________________
સ્થાન—૨ : ઉદ્દેશક ૧
જીવમાં ક્રિયા નથી. ક્રિયા યોગજન્ય છે. સિદ્ધના જીવ અયોગી છે, તેથી તેમને ક્રિયા નથી. જીવક્રિયાના બે ભેદ છે– (૧) સમ્યગ્દર્શન ક્રિયા–સમ્યક્ત્વ ક્રિયા. તેના બે અર્થ છે– સમ્યક્ત્વના સદ્ભાવમાં જે ક્રિયા થાય તે અને આગમોત તત્ત્વોમાં શ્રદ્ધા રાખવી તે. (૨) મિથ્યાદર્શન ક્રિયા– તેના બે અર્થ છે– મિથ્યાત્વના સદ્ભાવમાં જે ક્રિયા થાય તે અને આગમોક્ત તત્ત્વોમાં શ્રદ્ધા નહીં રાખવી તે.
૪૧
(૨) અજીવ ક્રિયા :– અજીવના નિમિત્તે જે ક્રિયા થાય તે અજીવ ક્રિયા. પાંચ અજીવ દ્રવ્યમાંથી એક પુદ્ગલ દ્રવ્યમાં જ ગમનાદિ ક્રિયા છે. શેષ ચાર દ્રવ્યમાં ક્રિયા નથી. પુદ્ગલ દ્રવ્યની ગમનાદિ ક્રિયાપણા અહીં વિવક્ષિત નથી. અજીવ ક્રિયાના બે ભેદ છે– (૧) ઐર્યાપથિક ક્રિયા– કષાય રહિત જીવની ક્રિયા. ૧૧, ૧૨, ૧૩મા ગુજસ્થાનવી આત્માઓની ગમનાદિ ક્રિયા. (૨) સાંપરાયિક ક્રિયા- સાંપરાય એટલે કપાય. કાય યુક્ત જીવોની ક્રિયા.
(૩) કાયિકી ક્રિયા :– કાયા—શરીર દ્વારા કરવામાં આવતી ક્રિયા. તેના બે ભેદ છે– (૧) અનુપરત કાયિકી ક્રિયા– સમસ્ત જીવોને શરીરના સદ્ભાવે લાગતી ક્રિયા. (ર) દુષ્પ્રયુક્ત કાયિકી ક્રિયા– ઈન્દ્રિય અને મનના વિષયોમાં આસક્તિથી પ્રવૃત્ત જીવોને લાગતી ક્રિયા.
(૪) આધિકરણિકી ક્રિયા :– અધિકરણ = શસ્ત્ર. શસ્ત્ર પ્રયોગ રૂપ ક્રિયા. (૧) સંયોજનાધિકરણિકી ક્રિયા– પૂર્વ નિર્મિત ભાગોને જોડીને શસ્ત્ર બનાવવા. જેમ કે તલવાર અને તેની મૂઠનું સંયોજન કરી ખડ્ગ તૈયાર કરવામાં આવે તે. (૨) નિવૃતનાધિકરણિકી ક્રિયા– નવા શસ્ત્ર બનાવવા રૂપ ક્રિયા. જેમ કે ભાલા વગેરે બનાવવા.
(૫) પ્રાદેશિકી ક્રિયા :– દ્વેષયુક્ત ભાવથી થતી ક્રિયા. તેના બે ભેદ છે– (૧) જીવ પ્રાદૈશ્વિકી ક્રિયા– જીવ ઉપર દ્વેષ કરવો તે. (૨) અજીવ પ્રાક્રેષિકી ક્રિયા– અજીવ ઉપર દ્વેષ કરવો તે. જેમ કે ઠેસ લાગતા પથ્થરાદિ પર દ્વેષ કરવો.
(૬) પારિતાપનિકી ક્રિયા :– બીજાને સંતાપ દેવારૂપ ક્રિયા. તેના બે ભેદ છે– (૧) સ્વહસ્ત પારિતાપનિકી -આર્તધ્યાનને વશ થઈ પોતાના હાથે પોતાના શરીર પર માર મારવો. (૨) પરહસ્ત પારિતાપનિકી પરના હાથે પોતાને તથા પરને પરિતાપ આપવા રૂપ ક્રિયા.
(૭) પ્રાણાતિપાતિકી ક્રિયા :– જીવોના પ્રાણ નષ્ટ કરવા રૂપ ક્રિયા, પ્રાણાતિપાતના હેતુપૂર્વકની તાડનાદિ ક્રિયા. તેના બે ભેદ છે– (૧) સ્વહસ્તે પ્રાણાતિપાતિકી પોતાના હાથે પોતાના કે પરના પ્રાણનો ઘાત કરવો તે. (૨) પરહસ્ત પ્રાણાતિપાતિકી– પરના હાથે પોતાના કે પરના પ્રાણનો ઘાત કરવો.
ઃ–
(૮) અપ્રત્યાખ્યાન ક્રિયા :– અવિરતિના કારણે થતી ક્રિયા. વસ્તુઓનો ત્યાગ નથી કર્યો ત્યાં સુધી લાગતી ક્રિયા. જેઓએ મનુષ્યભવમાં વ્રત પ્રત્યાખ્યાન દ્વારા આશ્રવનો નિરોધ કર્યો નથી તેઓને સંસારમાં જેટલા આરંભના કાર્યો થઈ રહ્યા છે તે બધાની નિરંતર અવ્રતની ક્રિયા આવ્યા કરે છે. તેના બે ભેદ છે– (૧) જીવ અપ્રત્યાખ્યાન ક્રિયા– જીવસંબંધી અપ્રત્યાખ્યાનથી લાગતી ક્રિયા. (૨) અજીવ અપ્રત્યાખ્યાન ક્રિયા– અજીવ (નિર્જીવ) ખાદ્ય અખાધ પદાર્થ સંબંધી અપ્રત્યાખ્યાનથી લાગતી ક્રિયા.