________________
અધ્યયન-૧: પુંડરીક
_
૨૭ ]
તે સરાગી હોય, તો તે સામાન્ય મનુષ્ય જેવા જ છે તે સૃષ્ટિનું સર્જન કરી શકે નહીં. જો તે વીતરાગી હોય, તો આ સ્વર્ગ-નરક રૂપ વિચિત્ર સૃષ્ટિનું સર્જન કરી શકે નહીં, વીતરાગી પુરુષ એક જીવને પુણ્યની અને એક જીવને પાપની પ્રેરણા આપી શકે નહીં. તેથી સ્પષ્ટ થાય છે કે આ સૃષ્ટિના સર્જનહાર કે સંચાલક ઈશ્વર આદિ કોઈ વ્યક્તિ નથી. જીવ પોતાના કર્મજન્ય સંસ્કાર પ્રમાણે શુભાશુભ પ્રવૃત્તિ કરે છે, પરિણામે તદનુસાર કર્મબંધ કરીને શુભાશુભ ગતિમાં પોતેજ પરિભ્રમણ કરે છે.
તે જ રીતે એક જ આત્માને માનવો, તે પણ યોગ્ય નથી. આ જગતમાં જો એક જ આત્મા હોય તો મોક્ષ પ્રાપ્તિનો પુરુષાર્થ નિરર્થક જાય છે. આ લોકમાં અનંત જીવોની વિચિત્રતા પ્રત્યક્ષ સિદ્ધ છે, તેથી આત્માદ્વૈતવાદની માન્યતા પણ ન્યાયસંગત નથી, તે પ્રત્યક્ષ વિરુદ્ધ અને વ્યવહાર વિરુદ્ધ પ્રતીત થાય છે. ચોથો પુરુષ : નિયતિવાદી :|३९ अहावरे चउत्थे पुरिसजाए णियतिवाइए त्ति आहिज्जइ । इह खलु पाईणं वा तहेव जाव सेणावइपुत्ता वा; तेसिं च णं एगइए सड्डी भवइ, काम त समणा य माहणा संपहारिंसु गमणाए जाव जहा मे एस धम्मे सुअक्खाए सुपण्णत्ते भवइ । ભાવાર્થ:- ત્યાર પછી હવે નિયતિવાદી નામના ચોથા પુરુષનું વર્ણન કરવામાં આવે છે. આ મનુષ્યલોકમાં પૂર્વ-પશ્ચિમ વગેરે દિશાઓમાં ઉત્પન્ન થયેલા વિવિધ મનુષ્યો રહે છે. તેમાં કેટલાક આર્ય, કેટલાક અનાર્ય હોય છે. તેમાં કોઈ રાજા, સેનાપતિ, સેનાપતિ પુત્ર વગેરેથી યુક્ત રાજપરિષદ હોય છે. તે સભાસદોમાંથી કોઈ પુરુષ શ્રદ્ધાવાન હોય છે. તે શ્રદ્ધાવાન પુરુષ ધર્મપ્રાપ્તિની ઇચ્છાથી કોઈ શ્રમણ કે બ્રાહ્મણ પાસે જાય છે અને ધર્મની પ્રરૂપણા કરનાર પુરુષ તેને આ પ્રમાણે કહે છે- હું જે ઉત્તમ ધર્મનો બોધ આપું છું તેને આપ પૂર્વ પુરુષો દ્વારા સમ્યક પ્રકારે પ્રરૂપિત અને સત્ય સમજો. ४० इह खलु दुवे पुरिसा भवंति- एगे पुरिसे किरियमाइक्खइ, एगे पुरिसे णोकिरियमाइक्खइ । जे य पुरिसे किरियमाइक्खइ, जे य पुरिसे णोकिरियमाइक्खइ, दो वि ते पुरिसा तुल्ला एगट्ठा कारणमावण्णा ।
बाले पुण एवं विप्पडिवेदेइ कारणमावण्णे,तं जहा- जो अहमंसि दुक्खामि वा सोयामि वा जूरामि वा तिप्पामि वा पिडामि वा परितप्पामि वा अहं तमकासी, परो वा जं दुक्खइ वा सोयइ वा जूरइ वा तिप्पइ वा पिड्डइ वा परितप्पइ वा परो एयमकासि, एवं से बाले सकारणं वा परकारणं वा एवं विप्पडिवेदेइ कारणमावण्णे ।
मेहावी पुण एवं विप्पडिवेदेइ कारणमावण्णे- अहमंसि दुक्खामि वा सोयामि वा जूरामि वा तिप्पामि वा पिड्डामि वा परितप्पामि वा णो अहमेतमकासि परो वा जं दुक्खइ वा जाव परितप्पइ वा णो परो एयमकासि । एवं से मेहावी सकारणं वा परकारणं वा एवं विप्पडिवेदेइ कारणमावण्णे । શાર્થક-
= કારણને પ્રાપ્ત થયેલા. ઈશ્વર કર્મ આદિ સિદ્ધાંતને સુખ-દુઃખનું કારણ માનનારા અથવા નિયતિને સુખ-દુઃખનું કારણ માનનારા. આ રીતે આ શબ્દનો બે અર્થોમાં બે વાર પ્રયોગ થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org