________________
ત્યાગ-નિયમ સ્વીકારવો. (૨) વ્રત-નિયમ તપનો સંકલ્પ કરવા સમયે તેની ધારણા કરવી, વચનથી વોસિરામિ બોલવું અને કાયાથી જેવું વ્રત સ્વીકાર્યું હોય તેવું પાળવું. આ રીતે આ અધ્યયનમાં ભાવ પ્રત્યાખ્યાન ક્રિયાનું નિરૂપણ છે.
પ્રસ્તુત અધ્યયનમાં સર્વ પ્રથમ અપ્રત્યાખ્યાનીનું કથન છે. તેના આત્માના પાપ દ્વાર સદૈવ ખુલ્લા રહે છે અને સતત પાપકર્મના બંધ પડતા જ રહે છે, તેથી તેને એકાંત અસંયત, અવિરત, પાપકર્મના પ્રતિઘાત કે પ્રત્યાખ્યાન ન કરનાર, એકાંત બાલ, હિંસકાદિ દર્શાવ્યા છે. તેના માટે બે દષ્ટાંત આપ્યા છે– સંજ્ઞીનું અને અસંશીનું.
સંશીનું દૃષ્ટાંત આ પ્રમાણે છે– મન, વચન અને કાયાને ધારણ કરનારને સંશી કહેવાય છે. તે સંશી પુરુષ હિંસક સ્વભાવવાળો છે. તેને એકદા રાજા સાથે વેર બંધાયું, તેથી તે રાજાને મારી નાંખવાનો મનથી આ પ્રમાણે વિચાર કરે છે– હું એવો અવસર શોધીશ, આ સમયે રાજમહેલમાં પ્રવેશ કરીશ અને આ રીતે રાજાને મારી નાંખીશ. આવા અવસરની રાહ જોતાં રાત-દિવસ હિંસાના વિચારમાં તત્પર રહે છે. રાજાની ઘાત કરી શક્યો નથી, તોપણ તે હિંસક જ છે, શત્રુ જ કહેવાય છે. તેમ જીવે અજ્ઞાનના કારણે બીજા જીવોની ઘાત કરી નથી, છતાં વિના પ્રત્યાખ્યાને તે હિંસક જ કહેવાય છે.
અસંશીનું દૃષ્ટાંત આ પ્રમાણે છે– અસંશી ત્રસ-સ્થાવર જીવો માટે પણ એક દષ્ટાંત આપ્યું છે. જેમ કે કોઈ પુરુષને કોઈ ગામનો નાશ કરવાનો ભાવ ઉત્પન્ન થયો. તે વખતે તેણે એમ ન વિચાર્યુ કે ગામમાં મારા ઘણા મિત્રો સ્વજન-સંબંધીઓ હશે તે પણ મરી જશે. તેણે તેના અજ્ઞાનના કારણે એટલું જ વિચાર્યું કે મારે ગામનો નાશ કરવો છે. તેણે ગામનો નાશ કર્યો ત્યારે ગામનો નાશ કરવાની ધૂનમાં ગામનો નાશ કરતાં, ગામવાસીઓનો નાશ કરી નાંખ્યો. ગામની સાથે ત્યાંના લોકો મૃત્યુ પામ્યા. તે પુરુષ ગામનો ઘાતક સહિત અનેક મનુષ્યોનો પણ ઘાતક કહેવાશે. આધુનિક જમાનામાં કચરાપેટીમાં કચરો બાળવાની ઇચ્છાથી કોઈ વ્યક્તિ આગ મૂકે ને વિચારે કે કચરો બાળું છું. તેવા અજ્ઞાની સંકલ્પની સાથે કચરામાં રહેલા અનેક એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવોનો નાશ કરે છે. આ રીતે જે લોકો પ્રત્યાખ્યાન કરતા નથી, તેઓને છકાય જીવોની હિંસાદિ ૧૮ પાપસ્થાનકના કર્મ બંધાય જાય છે, પછી તે ભલે સંશી કે અસંશી હોય. પરમાત્માએ સર્વ જીવો પ્રતિ હિંસાદિ, કષાયાદિ, મિથ્યાદર્શનશલ્ય આદિ પાપથી વિરામ પામવાનો ઉલ્લેખ કર્યો છે. વર્તમાન કાળ સંબંધી પાપમય કૃત્યથી રહિત થાય તે સંયત કહેવાય છે. ભૂત અને ભવિષ્યકાળ સંબંધી પાપથી નિવૃત્ત થાય તે વિરત કહેવાય છે. વર્તમાનકાળ માં સ્થિતિ, અનુભાગ બંધનો નાશ કરે તે પ્રતિહત કહેવાય છે અને પ્રત્યાખ્યાન વડે પહેલાં કરેલા પાપોની નિંદા કરીને તથા ભવિષ્યમાં તે પાપ ન કરવાનો સંકલ્પ કરે તે પ્રત્યાખ્યાત પાપકર્મ કહેવાય છે. આવા પ્રત્યાખ્યાન કરનાર પ્રત્યાખ્યાની આત્મા જ સંયત-વિરત થઈને કર્મનો નાશ કરનાર થાય છે. તે ત્યાગી કેવા હોય તેનું વિશદ વર્ણન આ અધ્યયનમાં વાંચીને હે અવાયકુમાર! તમારે નિર્ણય કરવાનો છે. ખૂબ જ ઊંડાણથી આ અધ્યયનનો અભ્યાસ કરી,
36
wate & Personal
"Woolnel bangjo |