________________
વાવ છે.
દરેકના દરેક આત્મા અલગ છે. કર્મના કારણે જીવ જન્મ ધારણ કરે છે; સ્વભાવ, કાળ, કર્મ, પુરુષાર્થ અને નિયતિ પાંચ સમવાયના સંયોગે કાર્ય થાય છે; નિયતિ માત્રથી જ કંઈ થતું નથી. આ રીતે સંપૂર્ણ પ્રયાસ સફળ થયો. જે એકાંતવાદ છોડી અનેકાંતમાં રમણ કરે છે તે પુંડરીક સમાન થઈ પરમ પ્રાણને પોતાના જ પ્રયાસથી પામી જાય છે.
આ રીતે પુષ્કરિણી-વાવનું દષ્ટાંત આપી ભગવાન મહાવીર સ્વામીએ શ્રમણશ્રમણીઓને ઉપદેશ આપ્યો. તે અધ્યયનનું સંપાદન કરી મારો મતિજ્ઞાનનો ઉપયોગ પરિવાર સહિત સંસાર અને સિદ્ધનું તુલનાત્મક જ્ઞાન કરી, મર્મ પામી આગળ વધ્યો.
આ રીતે પરમ પ્રાણ પામવાનો પ્રયાસ સિદ્ધ કરી, પેલા વિષયરૂપ કામભોગમાં મગ્ન બનેલા જીવોની દુર્દશા કેવી ક્રિયાથી થાય છે અને દંડ કેમ પામે છે તે જાણવા શ્રુતજ્ઞાનની પાંખે ઊડ્યો અને પહોંચી ગયો ક્રિયાનગરમાં... ચાલો આપણે હવે ત્યાંનો મર્મ જાણીએ... પરમ પ્રાણ પામવાનો પ્રયાસ બીજ(અધ્યયન બીજુ) - મારો મતિજ્ઞાનોપયોગ શ્રુતની પાંખે ઊડીને ક્રિયાના અધ્યયનની આરામ ખુરશી ઉપર બિરાજમાન થયો. તેમણે અવગ્રહકુમારને કહ્યું–જુઓ આ છે–ક્રિયા અધ્યયન, તેનો અર્થ કહો. અર્થાવગ્રહ બોલ્યા-ક્રિયાના અનેક અર્થ થાય છે– હલન, ચલન, સ્પંદન, ધડકન, કંપન, વ્યાપારાદિ. વિશેષ અર્થ આપણા બહેન ઈહાકુમારી દર્શાવશે. ઈહાકુમારી બોલ્યા સાંભળો– આમ તો ક્રિયાના બે ભેદ થાય છે–દ્રવ્યક્રિયા અને ભાવક્રિયા.
આ ક્રિયા જે સ્થાનેથી પ્રારંભ થાય તેને સ્થાન કહેવાય છે. અર્થદંડથી લઈને લોભ પ્રત્યયિક દંડ સુધી બાર પ્રકારના ક્રિયા કરવાના સ્થાન જે છે તે કર્મના બંધન કારક થાય છે,
જ્યારે ઇર્યાપથિક સ્થાન તેરમું એક જ સ્થાન એવું છે કે જે કર્મબંધનને છોડવાનું સ્થાન બને છે અને મોક્ષ પ્રાપ્ત કરાવે છે. માટે મુમુક્ષુઓએ કર્મબંધનનનાં બાર સ્થાનોને વિશિષ્ટ પ્રકારે જ્ઞ પરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છોડવા જોઈએ.
ઘટ-પટ વગેરેની ક્રિયાથી લઈને શરીરના અંત સુધીની સમસ્ત ક્રિયા દ્રવ્યક્રિયા કહેવાય છે અને ઉપયોગ સહિત કરવામાં આવતી ક્રિયાને ભાવદિયા કહેવાય છે.
તેર ક્રિયાસ્થાન પછી ધર્મપક્ષ અને અધર્મપક્ષનું વર્ણન આવે છે. પ્રાયઃ સર્વ લોકસમૂહ અધર્મમાં પ્રવૃત્ત હોય છે, છતાં કેટલાક જીવો ધર્મદેશના સાંભળી અધર્મમાંથી નીકળી ધર્મદેશના–ઉપદેશ પામી ધર્મમાં પ્રવૃત્ત થાય છે.
હે અવાયકુમાર ! ક્રિયાનો ક્ષય કરી જીવ મોક્ષમાં બિરાજમાન થાય છે, અક્રિય બની જાય છે. પોતાના સ્વભાવના અનંત ગુણોમાં રમણતા કરે છે. પરમ પ્રાણ પામવાનો આ પ્રયાસ છે. આ તેરમા સ્થાનની ક્રિયા કેવી હોય? તેનો ધર્મપક્ષ કેમ બને? તેનો તમારે નિર્ણય કરી, બાર સ્થાનનો ત્યાગ કરીને તેરમા સ્થાનમાં પ્રવેશ કરવાનો છે. અવાયકુમાર કહે–બરાબર. ધારણાદેવી તો સ્થિત જ થઈ ગયા અને પોતાના સંસ્કારમાં તેરમું સ્થાન સ્થિત કરી લીધું. પરમપ્રાણ પામવાનો પ્રયાસ ત્રીજો(અધ્યયન ત્રીજ) - મારો મતિજ્ઞાનોપયોગ પોતાના રસાલા સહિત શ્રુતજ્ઞાનની પાંખે ઊડીને આહારપરિજ્ઞાના પલંગ ઉપર બિરાજમાન થયો. દસ
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt