________________
૪૦ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
अणवकंखवत्तिया चेव । अणाभोगवत्तिया किरिया दुविहा पण्णत्ता, तं जहा- अणाउत्तआयाणया चेव, अणाउत्तपमज्जणया चेव । अणवकंखवत्तिया किरिया दुविहा पण्णत्ता, तं जहा- आयसरीरअणवकखवत्तिया चेव, परसरीरअणवकखवत्तिया चेव । ભાવાર્થ :- ક્રિયાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અનાભોગ પ્રત્યયા ક્રિયા (૨) અનવકાંક્ષા પ્રત્યયા ક્રિયા. અનાભોગ પ્રત્યયા ક્રિયાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અનાયુક્ત આદાનતા ક્રિયા (૨) અનાયુક્ત પ્રમાર્જનતા ક્રિયા. અનવકાંક્ષા પ્રત્યયા ક્રિયાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) આત્મશરીર અનવકાંક્ષા પ્રત્યયા ક્રિયા (૨) પરશરીર અનવકાંક્ષા પ્રત્યયા ક્રિયા. १३ दो किरियाओ पण्णत्ताओ, तं जहा- पेज्जवत्तिया चेव, दोसवत्तिया चेव । पेज्जवत्तिया किरिया दुविहा पण्णत्ता, तं जहा- मायावत्तिया चेव, लोभवत्तिया चेव । दोसवत्तिया किरिया दुविहा पण्णत्ता, तं जहा- कोहे चेव, माणे चेव । ભાવાર્થ :- ક્રિયાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રેય(રાગ) પ્રત્યયા ક્રિયા (ર) દ્વેષ પ્રત્યયા ક્રિયા. પ્રેય પ્રત્યયા ક્રિયાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) માયા પ્રત્યયા ક્રિયા (૨) લોભ પ્રત્યયા ક્રિયા. દ્વેષ પ્રત્યયા ક્રિયાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધ પ્રત્યયા ક્રિયા (૨) માન પ્રત્યયા ક્રિયા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રાણીઓની મુખ્ય અને વિવિધ પ્રવૃત્તિઓનું ક્રિયારૂપે સંકલન કરવામાં આવ્યું છે. પ્રાણીઓની મુખ્ય ત્રણ પ્રવૃત્તિ હોય છે; કાયિક, વાચિક અને માનસિક. પ્રયોજનવશ તેના અનેક રૂપ બને છે. પ્રાણીઓ આજીવિકા માટે આરંભ અને પરિગ્રહની પ્રવૃત્તિ કરે અને સુરક્ષા માટે તે શસ્ત્ર નિર્માણ કરે છે. આ રીતે તેની વિધ–વિધ પ્રવૃત્તિઓ થયા જ કરે છે. તેમાં કેટલીક પ્રવૃત્તિઓ તે જ્ઞાનદશામાં કરે છે તો કેટલીક પ્રવૃત્તિઓ અજ્ઞાનતાથી કરે છે.
પ્રસ્તુત સૂત્રોમાં પ્રેરણારૂપ, પરિણામરૂપ અને પ્રકારરૂપ પ્રવૃત્તિ દષ્ટિગોચર થાય છે. અપ્રત્યાખ્યાન, પ્રેયસ, આકાંક્ષા વગેરે પ્રેરણારૂપ પ્રવૃત્તિ છે. ઈર્યાપથિક અને સાંપરાયિકક્રિયા કર્મબંધરૂપ પ્રવૃત્તિના પરિણામ છે, શેષ તેના પ્રકાર છે. આ રીતે પ્રવૃત્તિઓનું સંકલન કરી સૂત્રકારે વૈયક્તિક અને સામાજિક જીવનની અવસ્થાઓનું સુંદર ચિત્ર રજૂ કર્યું છે. કિયા - પ્રાણીઓની પ્રવૃત્તિઓ 'ક્રિયા' કહેવાય છે; જે કરવામાં આવે કે જે કરાય તે ક્રિયા અને જેનાથી કર્મ આવે તે ક્રિયા. બીજું સ્થાન હોવાથી અહીં બે-બે ક્રિયાના ૧૨ જોડકા દ્વારા ૨૪ ક્રિયાઓનું વર્ણન છે. તે ૨૪ ક્રિયાના પુનઃ બે-બે ભેદ કરતાં કુલ ૪૮ ક્રિયાનું નિરૂપણ છે. (૧) જીવ ક્રિયા:- જીવોની પ્રવૃત્તિ, જીવોનો વ્યાપાર તે જીવ ક્રિયા. સંસારી જીવમાં ક્રિયા હોય છે, સિદ્ધ