપની ક્રિયા- અજીવના વિષયમાં આજ્ઞા દેવાથી થતી ક્રિયા. (૨૦) વૈદારણી ક્રિયા - કોઈ વસ્તુનું વિદારણ અર્થાત્ તેના છેદન-ભેદન કરવાથી લાગતી ક્રિયા. તેના બે ભેદ છે– (૧) જીવ વૈદારણી ક્રિયા- જીવના વિદારણરૂપ ક્રિયા. જેમકે શાકભાજી સુધારવાથી લાગતી ક્રિયા. (ર) અજીવ વૈદારણી ક્રિયા- અજીવના વિદારણરૂપ ક્રિયા. જેમ કે વસ્ત્ર, ધાતુ, મકાન, લાકડા, પત્થર વગેરે તોડવાથી લાગતી ક્રિયા. (૨૧) અનાભોગ પ્રત્યયા કિયા - અજ્ઞાન અથવા અસાવધાનીથી થતી ક્રિયા. તેના બે ભેદ છે– (૧) અનાયુક્ત આદાનતા ક્રિયા- અસાવધાની, ઉપયોગ વિના વસ્ત્રાદિને ગ્રહણ કરવાથી થતી ક્રિયા (૨) અનાયુક્ત પ્રમાર્જનતા ક્રિયા- અસાવધાનીથી પાત્રાદિનું પ્રમાર્જન કરવાથી થતી ક્રિયા. (રર) અનવકાંક્ષા પ્રત્યયા કિયા :- શરીરાદિની અપેક્ષા વિના થતી ક્રિયા. તેના બે ભેદ છે– (૧) આત્મ શરીર અનવકાંક્ષા- પોતાના શરીરની દરકાર રાખ્યા વિના અંગાદિ છેદવારૂપ પ્રવૃત્તિથી લાગતી ક્રિયા. જેમ કે સ્વયં નંપુસક બનવાની પ્રવૃત્તિ. (૨) પર શરીર અનવકાંક્ષા– બીજાના શરીરની દરકાર કર્યા વિના બળદ વગેરેને ડામ દેવા, ખસી કરવા, નાથવારૂપ પ્રવૃત્તિથી લાગતી ક્રિયા. (૨૩) પ્રેય-પ્રેમ પ્રત્યયાકિયા - રાગના નિમિત્તે થનારી ક્રિયા. તેના બે ભેદ છે– (૧) માયા પ્રત્યયામાયાના નિમિત્તે થતી ક્રિયા. (૨) લોભ પ્રત્યયા- લોભના નિમિત્તે થતી ક્રિયા. (૨૪) ફેષ પ્રત્યયાકિયા - ઢષને કારણે થતી ક્રિયા. તેના બે પ્રકાર છે– (૧) ક્રોધ પ્રત્યયા ક્રિયા-ક્રોધને કારણે જે ક્રિયા થાય છે. (૨) માન પ્રત્યયા ક્રિયા- અભિમાનના કારણે જે ક્રિયા થાય તે.
આ રીતે અહીં બાર સૂત્રોમાં દ્વિવિધતાના આધારે અગિયાર જોડકાથી રર સાંપરાયિક ક્રિયાનું વર્ણન છે. પ્રથમ સત્રમાં જીવક્રિયાના બે ભેદ સમ્યગુદર્શન–મિથ્યાદર્શન ક્રિયા મેળવતાં ૨૪ ક્રિયા સાંપરાયિક ક્રિયા કહેવાય છે. અજીવક્રિયાગત ઈર્યાપથિકી ક્રિયાને ગણનામાં લેતાં ૨૫ ક્રિયા થાય છે.
પાંચમા સ્થાનમાં પચ્ચીસ ક્રિયાઓનું વર્ણન છે. ત્યાં બે ક્રિયા વિશેષ છે. (૧) પ્રયોગ ક્રિયા અને