________________
બીજી ભાષાનો શબ્દ આપી દેવો એમ નહિ પણ આગમના મૂળ શબ્દનો ભાવ જળવાઈ રહે તે મુજબ અર્થ કરવો તે ભાષાંતર છે. ખાસ કરીને ભાવાંતર કર્યા વિના જ ભાષાંતર થાય તે જરૂરી છે.
મમ અનંત અનંત ઉપકારી, બાંધવબેલડી પૂજ્યપાદ “જય-માણેક” ગુરુદેવના કૃપા પ્રસાદ, ગુરુપ્રાણની અમીમય દષ્ટિએ, તપસમ્રાટ પૂજ્યપાદ તપસ્વી ગુર્દેવના મંગલ આર્શીવાદથી આરંભાયેલું આગમ પ્રકાશનનું આ કાર્ય શીઘ્રગતિએ, નિર્વિને ચાલી રહ્યું છે– જે ખૂબ-ખૂબ પ્રશંસનીય, અનુમોદનીય, અવિસ્મરણીય, ચિરસ્મરણીય છે અને બની રહેશે.
આગમો ક્રમે-ક્રમે પ્રકાશિત થઈ રહ્યા છે, જાણે આગમ પ્રકાશનની ગંગા વહી રહી છે. તે ગંગાના ઉદભવસ્થાન રૂ૫ ગંગોત્રી સમાં મમ જીવનના સુકાની પૂજ્યવરા મક્ત-લીલમ ગુણી મૈયાની અંતઃકરણની પ્રેરણાને ઝીલી લઈ મારા વડિલ ગુરુભગિનીઓ તથા મુક્ત-લીલમ પરિવારના બધા સાધ્વીરત્નોના સહિયારા પુરુષાર્થથી સામુદાયિક સાથ સહકારથી કાર્યમાં વેગ આવ્યો, સંવગ
શ્રી સૂયગડાંગ સુત્ર–બીજા શ્રુતસ્કંધના પ્રકાશનની આ ધન્ય પળે મારા ઉપકારી ગુસ્વર્યો હેજે સ્મરણપટમાં આવી જાય છે. નિશદિન અવિરતપણે જેઓની કૃપા વરસી રહી છે, તેવા પૂજ્યપાદ તપસ્વીજી માણેકચંદ્રજી મ.સા., સૌરાષ્ટ્ર કેશરી પૂજ્ય દાદાગુરુદેવ પ્રાણલાલજી મ. સા. તથા તપસમ્રાટ પૂજ્ય તપસ્વી ગુરુદેવના ઉપકારોનું કથન શબ્દાતીત છે. તેમજ વર્તમાને ગચ્છશિરોમણિ, પરમદાર્શનિક પૂજ્ય જયંતિલાલજી મ.સા., ગુજરાત કેશરી પૂજ્ય ગિરીશમુનિ મ.સા., આગમદિવાકર પૂ. જનકમુનિ મ.સા., નીડર સ્પષ્ટ વક્તા પૂ. જગદીશમુનિ મ.સા., ધ્યાનયોગી પૂજ્ય હસમુખમુનિ મ.સા. તથા આગમ સંપાદનનું અવિરતણપણે કાર્ય કરતાં આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા. આદિ ગુરુદેવોની મારા પર અમીમય દષ્ટિ છે તથા પૂજ્યવરા ગુરુણીમૈયા પૂ. મુક્તાબાઈ મ. તથા સતત આગમ સંપાદનના કાર્યમાં રત ગુણીમૈયા પૂ. સાહેબજી (પૂ. લીલમબાઈ મ.)ના ઉપકારો વર્ણનાતીત છે.
ગુણીમૈયાની સાથે સહ સંપાદિકા બની જેઓ અવિરત ભાવે આગમ ભક્તિમાં સદા સર્વદા રત રહી, લેખન કાર્યને સુંદર સુઘડ બનાવવામાં પુરુષાર્થશીલ છે, તેવા ડો. સાધ્વી આરતીશ્રી તથા સાધ્વી સુબોધિકાશ્રીનો આ પ્રશસ્ય પ્રયાસ આદર્શરૂપ બની રહેશે.
મારી પૂર્વાવસ્થામાં વૈરાગ્યકાળમાં મહાસંઘ સંચાલિત શ્રમણી વિદ્યાપીઠઘાટકોપરના અનુભવી, જ્ઞાનગરિમાવંત પંડિત શ્રી શોભાચંદ્રજી ભારિત્સ, પંડિત શ્રી
3
54 -
Je
Education International
E
rivate & Percena Use Only
www.jainerary