________________
પરિશિષ્ટ-૨
.
[ ૨૧૧]
માટે દાવાનળનું જ્ઞાન અને ચાલવાની ક્રિયા, બંનેની અનિવાર્યતા છે. તે જ રીતે સાધનાના ક્ષેત્રમાં હિતાહિતનું જ્ઞાન અને અહિતકારી પ્રવૃત્તિને છોડવાની ક્રિયા, બંનેનો સમન્વય થાય, તો જ સર્વ કર્મોથી મુક્તિ પ્રાપ્ત થાય છે. અકિયાવાદી – ક્રિયાને નહીં સ્વીકારનારા. તેઓના મતાનુસાર જ્ઞાન જ પ્રકાશ કરનાર છે. તેનાથી જ ભાવોની શુદ્ધિ થાય છે અને ભાવ શુદ્ધિ જ કલ્યાણનો માર્ગ છે. માટે બાહ્ય ક્રિયાઓ આવશ્યક છે.
બીજી અપેક્ષાએ સાંખ્યમતાનુયાયીઓ અક્રિયાવાદી છે. તેઓના મતાનુસાર આત્મા સ્વયં કોઈ ક્રિયા કરતો નથી, બીજા પાસે કરાવતો પણ નથી. આત્મા કોઈ પણ ક્રિયાનો કર્તા નથી. આત્મા અક્રિય છે.
અક્રિયાવાદના ૮૪ ભેદ આ પ્રમાણે છે- જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ આ સાત તત્ત્વો સ્વ અપેક્ષાએ સત્ સ્વરૂપ છે અને પર અપેક્ષાએ અસત્ સ્વરૂપ છે અર્થાતું નથી. તેથી ૭૪ ૨ = ૧૪ ભેદ છે. આ ચૌદે ભેદને કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ, આ પાંચ સમવાય તથા યદેચ્છા આ છ બોલથી ગુણતાં ૧૪ X ૬ = ૮૪ ભેદ થાય.
અક્રિયાવાદની માન્યતામાં આત્મા અકર્તા છે, તે યોગ્ય નથી, કારણ કે આત્મા સ્વયં પોતાના કર્મોનો કર્તા અને તે જ કર્મોના ફળનો ભોક્તા છે.
ચેતન જો નિજભાવમાં કત આ૫ સ્વાભાવ,
વર્તે નહીં નિજભાવમાં કત કર્મ પ્રભાવ. આત્મા જ્યારે પોતાના સ્વભાવમાં સ્થિત હોય, તો તે પોતાના સ્વભાવનો કર્તા છે અને જ્યારે તે સ્વભાવમાં સ્થિત ન હોય અર્થાતુ રાગ-દ્વેષાદિ વિભાવમાં હોય, ત્યારે કર્મોનો કર્તા છે. જીવ સ્વયં પુણ્યપાપ આદિ જે કર્મો કરે છે. તેનું ફળ તે ભોગવે છે, માટે એકાંત અક્રિયાવાદ અયોગ્ય છે. અજ્ઞાનવાદ–તેમના મતાનુસાર સર્વ અનર્થોનું મૂળ જ્ઞાન છે. જ્ઞાન હોય, તો વાદ-વિવાદ, કલહ, સંઘર્ષ, અહંકાર, કષાયોની વૃદ્ધિ થાય છે. જ્ઞાન જ ન હોય તો વાદ-વિવાદથી દૂર રહી શકાય છે. જ્ઞાન હોવા છતાં અપરાધ કરે, તો તેનો દંડ વિશેષ થાય છે. અજાણતાં અપરાધ થાય, તો દંડ ઓછો મળે છે.
આ જગતમાં ભિન્ન-ભિન્ન દાર્શનિકો પોતાના મતની પુષ્ટિ માટે વિવિધ તર્ક-વિતર્કો અને યુક્તિઓ પ્રગટ કરે છે પરસ્પર એક બીજાનું ખંડન–મંડન કરે છે. તેમાં સત્ય શું છે તે જાણી શકાતું નથી, તેથી અજ્ઞાન જ સર્વશ્રેષ્ઠ છે.
જેમ ઔષધિના જ્ઞાન વિના પણ ઔષધ સેવનથી વ્યક્તિ નિરોગી થાય છે. નિરોગી થવા માટે ઔષધના જ્ઞાનની જરૂર નથી. તેમજ કર્મથી મુક્ત થવા માટે જ્ઞાનની જરૂર નથી. અજ્ઞાનવાદીના ૬૭ ભેદ છે. જેમ કે- જીવાદિ નવ તત્વ છે અને સ્વાદવાદ–અનેકાંતવાદની સપ્તભંગી છે, તેને ગુણતાં ૭ X ૯ = ૬૩ ભેદ થાય છે અને ઉત્પત્તિના સદુ, અસદ્, અવક્તવ્ય તથા સ અસ અવક્તવ્ય આ ચાર ભંગ મળતાં ૬૭ ભેદ થાય છે.
બીજી અપેક્ષાએ નવ તત્ત્વના સાત-સાત ભંગ થતાં ૯ X ૭ = ૩ ભંગ છે અને (૧) સાંખ્યમત (૨) શૈવમત (૩) વેદાંતવાદ અને (૪) વૈષ્ણવમત, આ ચારે મત ભક્તિપ્રધાન છે. તેમાં પણ જ્ઞાન-ક્રિયાની વિશેષ અપેક્ષા નથી, તેથી તેની ગણના અજ્ઞાનવાદમાં થાય છે. જેથી ૩ + ૪ = ૬૭ ભેદ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org