________________
_|
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
હું દેશ-કાલનો જ્ઞાતા, ક્ષેત્રજ્ઞ-ખેદજ્ઞ, પંડિત, પરિપકવ બુદ્ધિવાળો, મેધાવી, બાલ ભાવથી મુક્ત, યુવાવસ્થાને પ્રાપ્ત થયેલો, સજ્જનો દ્વારા આચરિત માર્ગ પર સ્થિત, માર્ગનો જ્ઞાતા, માર્ગની ગતિ-વિધિ અને પરાક્રમને જાણનાર છું.
હું આ શ્રેષ્ઠ કમળને ચૂંટીને બહાર લઈ આવીશ. આ પ્રમાણે નિશ્ચય કરીને તે પુરુષે પુષ્કરિણીમાં પ્રવેશ કર્યો. જેમ-જેમ તે પુષ્કરિણીમાં આગળ વધતો ગયો, તેમ-તેમ અધિકાધિક ઊંડું પાણી અને કીચડ આવ્યા. તે પુરુષ કિનારાથી દૂર નીકળી ગયો હતો અને શ્રેષ્ઠ કમળ સુધી પહોંચી શક્યો નહીં. તે પુરુષ આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના જ પુષ્કરિણીની મધ્યમાં ઊંડા કીચડમાં ફસાઈને દુઃખી થયો. આ બીજા પુરુષનું વૃત્તાંત છે.
४ अहावरे तच्चे पुरिसजाए- अह पुरिसे पच्चत्थिमाओ दिसाओ आगम्म तं पुक्खरणिं,तीसे पुक्खरिणीए तीरे ठिच्चा पासइ तं महं एगपउमवरपोंडरीयं अणुपुबुट्ठियं जाव पडिरूवं, ते तत्थ दोण्णि पुरिसजाए पासइ, पहीणे तीरं, अप्पत्ते पउमवरपोंडरीयं, णो हव्वाए णो पाराए जाव सेयंसि विसण्णे ।
तए णं से पुरिसे एवं वयासी- अहो णं इमे पुरिसा अदेसकालण्णा अखेयण्णा अकुसला अपडिया अवियत्ता अमेहावी बाला णो मग्गण्णा णो मग्गविऊ णो मग्गस्स गइ परक्कमण्णू, जं णं एते पुरिसा एवं मण्णे अम्हे तं पउमवरपोंडरीयं उण्णिक्खिस्सामो, णो य खलु एयं पउमवरपोंडरीयं एवं उण्णिक्खेयव्वं जहा णं एए पुरिसा मण्णे । ___अहमसि पुरिसे देसकालण्णे खेयण्णे कुसले पंडिए वियत्ते मेहावी अबाले मग्गण्णे मग्गविऊ मग्गस्स गइपरक्कमण्णू, अहमेय पउमवरपोंडरीय उण्णिक्खिस्सामि त्ति वच्चा से पुरिसे अभिक्कमेइ तं पुक्खरणिं, जावं जावं च णं अभिक्कमेइ तावं तावं च णं महते उदए, महंते सेए जाव सेयंसि विसण्णे । तच्चे पुरिसजाए । ભાવાર્થ :- હવે ત્રીજા પુરુષનું વૃત્તાંત આ પ્રમાણે છે– બીજો પુરુષ કીચડમાં ફસાઈ ગયો ત્યાર પછી ત્રીજા પુરુષે, પશ્ચિમ દિશામાંથી તે પુષ્કરિણી પાસે આવીને તેના પશ્ચિમ કિનારા પર ઊભા રહીને તે શ્રેષ્ઠ, ક્રમશઃ ઊંચા થાવમનોહર પુંડરીકને જોયું અને કિનારાથી દૂર તથા શ્રેષ્ઠ કમળ સુધી ન પહોંચી શકેલા, આ પાર કે પેલે પાર પહોંચ્યા વિના પુષ્કરિણીની મધ્યમાં કીચડમાં ફસાયેલા તે બંને પુરુષોને પણ જોયા.
ત્યારે પશ્ચિમ દિશામાંથી આવેલા તે પુરુષે વિચાર્યું કે અહો! આ બંને પુરુષો દેશ કાલના જ્ઞાતા નથી, ક્ષેત્રજ્ઞ કે ખેદજ્ઞ નથી, કુશલ નથી, પંડિત નથી, પરિપકવ બુદ્ધિવાળા કે મેધાવી નથી, બાલ ભાવથી મુક્ત થયા નથી, સપુરુષોના માર્ગમાં સ્થિત નથી, માર્ગ વેત્તા નથી, માર્ગની ગતિ-વિધિ કે પરાક્રમને જાણતા નથી. આ બંને પુરુષોને એમ હતું કે અમે શ્રેષ્ઠ શ્વેત કમળને ચૂંટીને બહાર લઈ આવશું પરંતુ જે રીતે કાદવમાં ફસાયેલા આ બંને પુરુષો સમજે છે, તે રીતે આ શ્રેષ્ઠ કમળને ચૂંટીને લાવી શકાતું નથી.
હું દેશકાલનો જ્ઞાતા, ક્ષેત્રજ્ઞ-ખેદજ્ઞ, કુશળ, પંડિત, પરિપકવ બુદ્ધિવાળો, મેધાવી, યુવાન, સજ્જનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org