________________
[ ૨૧૦]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
પરિશિષ્ટ-૨
પાસડીના ૩૬૩ ભેદ
પાસંડ એટલે ભિન્ન-ભિન્ન મત-મતાંતર. શાસ્ત્રમાં તેના મુખ્ય ચાર પ્રકાર વર્ણિત છે– (૧) ક્રિયાવાદી (૨) અક્રિયાવાદી (૩) અજ્ઞાનવાદી (૪) વિનયવાદી. વિસ્તારથી તે ચારેયના ક્રમશઃ ૧૮૦ + ૮૪ + ૬૭ + ૩ = ૩૬૩ ભેદ થાય છે. કિયાવાદી - ક્રિયાવાદીઓ જ્ઞાનની ઉપેક્ષા કરીને એકાંતે ક્રિયાને જ સ્વીકારે છે. તેમના મતાનુસાર ક્રિયા જ પ્રધાન છે. ક્રિયાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. વિશુદ્ધ અને નિર્મળ ચિત્તથી કરેલી ક્રિયા મોક્ષ સાધનાનું અંગ છે અને મલિન ચિત્તથી થયેલી ક્રિયા કર્મબંધનું કારણ છે. તેઓના મતે આ જીવ છે, તેવું જ્ઞાન હોય, જીવને મારવાનો સંકલ્પ હોય અને કાયા દ્વારા મારવાની ક્રિયા થાય અને જીવ મરી જાય, તો જ કર્મબંધ થાય છે. આ રીતે કર્મનો બંધ અને મોક્ષ ક્રિયાથી જ થાય છે.
ક્રિયાવાદીના ૧૮૦ ભેદ આ પ્રમાણે થાય છે કાલ, સ્વાભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ, આ પાંચ સમવાય છે. તે પાંચ સ્વાત્મામાં કાર્યશીલ છે અને તે જ પાંચ પર–આત્મામાં કાર્યશીલ નથી, આમ સ્વ પરના ભેદથી ૫ X ૨ = ૧૦ ભેદ થાય છે. તે દશે ભેદ શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે. તેથી ૧૦ x ૨ = ૨૦ ભેદ થાય છે. આ વીસે ભેદને નવ તત્ત્વ પર ઘટિત કરતા ૨૦ X ૯ = ૧૮૦ ભેદ થાય છે. જેમ કે (૧) જીવ તત્ત્વમાં કાલ નામનો સમવાય સ્વની અપેક્ષાએ શાશ્વતપણે કાર્યશીલ છે. (૨) જીવ તત્ત્વમાં કાલ નામનો સમવાય સ્વની અપેક્ષાએ અશાશ્વતપણે કાર્યશીલ છે. (૩) જીવ તત્ત્વમાં કાલ નામનો સમવાય પરની અપેક્ષાએ શાશ્વતપણે કાર્યશીલ છે. (૪) જીવ તત્ત્વમાં કાલ નામનો સમવાય પરની અપેક્ષાએ અશાશ્વતપણે કાર્યશીલ છે.
આ રીતે જીવ તત્ત્વના કાલ નામના સમવાયના સંયોગે ચાર ભંગ થયા. તે જ રીતે પાંચે સમવાયના સંયોગે ચાર–ચાર ભંગ થતાં ૪ x ૫ = ૨૦ ભંગ થાય. જીવ તત્ત્વના વીસ ભંગ થયા. તે જ રીતે નવે તત્વના વીસ-વીસ ભંગ થતાં ૨૦ X ૯ = ૧૮૦ ભેદ થાય છે.
ક્રિયાવાદીઓ એકાંતે ક્રિયાની જ પ્રધાનતાને સ્વીકારે છે તે યથાર્થ નથી, કારણ કે જ્ઞાન વિનાની ક્રિયા પૂર્ણપણે સફળ થતી નથી. ક્રિયા વિષયક જ્ઞાન હોય, તો જ ક્રિયાનું આચરણ થઈ શકે છે, જ્ઞાનપૂર્વકની ક્રિયા જ સફળ થાય છે. જ્ઞાન વિનાની ક્રિયા અંધ સમાન છે. અને ક્રિયા વિનાનું જ્ઞાન પંગુ સમાન છે. જ્ઞાન અને ક્રિયાનો સુયોગ્ય સમન્વય થાય, તો જ તે મોક્ષ માર્ગનું અંગ બને છે. જેમ જંગલમાં લાગી રહેલો દાવાનળ અંધ પુરુષ દૂરથી જોઈ શકતો ન હોવાથી દાવાનળથી બચવા માટે પ્રયત્ન કરતો નથી અને પંગુ દાવાનળને દૂરથી જોવા છતાં ભાગવાની શક્તિ ન હોવાથી લાચાર બનીને તે દાવાનળમાં હોમાઈ જાય છે, પરંતુ જો અંધ અને પંગુ બંને સાથે મળી જાય, તો પંગુને દૂરથી જોયેલા દાવાનળથી બચવા માટે અંધ પુરુષના ખંભા પર બેસવું પડે છે અને અંધ પુરુષે પંગુના ચીંધેલા માર્ગે ચાલવું પડે છે. દાવાનળથી બચવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org