________________
[ ૪૨ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
(૯) આરંભિકી કિયા - હિંસા સંબંધી જે ક્રિયા થાય છે. તેના બે ભેદ છે– (૧) જીવ આરંભિકી ક્રિયાજીવનું ઉપમર્દન, વધ થાય તેવી ક્રિયા. (૨) અજીવ આરંભિકી ક્રિયા- તેના ત્રણ અર્થ છે– ૧. મૃત શરીરને બાળવા વગેરે ક્રિયા દ્વારા થાય છે. ૨. જીવાકાર વસ્ત્રાદિનું ઉપમર્દન કરતાં થાય છે. ૩. અજીવના માધ્યમથી અન્ય જીવોનું ઉપમર્દન થાય જીવનો વધ થાય તેવી ક્રિયા. (૧૦) પારિગ્રહિતી ક્રિયા - સામગ્રી એકત્ર કરવા રૂપ ક્રિયા અથવા પરિગ્રહની સુરક્ષા માટે થતી પ્રવૃતિ. તેના બે ભેદ છે– (૧) જીવપારિગ્રહિક ક્રિયા- દાસ, દાસી, પશુ વગેરના સંગ્રહ કરવા રૂપ પ્રવૃત્તિથી લાગતી ક્રિયા. (૨) અજીવ પારિગ્રાહકી ક્રિયા- વસ્ત્ર, પાત્ર, ધન વગેરેના સંગ્રહ કરવા રૂપ પ્રવૃત્તિથી લાગતી ક્રિયા. (૧૧) માયાપ્રત્યયા કિયા - માયાના કારણે જે ક્રિયા થાય છે. તેના બે ભેદ છે– (૧) આત્મભાવવંચના ક્રિયા પોતે પોતાને ધર્માત્મા કહેવડાવે પરંતુ અધર્મની પ્રવૃત્તિ કરે તેથી લાગતી ક્રિયા. (૨) પરભાવવંચના ક્રિયા- ખોટા દસ્તાવેજ દ્વારા અન્યને છેતરવાથી લાગતી ક્રિયા. (૧૨) મિથ્યાદર્શન પ્રત્યયાકિયા - મિથ્યાત્વના કારણે થતી ક્રિયા. તેના બે ભેદ છે– (૧) ઉનાતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા- વસ્તુનું જે સ્વરૂપ હોય તેથી ઓછું, અધિક કહેવું. જેમ કે આત્માને અંગૂઠા જેવડો અથવા લોકવ્યાપી કહેવો. (૨) તવ્યતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા- સભૂત વસ્તુના અસ્તિત્વનો સ્વીકાર ન કરવો. જેમ કે આત્માને ન માનવો.
(૧૩) દષ્ટિકા કિયા - વસ્તુના દર્શનના નિમિત્તે જે ક્રિયા થાય છે. રાગને વશીભૂત પ્રમાદી વ્યક્તિની રમણીય રૂપો જોવાના અભિપ્રાયથી થતી પ્રવૃત્તિ. તેના બે ભેદ છે– (૧) જીવદષ્ટિકા ક્રિયા- વૃક્ષ, વનાદિ સજીવના દર્શન માટે થતી પ્રવૃત્તિ. (૨) અજીવષ્ટિકા ક્રિયા- ચિત્રાદિ અજીવના દર્શન માટે થતી પ્રવૃત્તિ.
પુષ્ટિકા કિયા - તેના ત્રણ પ્રકારે અર્થ થાય છે– ૧. વસ્તુના સ્પર્શના નિમિત્તે થતી ક્રિયા. ૨. પ્રમાદવશ વસ્તુને સ્પર્શવારૂપ ક્રિયા. ૩. સાવધ પ્રશ્ન પૂછવાથી લાગતી ક્રિયા. સ્મૃષ્ટિકા ક્રિયાના બે પ્રકાર છે– (૧) જીવસ્મૃષ્ટિકા ક્રિયા- અશ્વ, હાથી વગેરે જીવને સ્પર્શ કરવા રૂપ ક્રિયા. (૨) અજીવસ્મૃષ્ટિકા ક્રિયા- સોફા, ગાલીચા વગેરે અજીવને સ્પર્શવારૂપ ક્રિયા.
(૧૫) પ્રાતીત્યિક ક્રિયા :- બહારની વસ્તુના રાગ-દ્વેષના કારણે થતી ક્રિયા. તેના બે ભેદ છે– (૧) જીવ પ્રાતીયિકી ક્રિયા- જીવને નિમિત બનાવી રાગદ્વેષ કરતાં જે ક્રિયા થાય છે. (૨)અજીવ પ્રાતીયિકી ક્રિયા- અજીવને નિમિત્ત બનાવીને રાગદ્વેષ કરતાં જે ક્રિયા થાય તે. (૧) સામતોપનિપાતિકી કિયા - પોતાની સંગ્રહિત વસ્તુઓ માટે લોકોની પ્રશંસારૂપ અભિપ્રાય સાંભળી ખુશ થવાથી જે ક્રિયા થાય છે તથા તેના વેપારથી લાગતી ક્રિયા. તેના બે પ્રકાર છે– (૧) જીવ સામંતોપનિપાતિકી ક્રિયા પોતાના હાથી, ઘોડા વગેરે સજીવ વસ્તુની પ્રશંસા સાંભળી જે ક્રિયા થાય તે. (૨) અજીવ સામંતોપનિપાતિકી ક્રિયા- પોતાના રથ, પાલખી વગેરે અજીવ વસ્તુની પ્રશંસા સાંભળી જે ક્રિયા થાય તે.