________________
રોશનલાલજી જૈન, પંડિત શ્રી નરેન્દ્ર ઝા, પંડિત શ્રી કન્વેયાલાલજી દક, માતૃવત્સલા શ્રી યશોદાબેન પટેલ વગેરેએ મને જે અભ્યાસ કરાવ્યો છે, તેની તો હું સદાકાળ ઋણી રહીશ. તેઓએ મારા જેવા અણધડ પત્થરને ઘાટ આપવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. મારા શાળા જીવનના સર્વ શિક્ષકો, હિન્દી સાહિત્યરત્ન તથા સંસ્કૃત ઉત્તમ-મધ્યમાં સુધીનો અભ્યાસ કરાવનાર પ્રોફેસરો, પંડિતો આદિ સર્વને સ્મૃતિ પટમાં લાવી સૌનો ઉપકાર માનું છું.
આગમ પ્રકાશન કાર્યમાં તન-મનથી સેવા આપતા મારા સર્વ વડિલ ગુરુભગિનીઓ, નાના ગુબહેનો, મને લખાણ કાર્યમાં સુગમતા કરી આપનારા મારા સાથી સહકારીઓ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું.
વાચક વર્ગના હાથમાં શ્રી સૂયગડાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધનો આ ગ્રંથ મૂકતા હું અત્યંત ભાવવિભોર બનું છું. આજ સુધીમાં શ્રી પ્રાણગુરુ ફાઉન્ડેશન, શ્રી રોયલપાર્ક
સ્થા. જૈન મોટા સંઘ તરફથી પ્રકાશિત ઘણાં આગમો આપના હાથમાં આવી ચૂક્યા છે. આપે એમનું સુચારુરૂપે વાંચન, મનન, ચિંતન કર્યું જ હશે ! આગમ માળાના એક-એક મણકા આપના હાથમાં ક્રમે ક્રમે આવી રહ્યા છે. બધા મણકાને આત્માની તિજોરીમાં સાચવજો. આત્મભાવ રૂ૫ દોરામાં પરોવીને તૈયાર થયેલ એ આગમમાળા આપના કંઠમાં મોક્ષમાળાનું આરોપણ કરે તેવી અંતઃકરણની ભાવના.
પ્રાતે શ્રી સૂયગડાંગ સૂત્રના અનુવાદ કાર્યમાં છહ્મસ્થતાના કારણે જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય, ભાષાંતર કરતાં ક્યાંય ભાવાંતર થઈ ગયું હોય તો અરિહંત, સિદ્ધ, કેવળી ભગવંતો તથા ગુર્ભાગવંતોની સાક્ષીએ ત્રિકરણત્રિયોને મિચ્છામી દુક્કડમ્.
પ. પૂ. મુક્ત લીલમ ગુન્શીના સુશિષ્યા
- સાધ્વી ઉર્મિલા
55
Je
Education International
E
rivate & Percena Use Only
www.jainerary