________________
અધ્યયન-૧: પુંડરીક
_
[ ૨૯ ]
વિવિધ પ્રકારનાં સાવધકર્મોનાં અનુષ્ઠાન કરીને કામ-ભોગનો ઉપભોગ કરે છે, તેથી તેઓ અનાર્ય છે. નિયતિવાદમાં શ્રદ્ધા રાખનારા તેઓ આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના વચ્ચે જ કામ-ભોગમાં ફસાઈને ખેદ પામે છે.
આ રીતે ચોથા પુરુષ રૂપે નિયતિવાદીનું કથન થયું. ४२ इच्चेए चत्तारि पुरिसजाया णाणापण्णा णाणाछंदा णाणासीला णाणादिट्ठी णाणारुई णाणारंभा णाणाअज्झवसाणसंजुत्ता पहीणपुव्वसंजोगा आरियं मग्गं असंपत्ता, इति ते णो हव्वाए णो पाराए, अंतरा कामभोगेसु विसण्णा । શબ્દાર્થ :- MITIYUT = ભિન્ન-ભિન્ન બુદ્ધિવાળા નાળાછલા = ભિન્ન-ભિન્ન અભિપ્રાયવાળા પાલીતા વિવિધ પ્રકારના શીલવાના વિવિધ પ્રકારની રુચિનગાગવાનસંગુત્તા=વિવિધ પ્રકારના અધ્યવસાયોથી સંયુક્ત પદાપુષ્ય નો T = પૂર્વસંયોગોને છોડેલા. ભાવાર્થ:- આ રીતે પૂર્વોક્ત ચારે ય પુરુષો ભિન્ન-ભિન્ન બુદ્ધિવાળા, વિભિન્ન અભિપ્રાયવાળા, વિભિન્ન આચારવાળા, વિવિધ દષ્ટિ(દર્શન)વાળા, વિવિધ રુચિવાળા, વિવિધ પ્રકારના આરંભ-સમારંભ કરનારા તથા વિવિધ વિચારધારાવાળા છે, તેમણે માતા-પિતા આદિ ગૃહસ્થાશ્રમના પૂર્વસંયોગો છોડી દીધા છે, પરંતુ મોક્ષ માર્ગને પ્રાપ્ત થયા નથી. તેથી તેઓ આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના વચ્ચે જ કામ-ભોગમાં આસક્ત બનીને ખેદને પામે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં નિયતિવાદનું સ્વરૂપ તથા તેમની મોક્ષ પ્રાપ્તિમાં અસફળતાનું નિદર્શન છે. નિયતિવાદ– આ મતાનુસાર સમસ્ત ચર-અચર જગત નિયતિથી જ બંધાયેલું છે. જે કાર્ય, જ્યારે, જે રીતે થવાનું હોય છે તે જ રીતે થાય છે, હોનહાર ફરનાર નથી. સંસારના સમસ્ત પ્રાણીઓ જે સુખ-દુઃખાદિ ભોગવે છે તે સર્વ નિયતિકૃત છે. ઘણીવાર એક જ કાર્યસિદ્ધિ માટે બે વ્યક્તિનો સમાન પુરુષાર્થ હોવા છતાં બંનેને સમાન ફળ પ્રાપ્ત થતું નથી તેથી સ્પષ્ટ થાય છે કે આ જગતની વિચિત્રતાનું કારણ કાળ, સ્વભાવ, ઈશ્વર, પુરુષાર્થ કે કર્મો નથી પરંતુ સર્વત્ર નિયતિ જ કારણભૂત છે.
આ પ્રકારની માન્યતાથી તેઓ ક્રિયા-અક્રિયા, પુણ્ય-પાપ આદિ તત્ત્વને સ્વીકારતા નથી. તેઓ નિશ્ચિત પણે આરંભ-સમારંભના કાર્યોમાં પ્રવૃત્ત થાય છે, કામભોગમાં આસક્ત બનીને સંસારમાં ફસાઈ જાય છે.
કોઈ પણ કાર્યની સિદ્ધિમાં કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને વર્તમાનનો પુરુષાર્થ તે પાંચે સમવાય કારણભૂત બને છે. એકાંત નિયતિથી જ કાર્યસિદ્ધિ થતી નથી. એક નિયતિને જ માનવાથી પુરુષાર્થ આદિનો નિષેધ થાય છે અને તેથી અનેક દોષોની સંભાવના છે.
આ રીતે તજીવ તન્શરીરવાદી, પંચ મહાભૂતવાદી કે આત્મષષ્ઠવાદી, ઈશ્વરકર્તુત્વવાદી તથા નિયતિવાદી, આ ચારે પ્રકારની માન્યતાને સ્વીકારનારા પુરુષોની દષ્ટિ જ વિપરીત હોવાથી તેઓની પ્રવૃત્તિ પણ વિપરીત જ થાય છે. તેઓ ધર્મની આરાધના માટે પુત્ર-પરિવાર આદિ સંસારનો ત્યાગ કરીને સંયમમાર્ગમાં ઉપસ્થિત થાય છે, પરંતુ તેઓ ધર્મ-અધર્મ, પુણ્ય-પાપ, બંધ-મોક્ષને સ્વીકારતા ન હોવાથી અને વિષયાસક્તિનો ત્યાગ થયો ન હોવાથી કર્મક્ષય કરી શકતા નથી, તેથી તેઓ આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના વચ્ચે જ કામભોગમાં ફસાઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org