________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
સમીપવર્તી ક્ષેત્રને મર્યાદિત ભૂમિ કહે છે. જેમ કે કોઈ શ્રાવક ભરત ક્ષેત્રમાં રહેલા ત્રસ જીવોની હિંસાના પ્રત્યાખ્યાન કરે, તો તે શ્રાવકને માટે ભરત ક્ષેત્ર મર્યાદિત ભૂમિ કહેવાય છે.
૨૦૪
રેળ- દૂરવર્તી ક્ષેત્ર. શ્રાવકની મર્યાદાથી બહારનું ક્ષેત્ર દૂરવર્તી ક્ષેત્ર કહેવાય છે. જેમ કે ભરત ક્ષેત્રમાં રહેલા ત્રસ જીવોની હિંસાના પ્રત્યાખ્યાન કરનાર શ્રાવકને માટે ભરત ક્ષેત્રની બહારનું ક્ષેત્ર દૂરવર્તી ક્ષેત્ર
કહેવાય છે.
ઉદક નિગ્રંથનું જીવન પરિવર્તન :
i
३६ चणं उदाहु आउसंतो उदगा ! जे खलु- समणं वा माहणं वा परिभासइ, इति मण्णइ; आगमित्ता णाणं आगमित्ता दंसणं आगमित्ता चरितं पावाणं कम्माणं अकरणयाए से खलु परलोगपलिमंथत्ताए चिट्ठइ । जे खलु- समणं वा माहणं वा जो परिभासइ, इति मण्णइ; से आगमित्ता णाणं आगमित्ता दंसणं आगमित्ता चरित्तं पावाणं कम्माणं अकरणयाए से खलु परलोगविसुद्धीए चिट्ठइ |
ભાવાર્થ:- ઉદક નિગ્રંથ નિરૂત્તર થયા પછી ભગવાન ગૌતમસ્વામીએ તેમને કહ્યું– હે આયુષ્યમન્ ઉદક! જે વ્યક્તિ(પૂર્વોક્ત વિષયમાં) “શ્રમણ અથવા માહણ મિથ્યા કથન કરે છે’ તેમ માને છે; તે જ્ઞાન, દર્શન અને ચારિત્રને પ્રાપ્ત કરીને હિંસાદિ પાપો ન કરવા માટે પ્રત્યનશીલ હોવા છતાં પણ(મિથ્યા માન્યતાના કારણે) પોતાના પરલોકના વિનાશ માટે ઉદ્યમવંત છે અર્થાત્ પરલોકના વિરાધક બને છે. તે સિવાય જે વ્યક્તિ “શ્રમણ અથવા માહણ ઉપરોક્ત વિષયમાં મિથ્યા કથન કરનાર નથી,” તેમ માને છે અર્થાત્ તેઓના પ્રત્યાખ્યાન સંબંધી કથનને યોગ્ય સમજે છે; તે જ્ઞાન, દર્શન અને ચારિત્રને પ્રાપ્ત કરીને હિંસાદિ પાપો ન કરવા માટે પ્રયત્નશીલ રહે છે, તે નિશ્ચયથી પોતાના પરલોકની વિશુદ્ધિમાં સ્થિત છે અર્થાત્ પર લોકના આરાધક છે. ३७ | तए णं से उदगे पेढालपुत्ते भगवं गोयमं अणाढायमाणे जामेव दिसं पाउब्भूए तामेव दिसं संपहारेत्थ गमणाए ।
भगवं च णं उदाहु- आउसंतो उदगा ! जे खलु तहारूवस्स समण्णस्स वा माहणस्स वा अंतिए एगमवि आरियं धम्मयं सुवयणं सोच्चा णिसम्म अप्पणो चेव सुहमाए पडिलेहाए अणुत्तरं जोगखेमपयं । लंभिए समाणे सो वि ताव तं आढाइ परिजाणइ वंदइ णमंसइ सक्कारेइ सम्माणेइ कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासइ । ભાવાર્થ :- શ્રી ગૌતમસ્વામીનું તાત્ત્વિક તેમજ યથાર્થ કથન સાંભળ્યા પછી ઉદક પેઢાલપુત્ર નિગ્રંથ ભગવાન ગૌતમ સ્વામીનો આદર કર્યા વિના જ જે દિશામાંથી આવ્યા હતા તે જ દિશામાં જવા માટે તત્પર થઈ ગયા.
ત્યારે ભગવાન ગૌતમ સ્વામીએ કહ્યું– હે આયુષ્યમનું ઉદક ! જે વ્યક્તિ તથારૂપના શ્રમણ અથવા માહણ પાસે હેય તત્ત્વોથી દૂર રાખનાર અથવા સંસારસાગરથી પાર ઉતારનાર એક પણ ધાર્મિક સુવચન સાંભળીને તેને હૃદયંગમ કરે છે, પોતાની સૂક્ષ્મ બુદ્ધિથી તે સમ્યક પ્રકારે વિચારણા કરીને સર્વોત્તમ,
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org