________________
જીવ અનેક જાતિવાળી પૃથ્વીની ચીકાશનો આહાર કરે છે. ઉપરાંત તે જીવ અનેક ત્રણ-સ્થાવર જીવના શરીર અચિત્ત બનાવી દે છે. તે જીવો પ્રથમ આહાર કરેલા અને ઉત્પત્તિ પછી ત્વચા દ્વારા આહાર કરેલા પૃથ્વીકાયાદિ શરીરને પોતાના શરીર રૂપે પરિણત કરી દે છે. તે પૃથ્વીયોનિક વૃક્ષના બીજા શરીરો પણ વિવિધ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને અવયવ રચનાથી યુક્ત તથા અનેકવિધ પુદગલોથી બનેલા હોય છે. એમ તીર્થકરોએ કહ્યું છે. આ પૃથ્વીની યોનિમાં વનસ્પતિનું બીયારણ ઉત્પન્ન થયું, એમ પ્રથમ ભેદ પૃથ્વીયોનિક વૃક્ષનો થયો. અવાયકુમારે કહ્યું–બરાબર.. બરાબર.
ત્યાર પછી ઈહાકુમારી કહે કે– હવે અજબની બીજી વાત વિચારીને તમને કહેવા માંગું છું. કોઈવનસ્પતિનો જીવ વૃક્ષયોનિક હોય છે, તેથી તે વનસ્પતિનું બીયારણ પેલું પૃથ્વીયોનિક જે વૃક્ષ ઊગ્યું હતું, તેમાં પોતાના કર્માનુસાર તે વૃક્ષમાં ઉત્પન્ન થાય છે, વૃક્ષમાં સ્થિત થાય છે અને તેમાં જ વૃદ્ધિ પામે છે. પૂર્વોક્ત પ્રમાણે વૃક્ષોમાં ઉત્પન્ન, ત્યાં જ સ્થિતિ અને વૃદ્ધિ પામનાર કર્માધીન તે વનસ્પતિ જીવો પોતાના કર્મથી આકર્ષિત થઈને પૃથ્વીયોનિક વૃક્ષોમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. તેની ઉત્પત્તિમાં ઈશ્વર કે કાળ કારણ નથી, પરંતુ વૃક્ષનું શરીર ધારણ કરવામાં તેઓ દ્વારા કરેલા કર્મો જ કારણ હોય છે. એમ તીર્થંકર પરમાત્માએ ફરમાવ્યું છે.
વૃક્ષોની ઉપર ઉત્પન્ન થતાં તે વૃક્ષ યોનિક વૃક્ષ પૃથ્વી યોનિક વૃક્ષોના સ્નેહનો આહાર કરે છે. તેઓ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિના શરીરનો પણ આહાર કરે છે. તેઓ અનેક પ્રકારના ત્રણ-સ્થાવર જીવોનાં શરીરને પોતાના શરીરથી આશ્રિત કરીને અચિત્ત કરી દે છે અર્થાતુ તેઓના સચિત્ત શરીરનો રસ ખેંચીને તેઓને અચિત્ત કરી દે છે. અચિત્ત કરેલા તથા પહેલાં આહાર કરેલા અને છાલ દ્વારા આહાર કરેલા પૃથ્વી વગેરેના શરીરોને પચાવીને પોતાના રૂપમાં પરિણમાવી દે છે. તે વૃક્ષ યોનિવાળા વૃક્ષકાય જીવોના અન્ય શરીરો પણ હોય છે. તે અનેક પ્રકારનાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા અનેક પ્રકારના આકારવાળા, અનેક પ્રકારના શરીર, પુદ્ગલોથી ઉત્પન્ન થાય છે. આ રીતે પૃથ્વી યોનિક જીવ વૃક્ષ રૂપે, પછી વૃક્ષયોનિક જીવ વૃક્ષરૂપે એમ બીજો ભેદ થયો.
આ પૃથ્વી યોનિક વૃક્ષ, પૃથ્વીનો આહાર કરે છે. વૃક્ષયોનિક વૃક્ષ, વૃક્ષના રસનો આહાર કરે છે. જે જેની ઉત્પન્ન થવાની જગ્યા હોય તે તેનો આહાર કરે છે. તે બધા જીવો કર્મના નિમિત્તે વૃક્ષોમાં ઉત્પન્ન થાય છે, સ્થિત રહે છે અને વધે છે. તે વૃક્ષયોનિવાળા જીવો વૃક્ષમાં મૂળરૂપે, કંદરૂપે, સ્કંધરૂપે, છાલરૂપે, કૂંપળરૂપે, પત્રરૂપે, પુષ્પરૂપે, ફળરૂપે અને બીજ રૂપથી ઉત્પન્ન થાય છે.
આ રીતે વૃક્ષના અવયવોના રૂપથી ઉત્પન્ન થયેલા તે જીવો, તે વૃક્ષ યોનિ વાળા વૃક્ષોના સ્નેહનો આહાર કરે છે. મૂળથી આરંભીને બીજ સુધી જે જીવો હોય છે, તે પ્રત્યેક જીવો જુદા-જુદા હોવા છતાં એ જ રૂપે ત્યાં ઉત્પન્ન થાય છે. વૃક્ષનો સર્વાગી વ્યાપક જીવ આ દસ પ્રકારના જીવોથી જુદા તરીકે વૃક્ષમાં ઉત્પન્ન થાય છે. પ્રારંભમાં વૃક્ષ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ સ્નેહથી તે દસ અવયવોના જીવો પોષણ મેળવે છે. પછી તેઓ પૃથ્વી, અપુ, અગ્નિ, વાયુ અને વનસ્પતિના
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt