________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
पउमवरपोंडरीयं जाव पडिरूवं, ते तत्थ चत्तारि पुरिसजाए पासइ पहीणे तीरं, अप्पत्ते जाव सेयसि विसण्णे ।
तए णं से भिक्खू एवं वयासी- अहोणं इमे पुरिसा अदेसकालण्णा अखेयण्णा जाव णो मग्गस्स गइ परक्कमण्णू । जंणं एते पुरिसा एवं मण्णे- अम्हे एयं पउमवर पोंडरीयं उण्णिक्खिस्सामो, णो य खलु एयं पउमवरपोंडरीयं एवं उण्णिक्खेयव्वं जहा णं एते पुरिसा मण्णे, अहमसि भिक्खू लूहे तीरट्ठी देसकालण्णे खेयण्णे जाव मग्गस्स गइ परक्कमण्णू, अहमेयं पउमवर-पोंडरीयं उण्णिक्खिस्सामि त्ति वच्चा से भिक्खू णो अभिक्कमे तं पुक्खरणिं, तीसे पुक्खरणीए तीरं ठिच्चा सह कुज्जाउप्पयाहि खल भो पउमवरपोंडरीया ! उप्पयाहि । अह से उप्पइए पउमवरपोंडरीए । શબ્દાર્થ :- 7 = રુક્ષ = રાગદ્વેષ રહિત તીરદ્દ = તીરાર્થી–સંસાર સાગરના કિનારે જવાની ઇચ્છા કરનારા પુરસાગો = વિદિશાથી ૩પ્રથાદિ = બહાર નીકળો(ઉપર આવો.) ભાવાર્થ :- ત્યાર પછી એક ભિક્ષુ, અનાસક્ત, તીરાર્થી, દેશ-કાલના જ્ઞાતા, ખેદજ્ઞ-ક્ષેત્રજ્ઞ(અથવા ષડૂજીવનિકાયના ખેદને જાણનાર), કુશળ, પંડિત પરિપક્વ બુદ્ધિવાળા, મેધાવી, બાલ ભાવથી મુક્ત, માર્ગમાં સ્થિત, માર્ગના જ્ઞાતા, માર્ગની ગતિ-વિધિ અને પરાક્રમને જાણનાર(તે ભિક્ષુ) કોઈ દિશા અથવા વિદિશામાંથી પુષ્કરિણી પાસે આવ્યો, આવીને કિનારે ઊભા રહીને શ્રેષ્ઠ, ક્રમશઃ ઉપર ઊઠેલા યાવત મનોહર કમળને જોયું અને કિનારાથી દૂર તથા શ્રેષ્ઠ કમળ સુધી ન પહોંચી શકેલા, આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના પુષ્કરિણીની મધ્યમાં કીચડમાં ફસાયેલા તે ચારે પુરુષોને પણ જોયા.
ત્યારે તે ભિક્ષુએ આ પ્રમાણે કહ્યું, અહો ! આ ચારે પુરુષો દેશ કાલના જ્ઞાતા નથી, ખેદજ્ઞ નથી થાવત્ માર્ગની ગતિ-વિધિ, પરાક્રમને જાણનાર નથી, આ ચારે પુરુષોને એમ હતું કે અમે શ્રેષ્ઠ કમળને ચૂંટીને બહાર લઈ આવશું પરંતુ જે રીતે કાદવમાં ફસાયેલા આ ચારે પુરુષો સમજે છે, તે રીતે આ શ્રેષ્ઠ કમળને ચૂંટીને બહાર લાવી શકાતું નથી.
હું ભિક્ષુ છું, હું રાગ-દ્વેષ રહિત, સંસાર સાગરને પાર પામવાની ઇચ્છાવાળો, દેશકાલનો જ્ઞાતા, ક્ષેત્રજ્ઞ(ખેદજ્ઞ) યાવત માર્ગની ગતિ વિધિના પરાક્રમનો જ્ઞાતા છું. હું આ ઉત્તમ શ્વેતકમળને પુષ્કરિણીમાંથી બહાર લઈ આવીશ, આ અભિપ્રાયથી તે સાધુએ તે પુષ્કરિણીમાં પ્રવેશ કર્યા વિના જ તે પુષ્કરિણીના તટ પર ઊભા રહીને જ અવાજ કર્યો કે હે ઉત્તમ સ્વેતકમળ ! “ઉપર આવી જા' સાધુના આ શબ્દોથી તે શ્રેષ્ઠ કમળ તે પુષ્કરિણીમાંથી બહાર નીકળીને ભિક્ષુ પાસે કિનારા પર આવી ગયું. |७ किट्टिए णाए समणाउसो ! अढे पुण से जाणियव्वे भवइ ।
भंते !त्ति णिग्गंथा य णिग्गंथीओ य समणं भगवं महावीरं वदति णमंसति, वंदित्ता नमंसित्ता एवं वयासी-किट्टिए णाए समणाउसो ! अटुं पुण से ण जाणामो।
समणाउसो ! त्ति समणे भगवं महावीरे ते य बहवे णिग्गंथा य णिग्गंथीओ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org