________________
અધ્યયન-૧: પુંડરીક
.
( પ્રથમ અધ્યયના ******
પરિચય
****)
આ અધ્યયનનું નામ પુંડરીક છે.
પ્રસ્તુત અધ્યયનમાં પુંડરીક શબ્દ શતપત્ર-સો પાંખડીવાળા શ્વેત ઉત્તમ કમળ માટે તથા પુંડરીક નામના એક ઉત્તમ સંયમનિષ્ઠ રાજા માટે પ્રયુક્ત થયો છે.
નિર્યુક્તિકારે પંડરીક શબ્દને નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ગણના, સંસ્થાન અને ભાવ, આ આઠ નિક્ષેપ દ્વારા સ્પષ્ટ કર્યો છે. નામ પુંડરીક અને સ્થાપના પુંડરીક સુગમ છે. દ્રવ્યપુંડરીક સચિત્ત, અચિત્ત, મિશ્ર ત્રણ પ્રકારના હોય છે. દ્રવ્ય પંડરીક-વસ્તુની ભૂત અથવા ભવિષ્યકાલીન પર્યાય દ્રવ્ય નિક્ષેપ છે. જે જીવ ભવિષ્યમાં પુંડરીક–શ્રેષ્ઠ કમળ રૂપે જન્મ ધારણ કરવાના હોય અથવા પૂર્વજન્મમાં શ્રેષ્ઠ કમળ રૂપે હોય તેવા જીવોને વર્તમાનમાં દ્રવ્ય પુંડરીક કહે છે અથવા દ્રવ્યપુંડરીકના સચિત્ત, અચિત્ત અને મિશ્ર આ ત્રણ પ્રકાર છે. સચિત્તાદિદ્રવ્યોમાં જે શ્રેષ્ઠ, ઉત્તમ, પ્રધાન અને ઋદ્ધિમાન હોય, તે દ્રવ્ય પુંડરીક કહેવાય છે.
દેવકુરુ આદિ શુભ પ્રભાવ અને ભાવવાળાં ક્ષેત્ર, તે ક્ષેત્રપુંડરીક છે.
ભવસ્થિતિની અપેક્ષાએ અનુત્તરોપપાતિક દેવ તથા કાયસ્થિતિની દૃષ્ટિથી એક, બે, ત્રણ કે સાત આઠ ભવ પછી મોક્ષ પામનારા શુભ અને શુદ્ધાચારથી યુક્ત મનુષ્ય, તે કાલપુંડરીક છે.
પરિકર્મ, રજુથી લઈ વર્ગ સુધીના દસ પ્રકારના ગણિતમાં રજુગણિત મુખ્ય હોવાથી તે ગણનાપુંડરીક છે.
છ સંસ્થાનોમાંથી સમચતુરસ સંસ્થાન શ્રેષ્ઠ હોવાથી તે સંસ્થાનપુંડરીક છે.
ઔદયિકથી લઈને સાન્નિપાતિક સુધીના છ ભાવોમાંથી જે જે ભાવમાં જે પ્રધાન અથવા મુખ્ય હોય, તે ભાવપંડરીક છે, જેમ કે– ઔદયિક ભાવમાં તીર્થકર, અનુત્તરોપપાતિક દેવ તથા સફેદ શતપત્રવાળું કમળ ભાવપુંડરીક છે. સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રમાં, વિનયમાં તથા આત્મ સાધનામાં શ્રેષ્ઠ મુનિ તે ભાવપુંડરીક છે.
આ અધ્યયનમાં પુંડરીક નામના શ્વેતકમળની ઉપમા આપીને અનાસક્ત નિર્લેપ સાધકનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. આ રીતે સંપૂર્ણ વિષય વર્ણનમાં પુંડરીક કેન્દ્રસ્થાને હોવાથી આ અધ્યયનનું નામ પુંડરીક રાખવામાં આવ્યું છે.
એક વિશાળ પુષ્કરિણીની મધ્યમાં એક પુંડરીક-કમળ ખીલ્યું છે, તેને પ્રાપ્ત કરવા પૂર્વ, પશ્ચિમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org