SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ આપે છે અને સાવધક્રિયા કરી જીવો સંસારમાં રઝળે છે. તેઓ નથી કિનારે પહોંચી શકતા કે નથી પુંડરીક કમળને પામી શકતા; વચ્ચે રહી દુઃખી થઈ જાય છે... અવાય કુમારે હોંકારો ભર્યો–બરાબર છે. પશ્ચિમ દિશાનો ત્રીજો પુરુષ : - તે પ્રવાદુક ઈશ્વરવાદી છે. આ જગત આખું દેખાય છે, તેનું કારણ એક ઈશ્વર છે. તેમની પાસે રાજા આદિ શ્રદ્ધાળુ થઈને આવે છે. તેને તે ઉપદેશ આપે છે– આ જગતમાં જીવોની જે વિવિધતા દેખાય છે, સુખી-દુઃખી, ગરીબ-તવંગર વગેરે દેખાય છે તે સર્વનું કારણ એક ઈશ્વર છે. જેમ કે– શરીરમાં ગૂમડા નીકળે છે, તે તેમાં જ ઉત્પન્ન થાય છે, વૃદ્ધિ પામે છે અને તેમાં જ સ્થિત રહે છે. જેવી રીતે ભૂમિ પર રાફડો, વૃક્ષ; જળમાં ભરતી, પરપોટો વગેરે જે જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં જ વૃદ્ધિ પામે અને સ્થિતિ પણ ત્યાં જ થાય છે. એવી જ રીતે ઈશ્વર બધું ઉત્પન્ન કરે, વૃદ્ધિ કરે અને સ્થિત કરે છે. એમ કહીને પોતે પોતાને નહીં જાણતો હોવાથી ઈશ્વરવાદી ધર્મની પ્રરૂપણા કરે છે. જેમ પીંજરામાં પૂરાયેલું પક્ષી ઉડી શકતું નથી તેમ ઈશ્વરવાદી લોકો પણ સત્કર્મ દ્વારા કર્મક્ષય કરી આ પાર કે પેલે પાર જઈ શકતા નથી. ઉત્તર દિશાનો ચોથો પુરુષ - આ નેતા પુરુષ નિયતિવાદી છે. જે થવાનું હોય તે જ થાય છે. તેમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી. તે વાત સજ્જડ ભાવે પોતાને મનમાં ઠસી ગઈ છે અને અનેક શ્રદ્ધાળુને તે ભાવો જડબેસલાક ઠસાવી; બધાના કર્મો, પુરુષાર્થ, બળ, પરાક્રમ ઢીલા પાડીને વિચરે છે. કાણા-કુબડા, સુરૂપ-કુરૂપ વગેરે જે થવાનું હોય તે જ થાય છે. તેમાં ઈશ્વર પણ કાંઈ જ કરી શકતા નથી, પાંચ મહાભૂત પણ કાંઈ કરી શકતા નથી. જે કાળે જે થવાનું હોય તે થયે જ છૂટકો છે. આવી પ્રરૂપણા કરનાર, નથી પહોંચતા આ પાર કે નથી પહોંચતા પેલે પાર. આ ચારે ય વિષય-કામભોગ રૂ૫ પંકમાં નિમગ્ન થઈને પુંડરીકને પ્રાપ્ત કરવામાં સફળ બની શકતા નથી. અવાયકુમારે હોંકારો ભણ્યો–બરાબર છે અને ધારણાદેવીએ ચારેય પુરુષનો ઇતિહાસ પોતાના કેમેરામાં ગોઠવી દીધો. પાંચમો પુરુષઃ ભિક્ષુ - જ્ઞાની, મેધાવી, સંસારના સ્વરૂપને સમજી સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રને ધારણ કરનાર એવા યોગી અણગાર છે. તેઓ ધર્મના કિનારે ઊભા રહીને પેલા પુંડરીક કમળ સામે પોતાની ઊર્જાનું અનુસંધાન કરીને કહે છે– હે પુંડરીક કમળ પદ્મવર ! તમે કેવા મહાન છો. પ્રયાસ કરતાં-કરતાં ઉપર આવી ગયા છો. તમે ખુદ પુંડરીક છો. સ્પર્શ-સ્પર્શને પકડે છે તો તે સ્પર્શને છોડી તેનો જ સાથ સહયોગ માંગી વિશિષ્ટ પ્રકારનો પ્રયાસ કરો. એ. કર્યો અને પદ્મવર પુંડરીક કમળ બહાર નીકળી કિનારે આવી સંતના ચરણ પકડી લીધા. તેઓ સર્વવિરતિ ધર બની વિષયરૂપી કામભોગથી મુક્ત બની ગયા. આ ઉદાહરણ મતિજ્ઞાનના ઉપયોગમાં અવગ્રહમારે ગ્રહણ કર્યું. ઈહાએ સર્વની સમક્ષ ઉદાહરણનો મર્મ સમજાવ્યો. અવાયકુમારે હોંકારો ભણી તેનો નિશ્ચય કર્યો અને ધારણાદેવીએ તેનો પોતાના સ્મૃતિરૂપ કેમેરામાં સંગ્રહ કરી લીધો. આ કમળરૂપ રાજાએ સંતના ચરણે જઈ પુંડરીક બનવા પ્રયાસ કર્યો. પહેલાં તેમણે તજીવ તન્શરીરવાદીની માન્યતાથી વિપરીત, આત્મા શરીરથી જુદો છે, તેમ અનુભવ્યું. પાંચભૂતને અજીવના રૂપમાં ગ્રહી, જીવ જુદો છે તેમ અનુભવી; ઈશ્વર પોતે જ આત્મા છે. 30 / નાયક, થરા of B & Besson Use www.ainelibrandt
SR No.008754
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages286
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy