________________
શ્રોતાઓ સજાગ થઈ સાંભળવા લાગ્યા. ઈહાકુમારી કહે છે- વીતરાગ પરમાત્માએ ચૌદ રાજલોકના આ સંસારને પુષ્કરિણી–વાવ તરીકે દર્શાવી છે. તેના કિનારાને ધર્મ તીર્થ કહેલ છે. તે વાવમાં કર્મરૂપી પાણી અને વિષયભોગ રૂપી કીચડ ભરેલો છે. તેમાં અનેક જીવોના જન્મ મરણ થયા કરે છે. અનેક જનપદને રંગબેરંગી કમળો કહ્યા છે અર્થાત્ મનુષ્ય માત્રને કમળ કહ્યા છે અને તે બધા ઉપર શાસન ચલાવનાર પુંડરીક કમળને રાજા તરીકે ઓળખાવ્યા છે. મનુષ્યો પોતાના કર્માનુસાર જીવન ચલાવે છે. તેમાં કોઈ આર્ય-અનાર્યાદિ વૃત્તિવાળા જીવો હોય છે. આ સંસારમાં રાગ-દ્વેષ સિવાય બીજું દષ્ટિગોચર થતું નથી, તેથી જીવ લેશ પામે છે. ત્યારે શાંતિ પામવા શ્રદ્ધાળુ જીવો સંસારના ત્યાગી મહાત્મા પાસે જાય છે. તેઓને તે મહાત્મા ઉપદેશ આપે છે. ઉપદેશ આપનાર વ્યક્તિ ક્યાં સુધી પહોંચેલી છે, તેની વિશુદ્ધિ અને ચારિત્ર પ્રમાણે શ્રોતા ઉપર છાપ પડે છે. વક્તા અને શ્રોતા સરખા વિચારના થઈ જાય છે, તે બન્ને પોતાના માર્ગની અનુકૂળતા શોધતા ફરે છે અને જીવન જરૂરિયાત પૂરી પાડે છે. આ સંસારરૂપી વાવમાં ચારેય દિશામાં આ રીતે જનપદ, રાજા, ઉગ્રકુળવંશાદિ પુત્રો, યુવાનો, વૃદ્ધો હોય છે. એમનું જીવન ઓઘસંજ્ઞાઓ અને લોકસંજ્ઞાએ વ્યતીત થયા કરે છે. પૂર્વ દિશાનો પ્રથમ પુરુષ :- આ નેતા પુરુષ તજીવ તન્શરીરવાદી છે. તેમની પાસે શ્રદ્ધાળુ લોકો આવે છે. પોતે પોતાને ન ઓળખતો હોવાથી, શરીર અને જીવ બંનેને એક સ્વરૂપે સમજનારો હોવાથી તેઓને તે નેતા તજીવ તન્શરીરવાદનો ઉપદેશ આપે છે– આ અમારો મત સાચો છે, કારણ કે આત્મા જુદો દેખાતો નથી. મ્યાન-તલવાર, તેલ-ખોળ, શેરડીના કૂચા અને રસ, મુંજ અને ઇષિકા, અરણી અને અગ્નિની જેમ શરીરથી જુદા આત્માને કોઈ દેખાડી શકતા નથી. મનુષ્યો મૃત્યુ પામે ત્યારે તે આત્મા ગોળ, લાંબો, ટૂંકો વગેરે કેવો છે? તે પણ કોઈ જોઈ શકતું નથી, માટે શરીર તે જ જીવ અને જીવ તે જ શરીર છે. બંનેનો સાથે નાશ થઈ જાય છે, તેથી પરલોક નથી, માટે ખાઓ, પીઓ, જુઓ, આનંદ કરો. આવો છે તે પુરુષનો ચાર્વાક નાસ્તિક માર્ગ. શ્રદ્ધાળુ લોકો વિષયાંધ હોવાથી મન પસંદ વાત મળતાં, તે સ્વીકારે છે અને દુર્ગતિના કાદવમાં જન્મ મરણ કરે છે. આ પુરુષ નથી કિનારો પામનારો કે નથી શુદ્ધિ પામનારો. આ મતવાદી બિચારો દ્રવ્ય પ્રાણવાળા શરીરને જ ઓળખે છે, અવળો આયાસ કરે છે, માટે પરમ પ્રાણ પામવાનો પ્રયાસ કરી શકતો નથી. દક્ષિણ દિશાનો બીજો પુરુષ - આ નેતા પણ પાંચ મહાભૂતવાદી છે. તેમની પાસે શ્રદ્ધાળુ આત્માઓ આવે છે. તેને ઉપદેશ આપે છે કે- આ જગતમાં ક્રિયા-અક્રિયા, સુખ-દુઃખ, શાતા-અશાતા વગેરે વગેરે પાંચ મહાભૂતોને લીધે થાય છે. તે પાંચ મહાભૂત– પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ છે, આના સિવાય જગતમાં કાંઈ જ નથી. તેમાંય પણ બીજા આત્મષષ્ઠવાદી કહે છે કે પાંચભૂતમાંથી છઠ્ઠો આત્મા ઉત્પન્ન થાય છે. પાંચ મહાભૂતોના વિનાશથી આત્માનો પણ વિનાશ થઈ જાય છે. માટે હે માનવ ! પાંચ મહાભૂતને સ્વીકારી સાચા એવા અમારે માર્ગે ચાલો, તે શાશ્વત ધર્મ છે. શ્રદ્ધાળુ લોકો તેને સ્વીકારીને વસ્ત્ર-પાત્રાદિ
૧૦—
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt