________________
અવસરે કાળ કરી, દસમા દેવલોકમાં ગયા. ત્યાં બંને મિત્ર દેવ તરીકે રહ્યા. નહીં જેવી કરેલી વાસનાની વૃત્તિથી ચારિત્રમાં અલના ઉત્પન્ન કરી, તેના પરિણામમાં તે જ ભવમાં મોક્ષ ન થયો પણ દેવલોક મળ્યો. ત્યાંથી ચ્યવને સમાયિક મુનિના જીવે આર્દક નગરમાં રિપુમર્દન નામના રાજાની આદ્રકવતી રાણીની કક્ષામાં પુત્ર રૂપે જન્મ ધારણ કર્યો અને બંધુમતીના જીવે વસંતપુરમાં ધનપતિ શેઠની સુકન્યા કામમંજરી રૂપે જન્મ ધારણ કર્યો. આÁકકુમાર મોટા થવા લાગ્યા.
એકદારિપમર્દન રાજાએ પોતાના મિત્ર શ્રેણિક મહારાજાને કેટલીક ભેટ સોગાદ મોકલી તે વખતે આદ્રકકુમારે પૂછ્યું- શ્રેણિક મહારાજને પુત્ર છે કે નહીં? રાજાએ જવાબ આપ્યો કે તેમને ત્યાં અનેક કળામાં નિપુણ, બુદ્ધિમાન અભયકુમાર નામનો રાજકુમાર છે. તે જાણીને આર્વકકુમારે પણ ભેટ મોકલી. આ ભેટ શ્રેણિક મહારાજાએ સ્વીકારી, અભયકુમારે પણ સ્વીકારી. રિપુમર્દન રાજાના સેવકનું સન્માન શ્રેણિક રાજાએ કર્યું. આદ્રકકુમારની મોકલેલી ભેટથી અભયકુમારે વિચાર કર્યો કે આદ્રક ભવ્ય અને શીધ્ર મોક્ષગામી હોવો જોઈએ, જે મારી સાથે સ્નેહ રાખવાની ઇચ્છા ધરાવે છે. તેમણે પણ સામાયિકનું સવિધિપૂર્વકનું પુસ્તક, દોરાસહિત મુહપતિ, આસન વગેરે ધર્મનાં ઉપકરણો મોકલી આપ્યાં. આ ભેટ જોઈ આદ્રકને જાતિસ્મરણ જ્ઞાન થયું દીક્ષા દેખાણી, દસમો દેવલોક દેખાયો. તેઓ પ્રતિબદ્ધ થયા. રિપુમર્દન રાજાને ખ્યાલમાં આવી ગયો. આદ્રકકુમાર ક્યાંક ભાગી જશે, સાધુ બની જશે, તેથી પાંચસો યોદ્ધાઓની તેના મહેલમાં દેખરેખ માટે નિમણૂક કરી.આÁકકુમારે વિચાર કર્યો, હવે શું કરવું? તેમણે એકતરકીબ અજમાવી.
એકદા રાત્રે અશ્વશાળામાં જઈ, એક અશ્વ ઉપર આરુઢ થઈ, યોદ્ધાઓનું ધ્યાન ચૂકવી આર્દ્રકુમાર નાસી ગયા. તેઓ એક નિર્જન સ્થાનમાં જઈદીક્ષા ધારણ કરવા લાગ્યા. ત્યારે દેવોએ તેઓને સંકેત કર્યો કે તમારું ભોગાવલી કર્મ બાકી છે, પરંતુ ઉત્કૃષ્ટ વૈરાગ્યના યોગે તેમણે દીક્ષા લઈ લીધી. ગ્રામનુગ્રામવિચરતાં-વિચરતાં તેઓ વસંતપુર નગરમાં આવી ગયા. ત્યાંના ઉધાનમાં પ્રતિમા ધારણ કરી તેઓ સ્થિત થયા.
તે ઉધાનમાં પેલી કામમંજરી સહેલીઓ સાથે પતિ-પત્નીની રમત રમી રહી હતી. પેલા ઊભા રહેલા આદ્રક મુનિવરને જોઈ કામમંજરી બોલી ઊઠી- આ મારા પતિ થજો. એવું બોલી કે તુર્ત જ સોનામહોરની વૃષ્ટિ થઈ. રાજા મહોરો લેવા ગયા ત્યારે “આ કામમંજરીની મહોરો છે” તેવી દિવ્યવાણી સંભળાઈ. રાજાએ તેને અર્પણ કરી.
અનુકુળ ઉપસર્ગ માનીને પેલા આદ્રક મુનિવર ત્યાંથી ચાલ્યા ગયા. આ બાજુ કન્યાને માટે અનેક માંગા આવ્યા. કામમંજરી બોલી કે હું તો તે મુનિરાજને વરી ચૂકી છું. હવે મને બીજા પતિ ન ખપે.
તેમણે દાનશાળા ખોલી. લોકો દાન લેવા આવવા લાગ્યા. એકદા આદ્રક મુનિવર પણ ભિક્ષા લેવા આવ્યા. પેલી કામમંજરી ઓળખી ગઈ, તેણી તેની પાછળ-પાછળ ગઈ. અંતે દેવના વચનો સાર્થક થયા, આદ્રક મુનિવરે સંયમ ભંગ કર્યો; ૧૨ વર્ષ ભોગાવલી કર્મ ભોગવ્યું. એક પુત્ર થયો. તેને યોગ્ય જાણી તેઓ દીક્ષા લેવા પાછા તત્પર થયા. કામમંજરીએ તેને રોકવા,
૩9
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt