________________
અધ્યયન-૭: નાલંદીય _
| ૨૦૩ |
કેટલાક મનુષ્યો શ્રાવકના દેશાવગાસિક વ્રતની આરાધના કરે છે તેમાં તેઓ મર્યાદિત ક્ષેત્રમાં રહેલા ત્રસ જીવોની હિંસાનો સર્વથા ત્યાગ કરે છે અને સ્થાવર જીવોની હિંસાની મર્યાદા કરે છે અર્થાતુ મર્યાદિત ક્ષેત્રમાં સ્થાવર જીવોની પણ પ્રયોજન પૂર્વક થતી હિંસાની છૂટ રાખીને નિપ્રયોજન થતી હિંસાનો ત્યાગ કરે અને મર્યાદિત ક્ષેત્રની બહાર રહેલા ત્રસ-સ્થાવર જીવોની હિંસાનો સંપૂર્ણ ત્યાગ કરે છે.
સંસારી જીવોમાં વિવિધ પ્રકારે પરિવર્તન થતાં શ્રાવકોના પ્રત્યાખ્યાનના વિષયભૂત જીવો રહે છે. તે જીવોનો સર્વથા અભાવ થતો નથી અને તેથી શ્રાવકના પ્રત્યાખ્યાન નિવિષયભૂત થતા નથી. સૂત્રકારે તેને નવ વિકલ્પો દ્વારા સિદ્ધ કરી દર્શાવ્યું છે. (૧) કેટલાક જીવો મર્યાદિત ભૂમિની અંદર ત્રતપણામાં હોય અને તે મરીને તે જ મર્યાદિત ભૂમિની અંદર ત્રસરૂપે ઉત્પન્ન થાય છે. તે શ્રાવકવ્રતના વિષયભૂત રહે છે. (૨) કેટલાક જીવો મર્યાદિત ભૂમિની અંદર ત્રતપણામાં હોય અને તે મરીને તે જ મર્યાદિત ભૂમિની અંદર સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે; જ્યાં શ્રાવકને સ્થાવર જીવોની નિપ્રયોજન હિંસાનો ત્યાગ હોય છે. (૩) કેટલાક જીવો મર્યાદિત ભૂમિની અંદર ત્રસ હોય છે, પરંતુ મરીને તે મર્યાદિત ભૂમિની બહાર ત્રસ અથવા સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે. જ્યાં શ્રાવકને ત્ર-સ્થાવર સર્વ જીવોની હિંસાનો ત્યાગ હોય છે. (૪) કેટલાક જીવો મર્યાદિત ભૂમિની અંદર સ્થાવર હોય છે, પરંતુ તે જ મર્યાદિત ભૂમિની અંદર મરીને ત્રસપણે ઉત્પન્ન થાય છે. ત્યાં ત્રસ જીવોની હિંસાનો શ્રાવકને ત્યાગ હોય છે. (૫) જે જીવો મર્યાદિત ભૂમિની અંદર સ્થાવર હોય છે, તે મરીને ફરીથી તે જ મર્યાદિત ભૂમિની અંદર સ્થાવર પ્રાણીઓમાં ઉત્પન્ન થાય છે. ત્યાં શ્રાવકને નિપ્રયોજન તે જીવોની હિંસાનો ત્યાગ હોય છે. (૬) જે જીવો મર્યાદિત ભૂમિની અંદર સ્થાવર હોય છે, પરંતુ મરીને મર્યાદિત ભૂમિની બહાર ત્રસ અથવા સ્થાવર પ્રાણીઓમાં ઉત્પન્ન થાય છે. ત્યાં શ્રાવકને તે સર્વ જીવોની હિંસાનો ત્યાગ હોય છે. (૭) જે જીવો મર્યાદિત ભૂમિની બહાર ત્રસ અથવા સ્થાવર હોય છે, પરંતુ મરીને મર્યાદિત ભૂમિની અંદર ત્રસ પ્રાણીઓમાં ઉત્પન્ન થાય છે. ત્યાં ત્રસ જીવોની હિંસાનો શ્રાવકને ત્યાગ હોય છે. (૮) જે જીવો મર્યાદિત ભૂમિની બહાર ત્રસ અથવા સ્થાવર હોય છે, પરંતુ મરીને મર્યાદિત ભૂમિની અંદર સ્થાવર પ્રાણીઓમાં ઉત્પન્ન થાય છે. ત્યાં શ્રાવકને નિપ્રયોજન તે જીવોની હિંસાનો ત્યાગ હોય છે. (૯) જે જીવો મર્યાદિત ભૂમિની બહાર ત્રસ અથવા સ્થાવર હોય છે અને મરીને મર્યાદિત ભૂમિની અંદર ત્રસ અથવા સ્થાવર જીવોમાં ઉત્પન્ન થાય છે. ત્યાં ઉત્પન્ન થતા ત્રસ જીવોની હિંસાનો શ્રાવકને ત્યાગ હોય છે અને સ્થાવર જીવોની નિપ્રયોજન હિંસાનો ત્યાગ હોય છે.
આ રીતે જીવોની અવસ્થાઓમાં ગમે તે પ્રકારે પરિવર્તન થવા છતાં પણ શ્રાવકોની પ્રતિજ્ઞા પ્રમાણે કોઈક જીવોની હિંસાનો ત્યાગ અવશ્ય થાય છે. તેથી તેમના અહિંસાવ્રતની આરાધનાને સફળ બનાવે છે.
સંક્ષેપમાં શ્રાવકોના પ્રત્યાખ્યાનનો વિષય અત્યંત વિશાળ દષ્ટિથી જ્ઞાનીઓ દ્વારા નિયોજિત કરેલો છે અને ત્રસ કે સ્થાવર જીવોનો ક્યારેય સર્વથા ઉચ્છેદ થતો નથી, તેથી “ત્રસ જીવોનો સર્વથા અભાવ થઈ જાય અને શ્રાવકના પ્રત્યાખ્યાન નિર્વિષય બની જાય.” આ પ્રકારની કલ્પના વ્યર્થ સિદ્ધ થાય છે. આજે - સમીપવર્તી ક્ષેત્ર, મર્યાદિત ભૂમિ. શ્રાવકો વ્રત ગ્રહણ સમયે જેટલા ક્ષેત્રની મર્યાદા કરે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org