________________
[ ૪૮]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
ભાવાર્થ :- બે સમા કહી છે, તે આ પ્રમાણે છે– (૧) અવસર્પિણીસમા (૨) ઉત્સર્પિણી સમા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં બે પ્રકારના કાળનું કથન છે. સમા:- અહીં 'સમા’ શબ્દ કાલવાચક(સમય અર્થમાં પ્રયુક્ત) છે. કાલના બે પ્રકાર છે– (૧) અવસર્પિણી સમા- અવસર્પિણી કાલ. આ કાલમાં વસ્તુઓના રૂપ, રસ, ગંધ આદિ તથા જીવોના આયુ, અવગાહના (ઊંચાઈ), બલ, બુદ્ધિ, સુખ આદિનો ક્રમથી હાસ થાય છે. (૨) ઉત્સર્પિણી સમા– ઉત્સર્પિણી કાલ. આ કાલમાં વસ્તુઓના રૂપ, રસ, ગંધ આદિ તથા જીવોના આયુ, અવગાહના, બલ, બુદ્ધિ, સુખ આદિનો ક્રમથી વિકાસ થાય છે. ઉન્માદના બે પ્રકાર :
२१ दुविहे उम्माए पण्णत्ते, तं जहा- जक्खाएसे चेव, मोहणिज्जस्स चेव कम्मस्स उदएणं ।
तत्थ णं जे से जक्खाएसे- से णं सुहवेयतराए चेव, सुहविमोयतराए चेव। तत्थ णं जे से मोहणिज्जस्स कम्मस्स उदएणं- से णं दुहवेयतराए चेव, दुहविमोयतराए चेव । ભાવાર્થ :- ઉન્માદ અર્થાત્ બુદ્ધિની વિપરીતતા બે પ્રકારે કહી છે, યથા– (૧) યક્ષાવેશજન્ય- શરીરમાં યક્ષ પ્રવેશે તજન્ય ઉન્માદ (૨) મોહનીય કર્મના ઉદયજન્ય ઉન્માદ, તેમાં જે યક્ષાવેશ જનિત ઉન્માદ છે, તે સુખ ભોગવાય અને સુખે દૂર થાય તેવો છે અને મોહનીય કર્મજનિત ઉન્માદ છે, તે દુઃખે ભોગવાય અને દુઃખે છૂટે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે ચિત્ત વિક્ષિપ્તતાના કારણનું કથન કર્યું છે. ચિત્ત વિક્ષેપને ઉન્માદ કહેવામાં આવે છે. ચિત્તની વિક્ષિપ્તતા-બુદ્ધિનો ભ્રમ બે કારણે થાય છે– (૧) યક્ષ વગેરે દેવ શરીરમાં પ્રવેશે (૨) મોહનીય કર્મના ઉદયથી. આ બંને પ્રકારના ઉન્માદમાંથી યક્ષજન્ય ઉન્માદ ઈહભવિક હોય તેથી તેની પીડા પણ ઈહભવિક હોય છે.
મોહનીય કર્મના ઉદયજન્યવિક્ષિપ્તતા વધુ કષ્ટદાયક છે. મોહનીય કર્મના ઉદયે આત્મામાં વિપરીત પરિણતિઓ ઉત્પન્ન થાય છે. તેથી જે પદાર્થ પોતાના નથી તેને જીવ પોતાના માને છે. આ ઉન્માદવાળો જીવ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકતો નથી. આ ઉન્માદ ભવો ભવ સાથે રહે છે. તે અનંત સંસાર પરિભ્રમણ