________________
દીકરાને સંકેત કર્યો. પૂણી કાંતી જે સુતર બનાવ્યું હતું, તે હાથમાં લઈને પુત્રે તેને બાર આંટા વીંટી દીધા. આ અનુસંધાનનું કૌતુક તમે જોઈ લીધું. નહીં જેવી કરેલી વાસનાએ બાર વર્ષ સંસારના ખેલ ખેલાવ્યા અને પાછા બાર વર્ષ રહ્યા, એમ ચોવીસ વર્ષનો સંસાર ભોગવી પાછા આદ્રક, મુનિવર બન્યા. વિહાર કરી રાજગૃહી તરફ વિચારવા લાગ્યા. પેલા પાંચસો રક્ષક યોદ્ધાઓ તપાસ કરવા નીકળ્યા હતા. તેઓને આÁકકુમાર નહીં મળવાથી રાજાના ડરથી, તેઓ જીવન ગુજરાન ચલાવવા ચોર લૂંટારા બની ગયા હતા. આક મુનિવર ધ્યાન ધરી રહ્યા હતા. ત્યાં આ રક્ષકોએ તેમને જોઈ લીધા અને તેમને ઓળખી ગયા. તેમની સમક્ષ બધા આવ્યા. મુનિવરે તેઓને બોધ આપ્યો. તેઓએ દીક્ષા લીધી અને શિષ્યત્વ સ્વીકાર્યું. પાંચસો મુનિવરો આત્મભાવના ભાવતાં સંયમ-તપથી ભાવિત થતાં વિચરણ કરવા લાગ્યા. રસ્તામાં કોની-કોની સાથે વાર્તાલાપ થાય છે. તેનું વર્ણન આપણે જોશું.
અવાયકુમારે માથું ધુણાવ્યું–બરાબર છે. કરેલા કર્મ ભોગવવા જ પડે છે. હવે આગળ વાર્તાલાપ ચલાવો, બહુ રસ પડ્યો છે અમને. ઈહાકુમારી બોલ્યા- સાંભળો ત્યારે. આર્દક મુનિવર પૂર્વભવે સામાયિક અણગાર હતાં ત્યારે અભ્યાસ સારો એવો હતો, તેથી તેના જ્ઞાનની ધારણા બહુ સરસ શાંત અને પ્રવાદુકોને જવાબ આપી શકે તેવી સમ્યક હતી. તેઓને પ્રભુ પાસે પહોંચવાની જિજ્ઞાસા હતી, પરંતુ શનિની પનોતી નડે તેમ, ગુરુનો વિરોધી ગોશાલક તેમને મળ્યો. ગોશાલકને પોતાના મતવાળા ટોળા ઊભા કરવા હતા, તેથી આદ્રક પાસે આવીને કહ્યુંહે આર્દક ! તમે કઈ બાજુ જઈ રહ્યા છો? આદ્રક મુનિવર બોલ્યા- ત્રિલોકીનાથ ભગવાન મહાવીર પાસે જઈ રહ્યો છું.
ગોશાલક– મેં મહાવીરને જોયા છે. તેઓ તો દંભી છે. જુઓ સાંભળો....તે મહાવીર પહેલાં ભિક્ષુના રૂપમાં એકાંત વાસમાં વસતા હતા, એકાકી વિહાર કરતા હતા, જ્યાં જાય ત્યાં એકલા જ ફરતા હતા. તેઓને એકલું રહેવું ન ગમ્યું તેથી માનવોના, શ્રમણોના ટોળા ઊભા કર્યા. પહેલાં તો તેઓ જે તે લુખ્ખો-સુકો આહાર કરતા હતા. હવે તો કેવો આહાર કરતા હશે? કોણ જાણે? આ બંનેમાં કેટલો વિરોધાભાસ લાગે છે. લોકો તો અજ્ઞાની છે તેથી તેની પાસે જાય પણ તમે સમજદાર વ્યક્તિ છો એટલે કહું છું ત્યાં દંભી પાસે જવા જેવું કંઈ જ નથી.
જ્ઞાની આદ્રકમુનિએ કહ્યું- હે ગોશાલક! આપ માનો છો તે બિલકુલ જૂઠું છે, કારણ કે ભગવાન પહેલા જેમ એકલા હતા, તેમ હવે સમૂહમાં પણ એકલા જ છે. તેઓ તો ફક્ત પોતાના અઘાતી કર્મ ક્ષય કરવા પુણ્યના ઉદયને ખપાવી રહ્યા છે. તેઓ નિસંગી, નિસ્પૃહી, વીતરાગ પરમાત્મા છે. આ રીતે પ્રત્યુત્તર આપી ગોશાલકને મૌન કરી દીધો. ગોશાલકે હજુ પણ પ્રશ્નોતરી ચાલુ રાખી. તે પ્રશ્નોત્તરી જાણવા જેવી છે. અદ્ભત રહસ્ય આદ્રકના જવાબમાં ભર્યા છે, તે તમે આગળ વાંચી નિર્ણય કરી લેશો. આદ્રક મુનિવર ગોશાલક મતનું પૂર્ણ ખંડન કરી, જૈનદર્શનનું મંડન કરી જૈનશાસનનો જયજયકાર કરી અવિચળ ભક્તિથી જલદી પ્રભુના ચરણમાં જવા ઇચ્છી રહ્યા હતા, તેથી આગળ વધ્યા.
40
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt