________________
પ્રાણયુક્ત પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન સાથે જોડાયેલા મતિજ્ઞાનોપયોગે અવગ્રહને કહ્યું ભાઈ! આ છે આહાર પરિજ્ઞા. તેને તું ગ્રહણ કરીને તેના અર્થ દર્શાવ. અવગ્રહ કુમાર હસતાં-હસતાં આવ્યા, પ્રણામ કરીને બોલ્યા- આ અધ્યયનના અર્થ અદ્ભુત છે. ચરાચર જગતના સર્વ જીવો જેને જેટલા પ્રાણ મળ્યા હોય, તેની તે શક્તિ દ્વારા આ યુગલનું બાવલું બનાવવા-ટકાવવા પોત-પોતાની યોનિમાં ઉત્પન્ન થાય, વૃદ્ધિ પામે, સ્થિત થાય છે. તેઓ પરિજ્ઞા અર્થાત્ પરિ = ચારેય બાજુઓમાંથી, શા = જાણીને, પોતાના યોગ્ય આહાર ગ્રહણ કરે, ખેંચે અને શરીર બનાવે. કાળધર્મ પામેલો જીવ કર્માનુસાર ઔદારિક, વૈક્રિય શરીર છોડીને એકલા તૈજસુકાર્પણ શરીરને લઈને એક સમયથી લઈને ચાર સમયમાં ફટાફટ ઉત્પત્તિ સ્થાનમાં પહોંચી જઈને જલદી-જલદી નવું શરીર બનાવવા યોનિસ્થિત પુલોની વર્ગણાઓને ગ્રહણ કરે છે, તેને ઓજ આહાર કહેવાય છે. ત્યાર પછી જેવું શરીર બન્યું કે તુર્તજ તેની ત્વચા દ્વારા રોમ આહાર કરે છે અને પછી કવલ આહાર ગ્રહણ કરવા લાગી જાય છે, તેથી આ અધ્યયનનું નામ આહાર પરિજ્ઞા છે.
પુષ્કરિણીના દષ્ટાંતમાંથી જ્ઞાનોપયોગે આસ્તિક નાસ્તિકના ભેદ સમજીને આસ્તિક ભાવને સ્વીકારી જડ ચેતનના ભેદ પાડી ગંભીર રહસ્ય જાણી લીધું. જડની ક્રિયા જડમાં જ થાય અને ચેતનની ક્રિયા ચેતનમાં જ થાય છે. તેના બે ભેદથી લઈને અનેક ભેદની ક્રિયા જાણી લીધી. આ ક્રિયાથી જીવ કેવી ક્રૂર હિંસા કરીને સંસારમાં પરિભ્રમણ કરે છે તથા તે પરિભ્રમણમાંથી છૂટી ઈર્યા ક્રિયા દ્વારા પરમદર્શી પરમાત્મા કેમ બને છે, તે જાણ્યું. અહીંયા હિંસા કરનાર જીવો જુદાં જુદાં અનેક જાતનાં શરીરો મેળવે છે. તે શરીરનાં પોષણ માટે આહાર જોઈએ છે, તે આહાર, ઓજ, રોમ અને કવલરૂપ છે. આ આહાર કરીને જ્ઞ-પરિજ્ઞા વડે આહાર જાણીને કેમ આગળ વધે છે, તેનું બીયારણ કેવું છે? તે સઘળી વાત વિચાર વિમર્શ કરી ઈહાકુમારી સમજાવશે. સજાગ બનેલા ઈહાકુમારી પટ્ટાંગણમાં આવી ગયા અને વ્યાસ પીઠ શોભાવતાં બોલ્યા- આ બીયારણ ચાર પ્રકારનું છે– અઝબીજ, મૂલબીજ, સ્કંધબીજ અને પર્વબીજ.
(૧) અઝબીજ– વૃક્ષના ઉપરના ભાગમાં મોખરે બીજ હોય છે. જેમ કે તાડ વગેરે (૨) મૂલબીજ– મૂળ જ જેનું બીજ હોય છે. જેમ કે કમળકંદનું મૂળ વગેરે. (૩) પર્વબીજકાંતળીમાં જે બીજ રહે તે, શેરડી, નેતર વગેરે. (૪) સ્કંધબીજ– સ્કંધમાં જેનું બીજ હોય છે તે. જેમ કે શલકી, વડ, પીપળો વગેરે. અવાયકુમાર બોલ્યા- બરાબર, તહેત વચન. ધારણાદેવી બોલ્યા-બીજના જ્ઞાનને બરાબર આ કેમેરાની ફિલ્મમાં મેં ઉતારી લીધું છે, હવે આગળ વર્ણન કરો.
ઈહાકુમારી બોલ્યા- આ લોકમાં પૂર્વાદિ દિશાઓ તથા વિદિશાઓમાં ચારે બાજુમાં ચાર પ્રકારના બીજ કાયા હોય છે. તે બીજ કાયમાં તે તે પ્રકારના જીવ છે. જે-જે બીજ જે પ્રદેશમાં ઉત્પન્ન થવાની યોગ્યતા રાખે છે, તે બીજ તે ક્ષેત્રમાં પૃથ્વી ઉપર ઉત્પન્ન થાય છે અને તેના ઉપર સ્થિત રહે છે. તે જ પૃથ્વી ઉપર વૃદ્ધિ પામે છે. પૃથ્વી ઉપર ઉત્પન્ન થનાર તેના ઉપર સ્થિત રહેનાર તથા વૃદ્ધિ પામનાર તે જીવ કર્મને વશીભૂત બનીને, કર્મથી આકર્ષિત થઈને, વિવિધ પ્રકારની યોનિ વાળી પૃથ્વીમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. પૃથ્વી ઉપર વૃક્ષ રૂપે ઉત્પન્ન થઈને તે
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt