________________
થવું તથા અભીષ્ટ લક્ષ્યને પ્રાપ્ત કરવું.
ઈહાકુમારીની વિવેચના સાંભળી અવાયકુમારે નિર્ણય પ્રસ્તુત કર્યો– વાહ...પ્રભુ...વાહ! વીતરાગનો માર્ગ અનેકાંત છે, સાપેક્ષ છે, વીતરાગવાણી અનંત-અનંત ભાવ ભેદથી ભરેલી છે, અનંત-અનંત નય-નિક્ષેપે વ્યાખ્યાની છે, જાણી તેણે જ જાણી છે. માટે મન-વાચા-વર્તન દ્વારા વિવેક પૂર્વક આચારમાં મૂકી સાદ્યંત જીવન શુદ્ધ કરી આત્મદૃષ્ટિને ધારણ કરવી જોઈએ. જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી સંયમશીલ બની રહેવું જોઈએ. આ નિર્ણયને ધારણા દેવીએ સ્મૃતિપટ્ટમાં સંગ્રહિત કરી લીધો અને અનાદિના અવળા આયાસને કાઢી મારો ઉપયોગ પરમ પ્રાણ પામવાનો પ્રયાસ કરવા તત્પર બની ગયો અને પોતાના રસાલાને લઈને આર્કકીયના નિવાસ તરફ ઊડ્યો.
પરમપ્રાણ પામવાનો પ્રયાસ છઠ્ઠો(અઘ્યયન છઠ્ઠું) :- મારો મતિજ્ઞાનનો ઉપયોગ આવી પહોંચ્યો મગધ દેશના વસંતપુર નગરમાં, ત્યાં તેમણે એક કૌતુક જોયું. એક બાળક પોતાના પિતાને સૂતરના તાંતણાથી બાંધી રહ્યો હતો. પિતાજી મુક્ત થવા ઇચ્છતા હતા. પત્ની આ નિહાળી રહી હતી. અવગ્રહ કુમારે તેનો અર્થગ્રહણ કર્યો, તે બોલ્યો—
આ સંત દયાળું છે, જીવ રક્ષા કરનારા છે, છતાં એ ઉપાસના સિદ્ધ કરી શકતા નથી. એકલી આર્દ્રકતા કામ આવતી નથી, પણ સાથે ચારિત્રશીલતા જરૂરી છે. કેમ થયું હશે ? તેનો વિચાર તો ઈહાકુમારી દર્શાવશે. ઈહાકુમારી બોલ્યા- હા...હા...અવગ્રહ કુમાર ! તમારો અર્થ બરાબર છે, પરંતુ ઊંડાણથી વિચારતાં પ્રભુ વીતરાગના કર્મ સિદ્ધાંતની ગહનત સમજાય છે. વાત એમ છે કે આ જ વસંતપુરમાં એક સામાયિક નામના શ્રાવક, પત્ની બંધુમતી અને કુટુંબ પરિવાર સહિત જીવન વ્યતીત કરી રહ્યા હતા. તેઓ જૈન ધર્મને વરેલા હતા. પરિવાર સામાયિક કરવામાં પ્રેમાળ હતો. સામાયિક કરતાં વિશુદ્ધ પરિણામ થયા. રોજ ત્રણ મનોરથ ચિંતવતા આરંભ-પરિગ્રહનો ત્યાગ કરી સામાયિક શ્રાવકે સમંતભદ્રાચાર્ય પાસે દીક્ષા લીધી. તેમની પત્ની પણ આર્યા બની ગઈ. દીક્ષા લઈને તેઓ સંયમ તપથી આતમ ભાવના ભાવતાં વિચરવા લાગ્યાં. એકદા પત્ની સાધ્વીને ગોચરી લેવા જતી જોઈને સામાયિક મુનિવરની ઉપાસના સ્ખલિત થઈ ગઈ. તેના અંતઃકરણમાં દબાયેલી વાસના ઉછળી, છતાંએ પ્રતિજ્ઞા જાળવી રાખી. અહીં સાધ્વી ગોચરી લઈને ગુરુકુળમાં આવી, ગુરુકુળ વાસી ગુરુબહેનોએ આહાર-પાણી કરી લીધા પછી પ્રવર્તિની સાધ્વી પાસે ઉપરોક્ત વાત કરી. પ્રવર્તિનીએ તેની વાત સાંભળી આ નિર્દોષ સાધ્વીને પોતાની પાસે બોલાવી. બહુ વાત્સલ્યભાવથી વાત કરી. પ્રતિજ્ઞા બદ્ધ થયેલી જ્ઞાની સાધ્વી મર્મ પામી ગઈ. તેણીએ વિચાર કર્યો કે મેં આવું સુંદર ચારિત્ર ગ્રહણ કર્યું છે, તેનો ભંગ થવા નહીં દઉં. તેનો ઉપાય એક જ છે કે સંલેખના કરવી. તે સાધ્વીએ સંથારો કરી, ચારિત્ર પ્રતિજ્ઞા પાળી, અતિચારોની આલોચના કરી, કાલધર્મ પામીને આરાધક ભાવે દસમા દેવલોકમાં ઉત્પન્ન થઈ. અહીં આ સામાયિક મુનિવરને પણ ઉપરોક્ત હકીકતની ખબર પડી ગઈ. તેને દુઃખ થયું. તેમણે પણ પ્રાયશ્ચિત્ત કરી, દષ્ટિ દોષ નિવાર્યો અને આચાર્ય પાસે સંલેખના કરી, કાળના
38
Personal
"Woolnel bangjo |