________________
અધ્યયન-૧: પુંડરીક
_
દ્વારા આચરિત માર્ગ પર સ્થિત, માર્ગનો જ્ઞાતા, માર્ગની ગતિ-વિધિ અને પરાક્રમને જાણનાર છું. હું આ શ્રેષ્ઠ કમળને ચૂંટીને બહાર લાવીશ. આ પ્રમાણે નિશ્ચય કરીને તે ત્રીજા પુરુષે પુષ્કરિણીમાં પ્રવેશ કર્યો. જેમ-જેમ તે પુષ્કરિણીમાં આગળ વધતો ગયો, તેમ-તેમ અધિકાધિક ઊંડું પાણી અને કીચડ આવ્યા. તે પુરુષ કિનારાથી દૂર નીકળી ગયો અને શ્રેષ્ઠ કમળ સુધી પહોંચી શક્યો નહીં. તે પુરુષ આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના જ પુષ્કરિણીની મધ્યમાં ઊંડા કીચડમાં ફસાઈને દુઃખી થયો. આ ત્રીજા પુરુષનું વૃત્તાંત છે. |५ अहावरे चउत्थे पुरिसजाए- अह पुरिसे उत्तराओ दिसाओ आगम्मतं पुक्खरणिं, तीसे पुक्खरणीए तीरे ठिच्चा पासइ तं महं एगं पउमवरपोंडरीयं अणुपुव्बुट्ठियं जाव पडिरूवं । ते तत्थ तिण्णि पुरिसजाए पासइ पहीणे तीरं अप्पत्ते जाव सेयसि विसण्णे।
तए णं से पुरिसे एवं वयासी- अहो णं इमे पुरिसा अदेसकालण्णा अखेयण्णा जाव णो मग्गस्स गइ परक्कमण्णू, जण्ण एते पुरिसा एवं मण्णे- अम्हे एय पउमवरपोंडरीयं उण्णिक्खिस्सामो, णो खलु एयं परमवरपोंडरीयं एवं उण्णिक्खेयव्वं जहा णं एते पुरिसा मण्णे ।
अहमसि पुरिसे देसकालण्णे खेयण्णे जाव मग्गस्स गइ परक्कमण्णू, अहमेयं पउमवरपोंडरीयं उण्णिक्खिस्सामि त्ति वच्चा से पुरिसे अभिक्कमे तं पुक्खरणिं, जावं जावं च णं अभिक्कमेइ तावं-तावं च णं महते उदए, महते सेए जाव विसण्णे। चउत्थे पुरिसजाए। ભાવાર્થ :- હવે ચોથા પુરુષનું વૃત્તાંત આ પ્રમાણે છે- ત્રીજો પુરુષ કીચડમાં ફસાઈ ગયો ત્યાર પછી ચોથા પુરુષે, ઉત્તર દિશામાંથી તે પુષ્કરિણી પાસે આવીને, કિનારે ઊભા રહીને, તે શ્રેષ્ઠ, ક્રમશઃ ઉપર ઊઠેલા યાવતું મનોહર શ્વેત કમળને જોયું અને કિનારાથી દૂર તથા શ્રેષ્ઠ કમળ સુધી ન પહોંચી શકેલા, આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના પુષ્કરિણીની મધ્યમાં કીચડમાં ફસાયેલા, તે ત્રણે પુરુષોને પણ જોયા.
ત્યારે ઉત્તર દિશામાંથી આવેલા તે પુરુષે વિચાર્યું કે અહો! આ ત્રણે પુરુષો દેશકાલના જ્ઞાતા નથી થાવત માર્ગની ગતિ-વિધિ, પરાક્રમને જાણનાર નથી. આ ત્રણે પુરુષોને એમ હતું કે અમે શ્રેષ્ઠ શ્વેત કમળને ચૂંટીને બહાર લઈ આવશું પરંતુ જે રીતે કાદવમાં ફસાયેલા આ ત્રણે પુરુષો સમજે છે, તે રીતે આ શ્રેષ્ઠ કમળને ચૂંટીને લાવી શકાતું નથી.
હું દેશકાલનો જ્ઞાતા યાવત માર્ગની ગતિ-વિધિ, પરાક્રમને જાણું છું. હું આ શ્રેષ્ઠ કમળને ચૂંટીને બહાર લઈ આવીશ. આ પ્રમાણે નિશ્ચય કરીને તે ચોથા પુરુષે પુષ્કરિણીમાં પ્રવેશ કર્યો. જેમ-જેમ તે પુષ્કરિણીમાં આગળ વધતો ગયો, તેમ-તેમ અધિકાધિક ઊંડુ પાણી અને કીચડ આવ્યા. તે પુરુષ કિનારાથી દૂર નીકળી ગયો અને શ્રેષ્ઠ કમળ સુધી પહોંચી શક્યો નહીં. તે પુરુષ આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના જ પુષ્કરિણીની મધ્યમાં ઊંડા કીચડમાં ફસાઈને દુઃખી થયો. આ ચોથા પુરુષનું વૃત્તાંત છે.
६ अह भिक्खू लूहे तीरट्ठी देसकालण्णे खेयण्णे कुसले पंडिए वियत्ते मेहावी अबाले मग्गण्णे मग्गविऊ मग्गस्स गइपरक्कमण्णू अण्णयरीओ दिसाओ अणुदिसाओ वा आगम्म तं पुक्खरणिं; तीसे पोक्खरणीए तीरे ठिच्चा पासइ तं महं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org