________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
दंडे णिक्खित्ते, ते तओ आउं विप्पजहंति, विप्पजहित्ता ते तत्थं परेणं चेव जे तसथावरा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते तेसु पच्चायंति, तेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ, ते पाणा वि जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ ।
૨૦૨
ભાવાર્થ :- તે મર્યાદાભૂમિથી દૂરવર્તી ક્ષેત્રમાં જે ત્રસ-સ્થાવર પ્રાણીઓ છે. વ્રત ગ્રહણ સમયથી જીવન પર્યંત શ્રાવકોએ તે જીવોની હિંસાનો ત્યાગ કર્યો હોય છે. તે જીવો આયુષ્ય પૂર્ણ કરી મર્યાદાભૂમિથી દૂરવર્તી ક્ષેત્રમાં જે ત્રસ-સ્થાવર પ્રાણીઓ છે, તે જીવોમાં ઉત્પન્ન થાય છે, વ્રત ગ્રહણ સમયથી જીવન પર્યંત શ્રાવકો તે જીવોની હિંસાનો ત્યાગ કરે છે, તેથી શ્રાવકોના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન છે. તે પ્રાણી પણ કહેવાય છે યાવત્ તેથી આપનું કથન ન્યાયસંગત નથી.
३५ भगवं च णं उदाहु- ण एयं भूयं ण एवं भव्वं ण एयं भविस्सं, जण्णं- तसा पाणा वोच्छिज्जिहिंति थावरा पाणा भविस्सइ, थावरा पाणा वोच्छिज्जिहिंति तसा पाणा भविस्संति, अव्वोच्छिण्णेहिं तस थावरेहिं पाणेहिं जण्णं तुब्भे वा अण्णो वा एवं वयह- णत्थि णं से केइ परियाए जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ ।
ભાવાર્થ :– ભગવાન ગૌતમે કહ્યું– હે ઉદક નિગ્રંથ ! ભૂતકાળમાં એવું ક્યારે ય બન્યું નથી, વર્તમાનમાં એવું થતું નથી અને ભવિષ્યકાળમાં એવું થશે નહિ કે ત્રસ-પ્રાણી સર્વથા સમાપ્ત થઈ જાય અથવા સર્વ જીવો સ્થાવર થઈ જાય અથવા સર્વ સ્થાવર જીવો આ રીતે સમાપ્ત થઈ જાય અને બધા જીવો ત્રસ થઈ જાય. ત્રસ અને સ્થાવર જીવોનો સર્વથા ઉચ્છેદ થતો નથી તેથી તમે કે બીજા જો કોઈ પણ આ પ્રમાણે કહે છે કે એવો કોઈ પણ પર્યાય રહેતો નથી જેથી શ્રાવકોના પ્રત્યાખ્યાન સફળ થાય, તે આપનું કથન ન્યાયસંગત નથી. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં શ્રી ગૌતમ સ્વામીએ વિભિન્ન અભિપ્રાયો, યુક્તિઓ અને દષ્ટાંતો દ્વારા શ્રમણોપાસકના પ્રત્યાખ્યાનની નિર્વિષયતાના તર્કનું નિરાકરણ કર્યું છે.
ત્રસ અને સ્થાવર બંને પર્યાયો પરિવર્તનશીલ છે. જીવોની પર્યાયો—અવસ્થાઓનું પરિવર્તન થવા છતાં તે ત્રસ જીવ પુનઃ પુનઃ ત્રસપણાને પામે છે.
આ લોકમાં વિવિધ પ્રકારના મનુષ્યો હોય છે. કેટલાક શ્રાવકવ્રતનું, કેટલાક મહાવ્રતોનું પાલન કરે, વિવિધ પ્રકારે પાપસ્થાનથી નિવૃત્ત થઈને અંતિમ આરાધનાપૂર્વક મૃત્યુ પામે, તો તે જીવ મૃત્યુ પામીને દેવગતિને પ્રાપ્ત કરે છે. દેવો ત્રસ છે, તેથી તે જીવો આ લોક અને પરલોક, એમ ઉભયલોકમાં પર્યાયમાં જ હોય છે.
ત્રસ
કેટલાક મનુષ્યો આ લોકમાં મહારંભ, મહાપરિગ્રહ આદિ વિવિધ પાપસ્થાનનું સેવન કરીને અંતિમ આરાધના કર્યા વિના જ મૃત્યુ પામે, તો તે જીવ નરક તિર્યંચાદિ દુર્ગતિને પામે છે અને તેઓ ત્રસ જ રહે છે.
કેટલાક મનુષ્યો વ્રત ધારણ કરનાર શ્રાવકથી દીર્ઘાયુ હોય અને કેટલાક અલ્પાયુષ્ક કે સમાયુષ્ક હોય છે, તે જીવો પોત-પોતાના કર્માનુસાર સુગતિ કે દુર્ગતિ પામે ત્યારે તે પણ ત્યાં ત્રસપણાને પામે છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org