________________
અવાયકુમાર અને ધારણાદેવી વાત સાંભળી ચકિત થઈ ગયા. આર્દ્રક મુનિવર આગળ ચાલ્યા. ત્યાં રસ્તામાં તેમને શાક્ય ભિક્ષુઓ મળ્યા. તેઓએ પ્રશ્ન મૂક્યા અને સાથે કહ્યું કે પેલા ગોશાલકને તમે હરાવ્યો તે સઘળું કથન અમે સાંભળેલ છે. એ...ગોશાલો....એવો જ છે. તમે તેને સારુંઅને સાચું કહ્યું. બાહ્ય ક્રિયાકાંડથી કંઈજ થતું નથી. ખરેખર આંતરિક ક્રિયા જ કર્મબંધનનું કારણ છે અને અમારો સિદ્ધાંત પણ આ પ્રમાણે જ છે– કોઈ પુરુષ મ્લેચ્છ દેશમાં ગયા અને ત્યાં મ્લેચ્છો મારી નાંખશે તેમ જાણીને તેનાથી બચવા પોતાની પાસે એક ખોળનો પિંડ છે, તેને પોતાના વસ્ત્રથી ઢાંકી ત્યાં ઊભો રાખી પોતે જાન બચાવવા દોડીને ચાલ્યા ગયા. પેલા મ્લેચ્છો
ત્યાં પહોંચ્યા અને અચેતન એવા ખોળ પિંડને જોતાં જ સમજ્યાં કે આ જ પુરુષ છે. તેમ માનીને તેને શૂળી દ્વારા વીંધી અગ્નિમાં રાંધી નાંખ્યો.
અથવા કોઈ પુરુષ તુંબાને નાનકડો કુમાર માની તેને પણ શૂળીમાં પરોવી વીંધીને પકાવે તો તે પુરુષ અજીવને જીવ સમજીને પચન પાચન કરતાં પ્રાણાતિપાતના પાપથી લિપ્ત થાય છે. આ અમારો મત છે. કેમ કે દ્રવ્ય પ્રાણાતિપાત ન હોવા છતાં પણ ભાવ પ્રાણાતિપાત થાય છે. માટે હે આર્દ્રક ! હિંસા કરનારાની મલિન મનોવૃત્તિ જ પાપનું કારણ છે. કહ્યું પણ છે કે મન વ મનુષ્યાળાં વારળ વંધમોક્ષયો । ઇત્યાદિ. મન એ જ મનુષ્યોના બંધ અને મોક્ષનું કારણ બને છે.
માની લો કે કોઈ મ્લેચ્છ, ખોળપિંડ સમજીને જીવતા પુરુષને વીંધી નાંખે છે. તુંબડુ છે તેમ માનીને બાળકને વીંધી નાંખે, પકાવી દે તો પણ જીવ કર્મથી લેપાતો નથી. આ અમારો સિદ્ધાંત છે. તાત્પર્ય એ જ કે જીવતા જીવને અચેતન માની મારી નાંખે તો કર્મના લેપથી લેપાતો નથી, પાપ લાગતું નથી. આવું નિર્દોષ ભોજન બુદ્ધ ભગવાનના પારણા માટે યોગ્ય છે. જે પુરુષ આવું ભોજન બે હજાર શાક્ય ભિક્ષુઓને રોજ કરાવે તે મહાપુણ્ય સ્કંધ પ્રાપ્ત કરીને અત્યંત પરાક્રમી આરોપ્ય નામનો દેવ બને છે.
આર્દ્રક મુનિવર ઃ– શાક્ય ભિક્ષુઓને કહે છે કે આપનો મત-સિદ્ધાંત સંયમવાન પુરુષોને અનુચિત જણાય છે, કારણ કે બળાત્કાર કરીને પ્રાણીઓની હિંસા કરવી તે પાપ જ છે. તે હિંસા પોતે કરી હોય કે કરાવી હોય કે કરતાં હોય તેને અનુમોદન આપ્યું હોય, તે ક્રિયા ધર્મ યુક્ત થઈ શકતી નથી. આપના આ અયોગ્ય મતનું જે કોઈ કથન કરે છે અને જે કોઈ સાંભળે છે તે બન્ને માટે અજ્ઞાન વધારનારું તથા દુઃખનું કારણ થાય છે.
ઊંચી, નીચી, તિરછી દિશાઓમાં રહેલા ત્રસ સ્થાવર જીવો માત્ર કે જેના લક્ષણમાં ચાલવું, હરવું, ફરવું અંકુર ફૂટવા વગેરે નજર સમક્ષ દેખાય છે. અનુમાન પ્રમાણથી, પ્રત્યક્ષ પ્રમાણથી જેનામાં જીવ દેહથી ભિન્ન રહેલો છે, એવું જાણીને જીવોની હિંસાના ભયથી શંકિત રહનારા અર્થાત્ હિંસાની ઘૃણા કરનારા, નિરવદ્યભાષા બોલનારા, કોઈ પણ જીવોની વિરાધના ન થાય તેવા વિચાર કરનારા, નિર્વધ કાર્યના ચાહક એવા ઉત્તમ વિચારશીલ પુરુષોને જ કોઈપણ હિંસાનો દોષ લાગતો નથી.
41
Personal
"Woolnel bangjo |