________________
[ ૧૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
શ્રમણોપાસકોના ત્રસજીવોને ન મારવાના પ્રત્યાખ્યાન નિર્વિષય છે, આ આપનું કથન ન્યાયયુક્ત નથી. २२ भगवं च णं उदाहु-संतेगइया पाणा दीहाउया जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते भवइ । ते पुव्वामेव कालं करत्ति, करेत्ता पारलोइयत्ताए पच्चायति, ते पाणा वि वुच्चंति, ते तसा वि वुच्चंति, ते महाकाया, ते चिरट्ठिईया, ते दीहाउया, ते बहुयरगा पाणा जेहिं समणोवासगस्स जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ :- ભગવાન શ્રી ગૌતમ સ્વામીએ કહ્યું- “આ સંસારના ઘણા પ્રાણીઓ દીર્ધાયુ હોય છે. શ્રમણોપાસકોએ વ્રતગ્રહણ સમયે તે જીવોની હિંસાનો જીવન પર્યત ત્યાગ કર્યો હોય છે. આ પ્રાણીઓનું મૃત્યુ પહેલાં જ થઈ જાય અને તેઓ અહીંથી મરીને પરલોકમાં જાય છે, ત્યાં તે પ્રાણી પણ કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે; તે મહાકાય અને ચિરસ્થિતિક- દીર્ધાયુ હોય છે. તે પ્રાણીઓ સંખ્યામાં પણ ઘણા હોય છે, તેથી ત્રસ જીવોની હિંસાના શ્રમણોપાસકોના પ્રત્યાખ્યાન નિર્વિષય થાય છે, આ કથન ન્યાયોચિત નથી. २३ भगवंच णं उदाहु-संतेगतिया पाणा समाउया जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते भवइ, ते सममेव कालं करेंति, करेत्ता पारलोइयत्ताए पच्चायंति, ते पाणा वि वुच्चंति, ते तसा वि वुच्चंति ते, समाउया, ते बहुयरगा जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ ।। ભાવાર્થ - ભગવાન શ્રી ગૌતમસ્વામીએ ફરી કહ્યું – આ જગતમાં ઘણા પ્રાણીઓ સમાયુષ્યવાળા હોય છે. શ્રમણોપાસકે વ્રત ગ્રહણ સમયે તે જીવોની હિંસાનો જીવન પર્યત ત્યાગ કર્યો હોય છે. તે પ્રાણીઓ સ્વયંમેવ મૃત્યુ પામે છે અને પરલોકમાં જાય છે, ત્યાં તે પ્રાણી કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે અને તે મહાકાય પણ હોય છે અને સામાયુષ્ક પણ હોય છે. તે પ્રાણી સંખ્યામાં ઘણા હોય છે યાવતુ ત્રસ જીવોનો સર્વથા અભાવ થવાથી શ્રમણોપાસકોના પ્રત્યાખ્યાન નિર્વિષય થઈ જાય છે, આપનું આ કથન ન્યાય સંગત નથી. २४ भगवंच णं उदाहु-संतेगइया पाणा अप्पाउया जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते भवइ, ते पुव्वामेव कालं करेंति, करेत्ता, पारलोइयत्ताए पच्चायति । ते पाणा वि वुच्चंति, ते तसा वि वुच्चंति, ते महाकाया, ते अप्पाउया, ते बहुयरगा पाणा जेहिं समणोवासगस्स सुपच्चक्खायं भवइ जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ:- ભગવાન ગૌતમ સ્વામીએ કહ્યું, સંસારમાં કેટલાક પ્રાણીઓ અલ્પાયુ હોય છે. શ્રમણોપાસકોએ વ્રતગ્રહણ સમયે તે જીવોની હિંસાનો જીવનપર્યત ત્યાગ કર્યો હોય છે. તે પ્રાણી પહેલાં જ મૃત્યુ પામે છે અને પરલોકમાં જાય છે. પરલોકમાં પણ તે પ્રાણી કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે. તે મહાકાય તથા અલ્પાયુષ્યવાળા હોય છે. તે જીવો ઘણા છે, તેથી શ્રમણોપાસકોના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે યાવતુ ત્રસ જીવોના સર્વથા અભાવથી શ્રમણોપાસકોના પ્રત્યાખ્યાન નિર્વિષય થાય છે, આપનું આ કથન ન્યાયસંગત નથી. | २५ भगवं च णं उदाहु- संतेगइया समणोवासगा भवंति, तेसिं च णं वुत्तपुव्वं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org