________________
શરીરોનો આહાર કરે છે અને અનેક પ્રકારના ત્રણ-સ્થાવર જીવોના શરીરોને અચિત્ત બનાવે છે.
આ જ રીતે વૃક્ષથી ઉત્પન્ન થયેલા વૃક્ષ અથવા તેના આશ્રયે અધ્યાહ રૂપે ઊગેલ વેલા-લતા વગેરે વનસ્પતિના શરીર અનેકવર્ણાદિવાળા હોય છે. તે જીવો પોતાના કરેલા કર્માનુસાર સુખદુઃખ ભોગવે છે, પરંતુ તેમને ઈશ્વર કૃત સુખ કે દુઃખ હોતું નથી. અવાયકુમારે કહ્યું–બરાબર છે, તહેત વચન પ્રમાણ. નિષ્કર્ષ એ જ નીકળે છે કે વનસ્પતિના અગ્રબીજાદિ ચાર પ્રકારના બીજોથી ઉત્પન્ન થયેલ જીવો પૃથ્વીયોનિથી, વૃક્ષયોનિથી અને વૃક્ષ અધ્યારુહ યોનિથી ઉત્પન્ન થતાં ઓજ આહાર ગ્રહણ કરે, તેને વર્ણાદિરૂપ પરિણત કરે, વગેરે ક્રિયા કરીને ઉત્પન્ન થાય છે, સ્થિત રહે છે અને વૃદ્ધિ પામે છે. તેના માટે સ્થાવરાદિ જીવોનો નાશ કરતા જીવોનું પરસ્પર પોષણ થાય છે. આ રીતે જીવ જન્મ-મરણ કરે છે.
તીર્થકરોએ કહેલ ઉપદેશનો વિચાર ઈહાદેવીએ યથાતથ્ય વર્ણવ્યો છે. તેનું વિશ્લેષણ નિર્ણયાત્મકરૂપે આપણે અધ્યયનથી વિચારશું. અહીં તો સંકેત માત્ર આપી, એટલું જ જાણશું કે જે રીતે પૃથ્વીયોનિક વનસ્પતિ ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે જલયોનિક વનસ્પતિ પણ ઉત્પન્ન થાય છે. સર્વ જીવોનો ખોરાક દીર્ઘલોક વનસ્પતિ હોવાથી આ અધ્યયન અગ્રબીજાદિ વનસ્પતિથી આરંભીને તિર્યંચ પંચેન્દ્રિય સુધીમાં વર્ણવ્યું છે. આ રીતે કયો જીવ, કોના આશ્રયે ઉત્પન્ન થાય છે, તેનું વિસ્તૃત વર્ણન કરીને જીવને ચેતવણી આપી છે કે કોઈ ઈશ્વર અથવા પાંચ મહાભૂતાદિ આપણને ઉત્પન્ન કરતા નથી, પરંતુ સ્વયં આત્માએ કરેલા કર્મથી જ ઉત્પત્તિ અને વિનાશ થાય છે, તેથી તે સઘળી ક્રિયાનો કર્તા જીવ પોતે જ છે, માટે અનાદિનો કરેલો અવળો આયાસ છોડીને સવળો બની, પરમ પ્રાણ પામવાનો પ્રયાસ કરી લેવો જોઈએ.
| તીર્થકર ભગવાને એ જ ઉપદેશ આપ્યો છે. સંસારના સઘળા પ્રાણીઓ, સઘળા ભૂતો, સઘળા જીવો અને સઘળા સત્ત્વો અનેક પ્રકારની યોનિઓમાં ઉત્પન્ન થાય છે. અનેક પ્રકારની યોનિઓમાં સ્થિત રહે છે અને અનેક પ્રકારની યોનિઓમાં વધે છે. તેમાં લીખ, જૂ વગેરે મનુષ્ય શરીર સંબંધી યોનિવાળા કહેવાય છે. તે જીવો મનુષ્યના શરીરનો આહાર કરે છે. આ સઘળા જીવોનું આદિ કારણ કર્મ જ છે. તેઓ સાવધ આહાર કરવાથી નવાકર્મ બાંધે છે ને જન્મ-મરણનું ફળ ભોગવે છે, અસ્તુ...
હે નિગ્રંથો...નિગ્રંથીઓ ! તમે લીધેલા સંયમ માર્ગમાં નિર્દોષ આહાર પ્રાપ્ત કરી, સમિતિઓથી સમિત બની સંયમમાં યત્નવાન બનો, તો જ જીવન નિર્વાહ કરતાં આ મળેલા માનવ દેહથી સાધના દ્વારા સંયમની સાર્થકતા સર્જાશે અને પરમપ્રાણયુક્ત સ્વરૂપાનંદનો અનુભવ પ્રાપ્ત થશે. આ જ આ અધ્યયનનું શાસન, અનુશાસન છે, એમ અવાયકુમારે નિર્ણય આપ્યો અને ધારણાદેવીએ પોતાના સ્મૃતિરૂપી કેમેરામાં ફિલ્મ ઉતારી સ્થિત કરી લીધો. પરમપ્રાણ પામવાનો પ્રયાસ ચોથો(અધ્યયન ચોથું) - પ્રિય સાધક ગણ! મારા મતિજ્ઞાનનો ઉપયોગ પોતાના સ્વજનોને લઈને શ્રુતજ્ઞાનની પાંખે ઊડીને આહારની ક્રિયા વિધિ જાણી લીધા પછી જન્મ-મરણના ફેરામાં ફરનાર જીવો પોતાના કરેલા કર્મો દ્વારા યોનિમાં ઉત્પન્ન થઈ શરીરનું
34
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt