________________
Th( 5.
પોષણ કરતાં-કરતાં કર્મોની પરંપરા વધાર્યે જાય છે, તો પછી તેનો અંત ક્યારે થાય, તેનું જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રત્યાખ્યાન કિયાના ક્રીડાંગણમાં પ્રયાસ કરવા પહોંચી ગયો. અવગ્રહ કુમાર સાબદા થઈને પ્રત્યાખ્યાન ક્રિયાના નામને ગ્રહણ કરી અર્થ કરવા લાગ્યા. જુઓ...પ્રત્યાખ્યાન શબ્દનો સામાન્ય અર્થ કોઈ વસ્તુનો પ્રતિષેધ અથવા ત્યાગ કરવો, તેવો થાય છે. તેનો રહસ્ય ભર્યો અર્થ આ પ્રમાણે છે. જેમ કે– (૧) પાપાદિ કાર્યોનો ત્યાગ કરવાનો નિયમ, સંકલ્પ, નિશ્ચય કરવો. (૨) પરિત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરવી. (૩) નિંદા યોગ્ય કાર્યોથી નિવૃત્તિ લેવી. (૪) અહિંસાદિ મૂળગુણોમાં એવં સામાયિકાદિ ઉત્તર ગુણોમાં બાધક પ્રવૃત્તિઓનો યથાશક્તિ ત્યાગ કરવો. આ રીતે વિવિધ અર્થ થાય છે. હવે વિશેષ વિચાર-વિનિમય ઈહાકુમારી દર્શાવશે.
ઈહાકુમારી ઉપસ્થિત થયા અને બોલ્યા- સાંભળો.. આ અધ્યયનમાં પ્રત્યાખ્યાન કરનારની ક્રિયા જ સાર્થક દર્શાવી છે. પ્રત્યાખ્યાન કરનાર વ્યક્તિને સંયત, વિરત, પાપકર્મને પ્રતિહત કરનાર કહેલ છે. તેના સિવાય સર્વ જીવો અપ્રત્યાખ્યાની છે. સંજ્ઞી કે અસંજ્ઞી જીવો મનથી, વચનથી કે કાયાથી પ્રત્યાખ્યાન ન કરનાર; કોરી ધાકોર વાતો કરનાર પોતાને પંડિત માનનારાઓને ગુરુકૃપા કે કોઈ ધર્મતીર્થનો સ્વીકાર કરવા માત્રથી,દેવ-ભગવાનના નામ લેવાથી, અધ્યાત્મની વાતો જોરશોર પૂર્વક કરવાથી, અનેકને ઉપદેશ દેવાથી, પાંચેય ઇન્દ્રિય વિષયના દરવાજા ખુલ્લા મુકવાથી, પંચમાં પૂછાવાથી, સારા એવા વક્તા બનવાથી કંઈ કર્મથી મુક્ત થવાતું નથી. બંધનોથી મુક્ત થવું હોય તો પ્રત્યાખ્યાન કરવાની જરૂરત હોય જ છે. તે પ્રત્યાખ્યાન, પ્રતિજ્ઞા, સંકલ્પબળ વધાર્યા વિના જીવ અનાદિની આદત છોડી શકતો નથી, જેથી પ્રત્યાખ્યાન લેવા અત્યંત જરૂરી છે. અવાયકુમાર બોલ્યા તહેત, સત્ય છે. સેવં ભંતે... સેવં ભંતે. હવે પ્રત્યાખ્યાનની વિશેષ વાતો અમને કહો. ઈહાકુમારી વિચારની મુદ્રામાં એક પછી એક વાત વિચારીને કહેવા લાગ્યા. સાંભળો..
ત્રીજા અધ્યયનના અંતમાં આહાર શુદ્ધિનો ઉપદેશ આપેલ છે. આહાર શુદ્ધિથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે. કલ્યાણની ઇચ્છા રાખનારાઓએ આહાર વિશુદ્ધિ-પિંડેષણાનું સેવન કરવું જોઈએ. આહારની વિશુદ્ધિ પ્રત્યાખ્યાન વિના થઈ શકતી નથી, માટે જ તો આહાર શુદ્ધિના કારણભૂત પ્રત્યાખ્યાન ક્રિયાનો ઉપદેશ આપવા માટે આ ચોથા અધ્યયનનું નામ પ્રત્યાખ્યાન ક્રિયા છે. પ્રત્યાખ્યાનના મુખ્ય બે ભેદ છે– દ્રવ્ય પ્રત્યાખ્યાન અને ભાવ પ્રત્યાખ્યાન.
કોઈ દ્રવ્યના, અવિધિ પૂર્વક, કોઈ લક્ષ બાંધ્યા વિના, કોઈના નિમિત્તે પ્રત્યાખ્યાન કરવા, તે દ્રવ્ય પ્રત્યાખ્યાન છે.
આત્મશુદ્ધિના લક્ષ, મૂળ ગુણ કે ઉત્તર ગુણમાં બાધક હિંસાદિનો મન, વચન અને કાયાથી યથાશક્તિ ત્યાગ કરવો તે ભાવ પ્રત્યાખ્યાન છે. શુદ્ધ અંતઃકરણથી મૂળગુણ પ્રત્યાખ્યાન, ઉત્તરગુણ પ્રત્યાખ્યાન સાધુ-શ્રાવકને હોય છે.
પ્રત્યાખ્યાન સાથે ક્રિયા જોડાયેલી છે તેથી તેનો વિશિષ્ટ અર્થ આ પ્રકારે થાય છે(૧) ગુરુ અથવા ગુરુ સમાન વડીલજન પાસે કે તીર્થંકર પરમાત્માની સાક્ષીએ વિધિપૂર્વક
તો નથી, માટે
આપવા માટે
ના મુખ્ય બે હો
35
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt