________________
[ ૨૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
ભાવાર્થ - (નિયતિવાદી આ પ્રમાણે નિરૂપણ કરે છે) આ લોકમાં બે પ્રકારના પુરુષો હોય છે– એક પુરુષ ક્રિયાનું કથન કરે છે જ્યારે બીજો પુરુષ ક્રિયાનું કથન કરતો નથી(ક્રિયાનો નિષેધ કરે છે). જે પુરુષ ક્રિયાનું કથન કરે છે અને જે પુરુષ ક્રિયાનો નિષેધ કરે છે, તે બંને એક સમાન છે, એક જ અર્થવાળા અને એક જ કારણને પ્રાપ્ત થયેલા છે.(અર્થાત્ તે બંને નિયતિ પ્રમાણે જ બોલે છે.)
નિયતિવાદી પોતાના સિદ્ધાંતને સ્પષ્ટ કરે છે કે– સુખ અને દુઃખના કારણભૂત કાળ, કર્મ તથા ઈશ્વર આદિને સ્વીકારનારા અજ્ઞાની લોકો એમ સમજે છે કે હું જે કંઈ પણ દુઃખ પામી રહ્યો છું, શોક(ચિંતા) કરી રહ્યો છું, દુઃખમાં આત્મનિંદા(પશ્ચાતાપ) કરી રહ્યો છું અથવા શારીરિક શક્તિનો નાશ કરી રહ્યો છું, પીડા પામી રહ્યો છું, સંતપ્ત થઈ રહ્યો છું, તે બધું મારા કરેલા કર્મોનું જ ફળ છે તથા બીજાઓ જે દુઃખ પામે છે, શોક કરે છે, આત્મનિંદા કરે છે, શારીરિક બળનો નાશ કરે છે, પીડા પામે છે કે સંતપ્ત થાય છે, તે તેણે કરેલાં કર્મોનું ફળ છે. આ રીતે તે અજ્ઞાની લોકો કાળ, કર્મ, ઈશ્વર આદિને સુખ-દુઃખનું કારણ માનીને પોતાના તથા બીજાના સુખ-દુઃખાદિમાં પોત-પોતાના કર્મોને કારણભૂત માને છે.
પરંતુ નિયતિને સુખ-દુઃખનું કારણ માનવાવાળા બુદ્ધિમાન પુરુષ તો એમ સમજે છે કે હું જે કંઈ દુઃખ ભોગવું છું, શોકમગ્ન યાવતુ સંતપ્ત થાઉં છું, તે બધું મારા કરેલાં કર્મોનું ફળ નથી તથા બીજો પુરુષ જે દુઃખ ભોગવે છે યાવત સંતપ્ત થાય છે, તે પણ તેણે કરેલાં કર્મોનું ફળ નથી પણ આ બધો નિયતિનો પ્રભાવ છે. આ રીતે બુદ્ધિમાન પુરુષ સુખ-દુઃખના કારણભૂત નિયતિને જ સ્વીકારે છે, બીજા કારણોને સ્વીકારતા નથી. ४१ से बेमि- पाईणं वा जाव जे तसथावरा पाणा ते एवं संघायमावज्जति, ते एवं विपरियायमावज्जति, ते एवं विवेगमावज्जति, ते एवं विहाणमागच्छंति, ते एवं संगइयति । उवेहाए णो एयं विप्पडिवेदेति, तं जहा- किरिया इ वा जावणिरए इ वा अणिरए इ वा । एवं ते विरूवरूवेहिं कम्मसमारंभेहिं विरूवरूवाई कामभोगाई समारभंति भोयणाए । एवामेव ते अणारिया विप्पडिवण्णा तं सद्दहमाणा जाव इति ते णो हव्वाए णो पाराए, अंतरा कामभोगेसु विसण्णा ।
चउत्थे पुरिसजाए णियतिवाइए त्ति आहिए । શદાર્થ:- સંપાયમાવલિ = શરીરને પ્રાપ્ત થાય છે નિયિાયમાવતિ = બાલ, યુવા આદિ વિવિધ પર્યાયોને પ્રાપ્ત થાય છેfકવેરાની ઉન્નતિ = વિવેકને પ્રાપ્ત થાય છે– વિવેકવાન બને છેવિદાળમીતિક વિવિધ પ્રકારોને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :- હું (નિયતિવાદી) કહું છું કે પૂર્વ આદિ દિશાઓમાં રહેનારા જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે, તે નિયતિના પ્રભાવથી જ ઔદારિક આદિ શરીર સંઘાતને પ્રાપ્ત કરે છે, નિયતિના પ્રભાવથી જ બાલ્ય, યુવા અને વૃદ્ધાવસ્થા આદિ પર્યાયોને પ્રાપ્ત કરે છે, નિયતિના પ્રભાવથી જ શરીરથી અલગ થાય છે અર્થાતુ મૃત્યુ પામે છે, નિયતિના પ્રભાવથી જ કાણા, કુબડા વગેરે વિવિધ પ્રકારોને પ્રાપ્ત કરે છે, નિયતિના પ્રભાવથી જ વિવિધ પ્રકારના સુખ દુઃખ પ્રાપ્ત કરે છે.
(શાસ્ત્રકાર કહે છે કે–) આ રીતે સર્વ શુભાશુભ કાર્યોના કારણભૂત નિયતિને સ્વીકારનારા નિયતિવાદી ક્રિયા-અક્રિયા, પુણ્ય-પાપ થાવ નરક કે નરકથી ભિન્ન અન્ય ગતિને માનતા નથી. નિયતિવાદીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org