________________
સંબંધિત હોવાથી આ અધ્યયનનું “અણગાર શ્રુત” નામ પણ સાર્થક છે. આ કારણે આ અધ્યયનના વિવિધ રીતે નામાંકન પ્રાપ્ત થાય છે. અધ્યયન છઠ્ઠઃ આર્દકીય – આ અધ્યયન આર્ટૂકમુનિથી સંબંધિત હોવાથી તેનું નામ “આદ્રકીય” છે. ભગવાન મહાવીર સ્વામી સમીપે જઈ રહેલા સ્વયં દીક્ષિત આÁકમુનિને પાંચ મતવાદીઓ સાથે વાદ થયો હતો, તે આ અધ્યયનમાં જોવા-જાણવા મળે છે.
(૧) ગોશાલક, (૨) બૌદ્ધભિક્ષુ, (૩) વેદવાદી બ્રાહ્મણ, (૪) સાંખ્યમતવાદી એક દંડી અને (૫) હસ્તીતાપસ. આદ્રકમુનિએ તે બધાને યુક્તિ, પ્રમાણ તેમજ નિગ્રંથ સિદ્ધાંત અનુસાર ઉત્તરો આપ્યા હતા, તેનું વિસ્તૃત વર્ણન આ અધ્યયનમાં છે. અધ્યયન સાતમું: નાલંદીય - પૂર્વના અધ્યયનોમાં શ્રમણોના આચારની ચર્ચા છે, જ્યારે અંતે આ સાતમા અધ્યયનમાં શ્રાવકના વ્રત પ્રત્યાખ્યાન સંબંધી તર્ક-વિતર્ક પૂર્વક સુવિસ્તૃત ચર્ચા છે. આ ચર્ચા રાજગૃહી નગરીની બહાર ‘નાલંદા’ નામના ઉપનગરમાં થઈ હતી. તેનું વર્ણન આ અધ્યયનમાં હોવાથી આ અધ્યયનનું નામ સ્થળની પ્રમુખતાએ નાલંદીય’ રાખવામાં આવ્યું છે.
પુરુષાદાનીય ભગવાન પાર્શ્વનાથની પરંપરાના નિગ્રંથ ઉદક પેઢાલપુત્ર અને ગૌતમ સ્વામીવચ્ચે ધર્મચર્ચા થઈ. તેમાં પેઢાલપુત્ર શ્રમણ દ્વારા શ્રમણોપાસકના પ્રત્યાખ્યાન વિષયક અનેક પ્રશ્નો પૂછવા પર ગૌતમસ્વામીએ અનેક યુક્તિઓ અને દષ્ટાંતો દ્વારા વિસ્તારપૂર્વક ઉત્તરો આપ્યા છે. તે ઉત્તરોથી પ્રભાવિત થઈને નિગ્રંથ ઉદક પેઢાલપુત્રે ભગવાન મહાવીર સ્વામીના શાસનનો સ્વીકાર કર્યો એટલે કે ચાતુર્યામ ધર્મથી સપ્રતિક્રમણ પંચમહાવ્રત ધર્મમાં પ્રવેશ કર્યો. આ રીતે ઉપરોક્ત સાત અધ્યયનોમાં દર્શન અને આચારનો સુભગ સમન્વય થયેલો છે.
દર્શન અને ધર્મનો સમન્વય કરનાર એવા શ્રી સૂયગડાંગ સૂત્રનું અનુવાદ કાર્ય મને મારા ઉપકારી ગુર્ભગવંતો તથા ગુષ્ણીમૈયાઓએ સૌપ્ટ, તે બદલ હું મારી જાતને ધન્ય માનું છું.
જયવંતા જિનશાસનની ઉજ્જવળ યશોગાથા સુત્તાગમે, અત્થાગમે અને તદુભયાગમ રૂપે પરંપરાથી ગવાતી રહી છે, જળવાઈ રહી છે. તેમાં ગોંડલ સંપ્રદાયના પ્રાણ પરિવારે મહત્ત્વનો સૂર પૂરાવ્યો છે. આગમ-અનુવાદ પ્રકાશનનું એક ભગીરથ કાર્ય થઈ રહ્યું છે.
અનુવાદ એટલે કે ભાષાંતર પરંતુ ભાષાંતર એટલે માત્ર એક શબ્દની અવેજીમાં
Je
Education International
E
rivate & Percena Use Only
www.jainerary