________________
[૨૪]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ઈશ્વર કર્તુત્વવાદ અને મોક્ષપ્રાપ્તિમાં તેની અસફળતાનું નિરૂપણ છે. ઈશ્વર કર્તવવાદ– તેમના મતાનુસાર સમગ્ર સૃષ્ટિનો કર્તા ઈશ્વર છે. ઈશ્વર એક, સર્વવ્યાપી, નિત્ય, સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે. તે પોતાની ઇચ્છાનુસાર જીવોને કર્મોનું ફળ આપે છે, સ્વર્ગ-નરકમાં મોકલે છે. સમગ્ર સૃષ્ટિનું સંચાલન ઈશ્વર કરે છે.
अज्ञो जन्तुरनीशोऽयं, आत्मनः सुखदुःखयोः ।
ईक्तरप्रेरितो गच्छेत्, स्वर्ग वा क्तभ्रमेव वा ॥ આ અજ્ઞાની જીવમાં સુખ પ્રાપ્તિ કે દુઃખ મુક્તિની શક્તિ નથી, પોતાના સુખ-દુઃખનો માલિક તે સ્વયં નથી, પરંતુ ઈશ્વરની પ્રેરણાથી જ તે સ્વર્ગ કે નરકમાં જાય છે અને સુખ-દુ:ખ પ્રાપ્ત કરે છે.
આ પ્રકારની વિપરીત માન્યતાના કારણે તેઓ જગતની વિચિત્રતાના કારણભૂત ક્રિયા-અક્રિયા, પુણ્ય-પાપ, કર્મબંધ અને કર્મ મુક્તિ આદિ કોઈ પણ તત્ત્વને સ્વીકારતા નથી, તેથી તેઓ આરંભ સમારંભમાં અને કામભોગોમાં જ પ્રવૃત્ત થઈને, અનંત કર્મબંધ કરીને ઘોર સંસાર સાગરમાં ફસાઈ જાય છે, તે જીવો મોક્ષ કે મોક્ષમાર્ગને પ્રાપ્ત કરી શકતા નથી. આત્માદ્વૈતવાદીનો સમાવેશ પણ આ તૃતીય પુરુષના વર્ણનમાં જ થાય છે. આત્મસ્વૈતવાદી- આત્માદ્વૈતવાદી એક આત્માને જ સમસ્ત વિશ્વનું કારણ કહે છે. જેમ કે
एक एव हि भूतात्मा, भूते भूते व्यवस्थितः ।
एकधा बहुधा चैव, दृश्यते जलचन्द्रवत् ॥ એક જ આત્મા સમસ્ત પ્રાણીઓમાં સ્થિત છે. તે એક હોવા છતાં અનેક કળશોના જલમાં પડતા એક ચંદ્રના અનેક પ્રતિબિંબોની જેમ ભિન્ન-ભિન્ન દેખાય છે.
આ જગતમાં જે કાંઈ થઈ ગયું છે, થાય છે અને થવાનું છે, તે સર્વ આત્મા જ છે, જેમાં પાણીનો પરપોટો પાણીમય છે, માટીના વાસણ માટીમય છે, તે જ રીતે સમસ્ત વિશ્વ આત્મા દ્વારા નિર્મિત હોવાથી આત્મામય છે. ઈશ્વર કત્વવાદી અને આત્માદ્વૈતવાદી બંને જગતના સમસ્ત કાર્યોમાં પુરુષ એટલે ઈશ્વર અથવા આત્માને કારણભૂત માને છે. તેથી આ અધ્યયનના પુંડરીક-પુષ્કરિણી સંબંધી દષ્ટાંત પૂર્વકના વર્ણનમાં તે બંનેનો સમાવેશ ત્રીજા પ્રકારના પુરુષમાં થાય છે.
ઈશ્વર અથવા આત્માને જગકર્તા માનવા ઉચિત નથી, કારણ કે જગત્કર્તા ઈશ્વર હોય, તો પ્રશ્ન થાય કે ઈશ્વરે કોની ઇચ્છાથી સૃષ્ટિનું સર્જન કર્યું ? અને ઈશ્વરનું સર્જન કોણે કર્યું? જો તેણે અન્યની પ્રેરણાથી સૃષ્ટિનું સર્જન કર્યું હોય કે ઈશ્વરનું સર્જન અન્ય કોઈએ કર્યું હોય, તો તે વ્યક્તિએ કોની ઇચ્છાથી સર્જન કર્યું? અને તે વ્યક્તિને કઈ વ્યક્તિએ ઉત્પન્ન કરી? આ રીતે સમાધાન કરતાં-કરતાં પ્રશ્નોની પરંપરાનો અંત આવતો નથી. તેથી અનવસ્થા દોષ આવે છે અને ઇચ્છા વિના જ સ્વયં સૃષ્ટિનું સર્જન થયું હોય કે ઈશ્વરનું સ્વતઃ સર્જન થયું હોય તો આ સમસ્ત સંસારનું સ્વતઃ જ સર્જન થયું છે, તેમ માનવું યથાસંગત છે, પરંતુ તેમાં કાંઈ ઈશ્વરને સંસારના કર્તા માનવાની જરૂર રહેતી નથી.
તે ઉપરાંત સૃષ્ટિના સર્જનહાર ઈશ્વર હોય, તો પ્રશ્ન થાય કે તે ઈશ્વર સરાગી છે કે વીતરાગી? જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org