________________
| અધ્યયન-૭: નાલંદીય
૧૯૭]
२० भगवं च णं उदाहु- संतेगइया मणुस्सा भवंति, तं जहा- अप्पिच्छा अप्पारंभा अप्प- परिग्गहा धम्मिया धम्माणुया जाव एगच्चाओ परिग्गहाओ अप्पडिविरया जेहिं समणो- वासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते, ते तओ आउयं विप्पजहंति, विप्पजहित्ता भुज्जो सकम्ममादाए सोग्गइगामिणो भवंति, ते पाणा वि वुच्चंति जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ । ભાવાર્થ - ભગવાન શ્રી ગૌતમસ્વામીએ કહ્યું– “આ જગતમાં ઘણા મનુષ્યો અલ્પ ઇચ્છાવાળા, અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહવાળા, ધાર્મિક, અને ધર્માનુસારી થાવ તેઓ પ્રાણાતિપાતથી લઈને પરિગ્રહ સુધીના પાપસ્થાનમાં એક દેશથી વિરત થાય છે અને એક દેશથી વિરત થતાં નથી અર્થાત્ તેઓ સ્થળ પ્રાણાતિપાત આદિના પ્રત્યાખ્યાન કરે છે. અન્ય શ્રાવકોએ વ્રત ગ્રહણ સમયે તે જીવોની હિંસાનો જીવન પર્યત ત્યાગ કર્યો હોય છે. તે પુરુષ મૃત્યુ સમયે પોતાનું આયુષ્ય પૂર્ણ કરે છે અને પોતાના પુણ્યકર્મો સાથે લઈ જઈને (પરલોકમાં) સદ્ગતિ પ્રાપ્ત કરે છે. તેઓ પહેલાં અણુવ્રતી શ્રાવકપણામાં પણ ત્રસ હતા અને દેવગતિમાં દેવ થયા ત્યારે પણ ત્રસ જ થાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે યાવત્ ત્રસ જીવોનો સર્વથા અભાવ થવાથી શ્રમણોપાસકોના પ્રત્યાખ્યાન નિર્વિષય થઈ જાય છે. આ આપનું કથન ન્યાયસંગત નથી. २१ भगवंच णं उदाहु-संतेगइया मणुस्सा भवंति, तं जहा- आरण्णिया आवसहिया गामणियंतिया कण्हुईरहस्सया जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे णिक्खित्ते भवइ, ते णो बहुसंजया णो बहुपडिविरया सव्व पाण-भूय-जीव-सत्तेहिं, ते अप्पणा सच्चामोसाई एवं विप्पडिवेदेति- अहं ण हंतव्वो अण्णे हतव्वा जावकालमासे कालं किच्चा अण्णयराइं आसुरियाई किव्विसियाइं जाव उववत्तारो भवंति, तओ विप्पमुच्चमाणा भुज्जो एलमूयत्ताए तमोरूवत्ताए पच्चायंति, ते पाणा वि वुच्चंति जाव अयं पि भे उवएसे णो णेयाउए भवइ । શબ્દાર્થ – આલુરિયાછું = અસુર સંબંધી વિલિયાડું - કિલ્વિષીમાં વિમુનીબT = મુક્ત થતા થકા પત્રમૂયાપ = બકરા આદિ મૂંગા પ્રાણી રૂપે તમો વત્તા = તામસી. ભાવાર્થ - ભગવાન શ્રી ગૌતમ સ્વામીએ ફરી કહ્યું– આ વિશ્વમાં કેટલાક મનુષ્યો એવા પણ હોય છે, જે આરણ્યક–વનવાસી, આવસથિક–કુટિર,ઝૂંપડી વગેરે બનાવીને રહેનારા, ગ્રામનિમંત્રિત–ગામમાં જઈને કોઈનાંનિમંત્રણથી ભોજન કરનારા, કોઈ એકાંત સ્થાનમાં રહીને સાધના કરનારા હોય છે. શ્રમણોપાસકોએ વ્રતગ્રહણ સમયે તે જીવોની હિંસાનો જીવનપર્યત ત્યાગ કર્યો હોય છે. પૂર્વોક્ત વનવાસી આદિ મનુષ્યો સંયમી નથી, સમસ્ત સાવધ કર્મોથી નિવૃત્ત નથી, તે પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોની હિંસાથી વિરત નથી. તેઓ પોતાના મનની કલ્પનાથી મિશ્રભાષાનો પ્રયોગ કરતાં આ પ્રમાણે વિપરીત પ્રરૂપણા કરે છે કે મને ન મારવો જોઈએ, બીજાને મારવા જોઈએ; ઇત્યાદિ પ્રકારનો ઉપદેશ દેનારા આ લોકો મૃત્યુના સમયે મૃત્યુ પામીને કોઈ અસુર સંજ્ઞક કિલ્વિષી દેવ રૂપે ઉત્પન્ન થાય છે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતાં તે શરીરનો ત્યાગ કરીને બકરા આદિ મૂંગા પ્રાણીરૂપે તિર્યંચ યોનિમાં અથવા તામસી મનુષ્યરૂપે ઉત્પન્ન થાય છે, તેઓ ભલે મનુષ્ય હોય કે દેવ હોય, કોઈ પણ અવસ્થામાં ત્રસરૂપે જ હોય છે. તે પ્રાણી પણ કહેવાય છે યાવત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org