________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
ઉત્તર અને દક્ષિણ દિશામાંથી ક્રમશઃ ચાર પુરુષો આવ્યા. તે ચારેય પુષ્કરિણીના ગાઢ કીચડમાં ફસાઈ ગયા અને પુંડરીકને મેળવવામાં નિષ્ફળ ગયા. અંતે એક નિઃસ્પૃહ પાંચમાં પુરુષ ભિક્ષુ આવ્યો, તેણે પુષ્કરિણીના કાંઠા પર જ ઊભા રહીને પુંડરીકને બોલાવ્યું અને તે કમળ તેના હાથમાં આવી ગયું.
૨
પ્રસ્તુત રૂપકનો સાર એ છે કે- આ સંસાર પુષ્કરિણી સમાન છે, તેમાં કર્મરૂપી પાણી અને વિષયભોગ રૂપી કીચડ ભરેલા છે, અનેક જનપદ ચારે બાજુ ખીલેલા કમળોની સમાન છે, મધ્યમાં ખીલેલ શ્વેત પુંડરીક કમળ રાજાની સમાન છે. પુષ્કરિણીમાં પ્રવેશ કરનારા ચાર પુરુષની સમાન ક્રમશઃ તાવ તત્ઝરીરવાડી, પંચભૂતવાદી, ઈશ્વરકારણવાદી અને નિયતિવાદી છે. પાંચમો પુરુષ પુષ્કરિણીમાં પ્રવેશ કર્યા વિના કિનારા પર ઊભા રહીને જ શબ્દોચ્ચારણ માત્રથી પુંડરીક કમળને મેળવવામાં સફળ થયો. તે પુરુષની સમાન શ્રમણ નિગ્રંથ છે અને શબ્દો સમાન વીતરાગ વચન છે, પુષ્કરિણીના તટ સમાન ધર્મ તીર્થંકર છે. પંચમ પુરુષે કહેલા શબ્દો ધર્મકથા સમાન છે અને પુંડરીકનું મેળવવું, તે નિર્વાણ સમાન છે.
આ લોકની મધ્યમાં રહેલા અનેક મનુષ્યો નિર્વાણરૂપી શ્રેષ્ઠ કમળથી આકર્ષિત થઈને શ્રેષ્ઠ કમળ મેળવવા પુરુષાર્થ કરે છે પરંતુ જે વિષયોમાં આસક્ત છે, તે આસક્તિના કીચડમાં ફસાઈ જાય છે, તે શ્રેષ્ઠ કમળ સુધી પહોંચી શકતા નથી.અનાસક્ત, નિઃસ્પૃહ અને અહિંસાદિ મહાવ્રતોનું નિષ્ઠાપૂર્વક પાલન કરનારા ભિક્ષુ પુંડરીક સમાન નિર્વાણને પ્રાપ્ત કરે છે. સાવધ આચારવિચારવાળા પુરુષો નિર્વાણને પ્રાપ્ત કરી શકતા નથી.
સંક્ષેપમાં જે સાધક વિષયભોગ રૂપ કાદવમાં ફસાઈ જાય છે તે સ્વયં સંસાર સાગરને પાર પામી શકતા નથી અને બીજાને પણ પાર કરાવી શકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org