________________
મિત્રો અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા, અમે બધા સાથે મળી શ્રુતજ્ઞાનની પાંખે ઊડી સૂયગડાંગ સૂત્ર બીજા શ્રુતસ્કંધની સુચારુ ગધાવલી, પધાવલી રૂપી પૃથ્વી ઉપર, સૂત્રોના સુમનો ઉપર બિરાજીત થઈને જિનવાણીના અમૃતરસની મહેફીલ માણવા પહોંચી ગયા પહેલા પુંડરીક કમળવાળી પુષ્કરિણી– વાવમાં; તે વાવ અરિહંત પરમાત્માના શબ્દો દ્વારા દષ્ટાંત રૂપે રચાયેલી હતી. તે વાવ ચોતરફ કિનારાવાળી, કાદવથી લથપથ જલવાળી, અનેક રંગબેરંગી કમળોની શોભાવાળી અને મધ્યમાં શતપાંખડીથી સુશોભિત શ્વેતવર્ણી સુગંધી પુંડરીક કમળવાળી આકર્ષક હતી. તે કમળનો ઉચ્છેદ કરી પોતાના કબ્જામાં લેવા માટે આતુર બનેલા, ચારેય દિશામાંથી પોતાની જાતને વિદ્વાન, કુશળ, હોંશિયાર માનનારા, કમળ મેળવવા લાલાયિત બનેલા એક-એક પુરુષ, કિનારો છોડીને ચાલતાં પુંડરીક કમળથી દૂર રહી જતાં કાદવમાં ખૂંચી ગયેલા હતા. આજુબાજુમાં ઘણા-ઘણા કમળો હતા. તેની વચ્ચે તેઓ મોજમાણી રહ્યા હતા. એક પુરુષ યોગી મહાત્મા વાવના કિનારા ઉપર ઊભા રહીને શબ્દોચ્ચાર માત્રથી પેલા પુંડરીક કમળને આહ્વાહન આપી રહ્યા હતા. આવું દશ્ય તે વાવડીનું હતું. તેના અર્થ ગ્રહણ કરવાનું કામ મારા અવગ્રહ મિત્રે સંભાળ્યું અને ઈહાકુમારીને આ પુષ્કરિણીનું ઉદાહરણ રૂપક શું સૂચવે છે તેનો વિચાર વિનિમય કરવાનું કામ સોંપ્યું તેમજ નિશ્ચય કરવાનું કાર્ય કે હોંકારો ભણવાનું કાર્ય અવાય કુમારને સોંપ્યું, ધારણા દેવીને સ્મૃતિના કેમેરામાં ઉતારી લેવાનું સોંપ્યું, બધાએ મંજૂર કર્યું. પાંચ ઇન્દ્રિય છઠ્ઠું મન એવા અમારા બધાનું કાર્ય અમે ચાર જણાએ ચાર-ચાર રૂપ બનાવી સંભાળી લીધું. દશ્ય જોવાનું ચક્ષુઇન્દ્રિયે સંભાળ્યું, શબ્દને ઝીલવાનું શ્રોતેન્દ્રિયે, સુગંધ માણવાનું ઘ્રાણેન્દ્રિયે, તેમ રસ માણવાનું તથા પ્રશ્ન પૂછવાનું રસેન્દ્રિયે અને સ્પર્શ કરવાનું સ્પર્શેન્દ્રિય અને વિચારવાનું કાર્ય મનોજ કુમારે સંભાળ્યું. ઈહાદેવીએ રસેન્દ્રિય(વાચા) દ્વારા વિચાર પ્રસ્તુત કર્યો.
પરમ પ્રાણ પામવાનો પ્રયાસ પહેલો(પ્રથમ અધ્યયન) – શ્રોતાઓ સાંભળો ! આ અધ્યયનનું નામ પુંડરીક છે.
પુંડરીક = સ્વચ્છ, શુદ્ધ, કમળ, રાજા, શ્રેષ્ઠ વગેરે અર્થ થાય છે. આ રીતે સચિત્તઅચિત્ત દરેક ચીજમાં જેટલી સુંદર વસ્તુ હોય, તેને પુંડરીક રૂપકથી સંબોધન કરાય છે અને જેટલી ચીજો ખરાબ હોય તેને કંડરીકના નામથી ઓળખાવાય છે.
પ્રસ્તુત અધ્યયનમાં પુષ્કરિણી—વાવમાં વનસ્પતિકાયમાંથી કાદવ કીચડના સંપર્કથી ઉત્પન્ન થયેલા શ્વેતવર્ણી વનસ્પતિકાયિક ઔદયિક ભાવવર્તી એકેન્દ્રિય પુંડરીક કમળને મુખ્ય કરીને દષ્ટાંત રજુ કર્યું છે. તેમાં અધ્યાત્મ ભાવમાં વર્તી રહેલ સુસાધુ શ્રમણ રૂપ ભાવ પુંડરીકનું વિસ્તારથી વર્ણન છે.
અવાય કુમારે માથું ધુણાવીને ઈહાકુમારીને કહ્યું– બરાબર, સત્ય પ્રમાણ, સાચું છે. ધારણાદેવી એ કેમેરા દ્વારા ચિત્ર ખેંચી સ્મૃતિના ખજાનામાં ગોઠવી દીધું. ઉપયોગે કહ્યું– આગળ ચલાવો, અવગ્રહે કહ્યું– આ વાવના દરેક પદાર્થનું વર્ણન રૂપક સહિત દર્શાવો. ઈહાકુમારીએ જે વિચાર કર્યા હતા તે રસનાદેવી દ્વારા વાક્યાવલીમાં ગોઠવાતા હતા.
28
Personal
"Woolnel bangjo |